Sadgur Shree Aatmanand Swami – (સદ્ગુરુ શ્રી આત્માનંદ સ્વામી)
ગુજરાતી
૧૧૭ વર્ષ સુધી અણીશુદ્ધ વર્તન રાખી ધર્મમૂર્તિનું બિરૂદ પામનાર સિદ્ધ સંતવર્ય શ્રી આત્માનંદ સ્વામી મારવાડ પ્રદેશના “ઊંટવાળ” ગામના વતની હતા. તેમનેા જન્મ વિ.સં. ૧૭૯૯ માં થયેલો. બાળપણમાં શાણ પણ કેળવેલું. યુવાવસ્થાએ યુક્તિ કરીને ભગવાનને ભેટવાની ઝંખનાથી ઘર છોડી તીર્થ કરવાની કળેલા. તેમણે ઉદ્ધવાવતાર સદ્ગુરૂ શ્રી રામાનંદ સ્વામીનાં ચરણે તીર્થયાત્રાની ઈતિશ્રી કરી અને સમર્પિત થયા. પૂર્વના પુણ્યને યોગે રામાનંદ સ્વામીનો સંયોગ થયો. સ્વામીએ પણ હીરપારખીને દીક્ષા આપી “આત્માનંદ” નામ પાડ્યું.
સતત સાધના કરતા આ સંતવર્યે સોરઠ જોધપુર ગામે પ્રથમવાર શ્રીહરિનાં દર્શન કર્યાં. અંતરમાં આનંદની વાદળીઓ વરસી પડી. ૬૦ વર્ષની ઉંમરે આ સંતે ર૧ વર્ષના યુવાન શ્રી સહજાનંદ સ્વામી (ગુરૂભાઈ)ની આજ્ઞામાં પોતાની જાતને સેવક તરીકે સમર્પિત કરી દીધી.
તેમની ધર્મનિષ્ઠાના ભગવાન શ્રીહરિ ભારોભાર વખાણ કરતાં. તેઓ વચન મૂર્તિ પણ કહેવાતા. દેહથી સદા સર્વદા સર્વથા નિસ્પૃહ રહેતા. એકવાર મહારાજે સભામાં પૂછેલું કેઃ આજ સુધી દેહ અર્થે કંઈ જ ન માગ્યું હોય તે ઉભા થાઓ. ત્યારે એક આ વડિલ વૃદ્ધ સંત જ હાથ જોડીને ઉભા રહેલા. નિષ્કુળાનંદ સ્વામીએ નોધ્યું છેઃ
પછી નાથ કહે સંત શૂરા, આમાં કોણ કઠણ વ્રતે પૂરા;
જેવા છે આ આત્માનંદ, તેવા હો તે બોલો મુની ઈંદ॥
ધર્મનિષ્ઠાની સાથે ઈશનિષ્ઠા એવી જબરીકે ૯૦ વર્ષની ઉંમરે મહારાજનાં અંતિમ દર્શન માટે ધોલેરાથી ચાલીને ગઢડા ગયેલા. સત્સંગના પાને સ્વામીની અનેક દિવ્યવાતો લખાયેલી છે. અરે! લોયા શાકોત્સવ પ્રસંગે તો મહારાજે પ્રશંસાના જ નહિ સાક્ષાત્ ફૂલોથી સ્વામીને શણગારી રાજીપો દર્શાવેલો અને કહેલું આ આત્માનંદ જેવા સહુ થાજો. નિષ્કુળાનંદ સ્વામી લખે છેઃ
એક વૃદ્ધ સાધુ વિકાર વિના, નાથની નજરે આવિયો
પ્રસન્ન થઈ પછી પોતે તેને, સુંદર સ્વાંગ સજાવિયો
આવા સંતે ૧૧૭ વર્ષ દેહ રાખેલો. સત્સંગની અપાર સેવા કરેલી. વાગડમાં સ્વામીએ વિક્રમ સંવત્ ૧૯૧૬ જેઠ વદ ૬ ના રોજ જીવનલીલા સંકેલી અક્ષરધામની વાટ લીધેલી. ત્યારે સેવક શિવલાલ શેઠ સહિત સમગ્ર સત્સંગ એક વૃદ્ધ વડિલ સંત ગુમાવ્યાની લાગણીમાં તણાઈ ગયેલા. વંદન હો આવા સંતવર્યનાં ચરણે…
English
Shri Satmanand Swami was a resident of the "Vaishnaval" village of Marwar region, for 117 years. Their Birth VS In 1799. Practical in childhood The youth twisted the tirth to leave the house with the desire to receive God by trick. He made a pilgrimage of pilgrimage and dedicated to pilgrimage on the feet of Lord Ramaand Swami of Uddwavatar Sadguru. Ramanand Swami was the coincidence of the Puranas of the East. The Swami also gave the name of "Atmanand" by initiating a diamond.
This saintly performance of Sadh Jodhpur, for the first time, was performed by Shriharri. The clouds of joy blossomed in the distance. At the age of 60, this young man of twenty years old dedicated himself as a servant in the command of Sahajanand Swami (Guruji).
His piety is praised by Lord Shree Hari. They also called the promised idol. There is no doubt about this. Once the Maharaj asked in the meeting: Stand up that no one has asked for anything till today. Then one elderly old saint standing on his hand tied up. Nishkulanand Swami has said:
Then Nath says the Saint Shura, who is in complete trouble with this;
It is like this Atmanand, say such thing, Muni Ind.
As a result of religious beliefs, at the age of 90, Maharaj went to Dhalera for the last darshan of Lord Ganesh. There are many divine writings written by Lord Swaminarayan on Satsang. Hey! On the occasion of the Loya Shakotsav, Maharaj showed the decorative rajipo to Swamy and not to the true flowers of praise, and said this like the Atmanand. Nishkulanand Swami writes:
Without an elderly monk disorder, Naths eyes appeared
After appealing, she herself, beautifully embroidered decorator
In such a Sight 117 years laid the body. Satsangs immense service. In the Vagad, Lord Swaminarayan set a record for the Akshardhama, which has been linked to life-long on Vikram Samvat 1916 Jeth vad. 6. Then the entire satsang, including the servant Shivlal Sheth, became tired of feeling lost in an elderly saint. Vandan Ho is the place of such a legacy