Acharya Shree Ayodhyaprasadji Maharaj – (આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ)
ગુજરાતી
ભગવાન શ્રીસ્વામિનારાયણે પોતાના દીક્ષા ગુરુ સ.ગુ.શ્રીરામાનંદસ્વામી પાસેથી ઉદ્ધવ સંપ્રદાયનું આચાર્ય પદ સ્વીકાર્યુ, તે બાદ ધર્મની આભા અને ભક્તિનો દિવ્યરસ સર્વત્ર ફેલાયો. સર્વાવતારી મહાપ્રભુનાં દર્શન, વિચરણ અને જ્ઞાન પ્રવાહથી આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું જેને “સત્સંગ” સર્વ ગ્રાહી સંજ્ઞાથી અભિકૃત કર્યું. આ સત્સંગનું કાર્ય સ્વયં શ્રીહરિએ પોતાના મનુષ્ય દેહમાં ગતિમાન થાય એવી ઉચ્ચ પ્રણાલિકાઓ સ્થાપી, તેમાં એક વહીવટી વ્યવસ્થા બનાવી. આયોજના હેઠળ સમગ્ર ભારત વર્ષના ઉત્તર અને દક્ષિણ એમ બે વિભાગો બનાવ્યા, અને બે દેશના વહીવટની સંભાળ માટે બે આચાર્યો સ્થાપ્યા.
શ્રીજી મહારાજે સંવત્ ૧૮૮ર ના કાર્તિક સુદી એકાદશી ના પવિત્ર દિવસે પોતાના મોટા ભાઈ રામપ્રતાપજીના પુત્ર અયોધ્યાપ્રસાદજી અને ઈચ્છારામજીના પુત્ર રઘુવીરજીમહારાજને અમોઘ આશીર્વાદ આપી આચાર્ય પદે સ્થાપિત કરી પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા.
પ.પૂ.આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજનો જન્મ સંવત્ ૧૮૬પ (ઈ.સ.૧૮ર૬) માં જેઠ સુદ એકાદશીના પવિત્ર દિવસે થયો હતો. આચાર્ય પદ પર સ્થાપિત થયા ત્યારે અયોધ્યાપ્રસાદજી મહારાજની ઉંમર અઢાર (૧૮) વર્ષની હતી. એા પદને ૪ર વર્ષ સુધી શોભાવી તેઓશ્રીએ પોતાના પ્રભાવશાળી વ્યક્તિત્ત્વ અને વિસ્તૃત વિચરણ દ્વારા સત્સંગ રૂપી ઉદ્યાનને પ્રફુલ્લિત અને મહેંકતો કર્યો.
પૂજ્ય મહારાજશ્રી સ્વભાવે શાંત, નિર્માની, ઋજુતાવાળા અને સાદા હતા. ણાના મોટા દરેક હરિભક્તો પ્રત્યે સમભાવ દર્શાવતા અને આત્મીયતા રાખતા. મહારાજશ્રીને કીર્તનભક્તિમાં વિશેષ અભિરૂચી હતી તેથી તેઓ પોતે કીર્તન રચતા. તેમના ઘણા કીર્તનો સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં મુકુટ સ્થાને બિરાજે છે. કીર્તન ભક્તિ દ્વારા સત્સંગમાં ખૂબ જ સમાસ કરાવી મહારાજશ્રી એ ગામડા તેમજ શહેરોમાં ભક્તોને ભગવત્સ્વરૂપમાં જોડ્યા હતા.
તેઓ સારા એવા વિદ્વાન હતા. સદ્વિદ્યાનું પ્રવર્તન થાય તેથી તેમણે અમદાવાદમાં સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી કે જેથી વિદ્યાભિલાષી સંતો સંસ્કૃત શાસ્ત્રોનો અભ્યાસ કરી શકે. મહારાજશ્રી સંસ્કૃત ભાષાનું ઊંડું જ્ઞાન ધરાવતા અને સંપ્રદાયના તથા અન્ય ધર્મ ગ્રંથોનું અધ્યયન કરી જ્ઞાનમાં પ્રભુત્વ મેળવ્યું હતું. તેથીજ આજ દિશામાં મહારાજશ્રીએ સંતકવિ સ.ગુ.ભૂમાનંદ સ્વામી દ્વારા ‘‘શ્રીઘનશ્યામ લીલામૃતસાગર’’ ગ્રંથ રચાવ્યો. સત્સંગિજીવન ગ્રંથની ‘‘તત્વાર્થદીપિકા’’ નામની સંસ્કૃત ટીકા રચાવી. એમદાવાદ મંદિરમાં હવેલીનું બાંધકામ કરાવ્યું. તે ઉપરાંત ડુંગરપુર, જેતલપુર, ઈડર, સિધ્ધપુર, માંડવી અને છપૈયા વગેરે મંદિરોમાં પ્રતિષ્ઠા કરી. એા રીતે સત્સંગના કાર્યને વેગવંતું રાખી સંવત્ ૧૯ર૪ માં અક્ષરધામમાં મુક્તોની સભામાં બિરાજમાન થયા.
શત્સંગના આવા આદર્શ મૂર્તિ પ.પૂ.ધ.ધુ. આદિઆચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને કોટિ કોટિ દંડવત સહ પ્રણામ.
English
Lord Shree Swaminarayan accepted the title of Acharya from his initiation guru Shri Sriramandanswami, after Uddhav sects Acharya position, after which the divinity of devotion and worship of devotion spread everywhere. Spiritual atmosphere created by the vision of Mahabirbhav, the Vrakhtari, and the Gnan flow, which "Satsang" was acclaimed by all the Greek symbols. The work of this satsang was established by Shri Shree Hariyi, who made high administrative arrangements that would move in the human body, thereby creating an administrative system. Under the plan, the whole country created two divisions, north and south of India, and established two principals for the care of two countrys administration.
Shreeji Maharaj blessed him with his blessings on the holy day of Kartik Sudi Ekadashi on the holy day of Kartik Sudi Ekadashi, Ayodhyaspradji, son of his eldest brother, Rampratapaji, and Raghubirji Maharaj, son of Yecharamji. He established his post of Acharya and succeeded him as successor.
PP Purushottam Ayodhyas Prasadji Maharaj was born on the holy day of Jeth Sud Ekadashi in the year 186 (186 AD). Ayodhyas Prasadji Maharaj was eighteen (18) years old when he was established at Acharya position. He exhibited the importance of the Satsangi Park by giving his impressive personality and elaborate devotion for 4 years.
Pujya Maharaj Shree was quiet, creative, resigned and plain. Equity and intimacy with each and every senior of every family. Maharajshri was an extravagant person in kirtanbhakti, so he himself created kirtan. Many of his kirtans are present in the literature of Swaminarayan sect. Maharajshri joined Bhagwat Swaroop in the villages and cities as well as devotees in the satsang by kirtan devotion.
He was a good scholar. He created Sanskrit Pathshala in Ahmedabad so that the scholarly saints could study Sanskrit scriptures so that they could study Sanskrit scriptures. Maharajshri had attained enlightenment in Gnan by studying Sanskrit and other religious texts with deep knowledge of Sanskrit language. Therefore, in this direction, Maharajshri created "Shreeghanshyam Lelitrasagar" written by SG Ravindranath Swami. Satsangijivan Granths Sanskrit commentary "Tatvadardipika" In the temple of Amadava, the mansion has been constructed. Besides, Dungarpur, Jaitalpur, Idar, Siddhpur, Mandvi and Chapaiya have made a reputation in the temples. In this way, Satsang has progressed in the Akshardhda, in the year 1924, sitting in the meeting of the Mukta Sabha.
Such an ideal statue of Shatshankar Adi Acharya Shri Ayodhya Prasadji Maharaj was blessed with great love.