Acharya Shree Raghuvirji Maharaj – (આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ)
ગુજરાતી
પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી રઘુવીરજી મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ દેશની ગાદી ઉપર સંવત્ ૧૮૮ર ના કાર્તિક સુદી એકાદશીના પવિત્ર દિવસે બિરાજમાન થયા. તેઓ શ્રીજી મહારાજના નાનાભાઈ ઈચ્છારામજીના ચોથા પુત્ર હતા. તેમનો જન્મ ઈ.સ. ૧૮ર૬ ઉત્તરપ્રદેશમાં આંબલિયા નામના ગામમાં થયો હતો. નાનપણથી જ એમણે સંસ્કૃતનો ઉંડો અભ્યાસ કર્યો હતો. સંપ્રદાયને લગતા તમામ કામકાજમાં તેઓ સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીની સલાહ લેતા હતા.
એમનાં ધર્મ પત્ની અક્ષરવાસી થયાં ત્યારે સંતાન ન હોવા છતાં તેમણે ફરી લગ્ન કર્યા નહીં અને અખંડ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું. તેઓ ત્રણેય અવસ્થામાં શ્રીજી મહારાજની મૂર્તિનું અખંડ દર્શન કરતા હતા.
મહારાજશ્રીનું જીવન અત્યંત સાદગીપૂર્ણ, અત્યંત સરળ અને સેવાભાવી હતું. સાધુ-સંતોની સેવા કરવા તેઓ સદૈવ તત્પર રહેતા. એક વખત એક સાધુને તાવ આવ્યોે ને પાંચ દિવસના ઉપવાસ થયા. તાવ ઉતર્યો ત્યારે તેમને બાજરાનો રોટલો ખાવાની ઈચ્છા થઈ પરંતુ રાત્રે તેના માટે કંઈ સગવડ ન હોવાથી તેમના સેવક સાધુ આચાર્યશ્રી પાસે આવ્યા ને લોટની જરૂરિયાત દર્શાવી, પરંતુ મહારાજશ્રી ને થયું કે લોટ આપવા કરતા તૈયાર રોટલો જ બનાવું. તેથી જાતે ચુલા પર મસાલાવાળો રોટલો બનાવ્યો અને પોતે પોતાના હાથ વડે સાધુ પાસે આવીને પ્રેમ પૂર્વક રોટલો જમાડ્યો.
મહારાજશ્રી એ ભરૂચ, સુરત, કરાળી, માણાવદર વગેરે ગામોમાં મોટાંં મંદિરો બંધાવી પ્રતિષ્ઠા કરી છે. તેઓ વિદ્યાપ્રેમી હતા તેથી તેઓ પ્રતિદિન સ્વાધ્યાય પાછળ સારો એવો સમય વ્યતીત કરતા. તેઓશ્રીએ શ્રીજીમહારાજની પરાવાણી “હરિવાક્યસુધાસિન્ધુ” પર “સેતુમાલાટીકા” અને “દુર્ગપુરમાહાત્મ્ય” નામના સંસ્કૃત ગ્રન્થની રચના કરી છે.
પોતાના જીવન કાવ્યને સદ્ગુણના શબ્દોથી ગુંથીને સત્સંગના શ્રેય કાજે સમર્પણ કરનારા પ.પૂ.ધ.ધુ.આદિ આચાર્યશ્રી રઘુવીરજી મહારાજનાં ચરણોમાં કોટિ કોટિ દંડવત સહ પ્રણામ.
English
P.P.H. 1008 Shree Raghuvirji Maharaj Shree Lakshminarayan Dev Vadtal sat on the holy day of Kartik Sudi Ekadashi on the throne of the nation 188 R. He was the fourth son of Shreeji Maharajs younger brother, Ichharamaji. His birth 186 6 was born in a village called Ambalia in Uttar Pradesh. He had studied Sanskrit right from his childhood. He used to take advice from SG Shree Gopalanand Swami in all the activities related to the sect.
His wife, Akhaurasitha, did not get married again even though he did not have a child, and he took an intense, unselfish brahmacharya vowat. They were continuously observing the image of Shriji Maharaj in all three stages.
Maharajshris life was very simple, very simple and worthwhile. They were indebted to the Sadhu-Saints. Once a sadhu gets a fever and fast for five days. When fever came, he wanted to eat breadcake, but because there was no facility for him at night, his servant came to Sadhu Acharyashri and showed the need for flour, but Maharaj realized that he made preparations made of flour rather than giving flour. So make yourself a spice of rice on his chela and with his own hands, came to the monk and fed a loaf of bread.
Maharajshri has established a large number of temples in villages like Bharuch, Surat, Karnali, Manavadar etc. He was a student, so he spent a good time on Periodin Swadhyaya. He has created a Sanskrit book titled "Satumalactika" and "Durgapuramahatmya" on the Parivani "Hariwakya Sudhindu" of Shriji Maharaj.
The person who gave his life to the poetry of virtue with the words of virtue, dedicates the credit of satsang to the goddess Sapma.