Adham Udharan Avinashi – (અધમ ઉદ્ધારણ અવિનાશી)
ગુજરાતી
અધમ ઉદ્ધારન અવિનાશી, તારા બિરદની બલિહારી રે,
ગ્રહી બાંય છોડો નહિ ગિરધર, અવિચળ ટેક તમારી રે. ટેક.
ભરી સભામાં ભુધરજી તમે, ‘માડી’ થયા છો મારી રે,
બેટાને હેતે બોલાવો, અવગુણીયાં વીસારી રે, અધમ. ૧
જેવો તેવો તોય પુત્ર તમારો, અણ સમજુ અહંકારી રે,
પેટ પડ્યો તે અવશ્ય પાળવો, વાલમ જુવોને વિચારી રે, અધમ. ૨
અનળ, અહી, જો ગ્રહે અજાણે, તો છોડાવે રોવારી રે,
બાળકને જનની સમ બીજું, નહિ જગમાં હિતકારી રે, અધમ. ૩
બ્રહ્માનંદની એજ વિનંતિ, મન ધારીએ મોરારી રે,
પ્રીત સહિત દર્શન પ્રસાદી, દીજે સાંજ સવારી રે, અધમ. ૪
(૧)
મન મોહન સુંદર વર મારા, અવગુણીયાં વિસરાવા રે,
અધમોદ્ધારક પતિત જન પાવન, બિરદ તમારૂં ચહાવા રે. ટેક.
સહુ દેખતાં શામળીઆ તમે, ‘માડી’ થયા છો માવા રે,
છોરૂની ચિંતા રાખીને, મ દેશો મુંઝાવારે. મન. ૧
બાળક હોય તે જેમ તેમ બોલે, (ને) માગે કટાણે ખાવા રે,
જનની દોષ ન લેખે જાણે, અણસમજુ હોય આવા રે. મન.૨
શેરડીએ રમતાં અથડાતાં, છોરા રાખે દાવારે,
સબળ થઈ કોઈ લીએ ચુંટીઆ, તો માતા જાય મેલવારે. મન. ૩
મનગમતું સરવે મેલીને, એક તમને રીઝાવારે,
બ્રહ્માનંદ કહે મન ક્રમ વચને, ગુણ તમારા ગાવારે, મન. ૪
(૨)
ઉપરનું બીજું પ્રભાતી પદ પૂરું થતાં ત્રીજા પદની કડી સ્વામી ગોઠવવાલાગ્યા, ત્યાં જ શ્રીજી મહારાજ પ્રત્યક્ષ આવી સ્વામીનો સીતાર હાથમાં ઝાલી, આંસુથી પલળેલા સ્વામીના ગાલોને પોતાના ખેસના છેડેથી લુઈ, માતા જેમ બાળકના માથા ઉપર વ્હાલથી હાથ ફેરવીને પંપાળે અને ગાય જેમ હીંહોરા કરી વચ્છને જીભ વડે ચાટે, તેમ વાત્સલ્ય પ્રેમ લાવીને ‘‘બેટા ! કેમ અકળાશ હું તારી ‘મા’ તારી પાસે જ છું’’
એમ કહી સ્વામીના બંને હાથ ઝાલી, ઉભા કરી, બથમાંઘાલી છાતી સાથે ચાંપી, આંખમાંનાં આંસુ લુઈ નાંખી, અતિઉમળકાથી કરૂણામયનેણે સ્વામી સામે જોયું. સ્વામી અતિ આવેશમાં આવી ગયેલ હોઈ દેહની શુદ્ધિભુલી ગયા હતા. શુદ્ધિમાં આવતાં દંડવત કરવા લાગ્યા અને પ્રેમાશ્રુથી શ્રીજીનાં ચરણ પલાળી દઈ, ચરણાર્વિંદ પકડીને નીચે બેસી ગયા, આમ બે ઘડી શાંત રસનું સુખ આપ્યા પછી શ્રીજી મહારાજ બોલ્યા, ‘‘બ્રહ્મમુનિ ! મેં તો તમારી ધીરજ જોવા અને મારા સંતો કેવા નિસ્પૃહી છે તેવું બીજાઓને બતાવવા આ મનુષ્યચરિત્ર કરેલ હતું તમે તો એક સ્વરૂપે સદાય મારી પાસે છો, અને બીજે સ્વરૂપે બહાર જણાઓ છો.
આંહી બે દિવસ રોકાજો. ત્યાં અમો સહુ આવીને મળશું. પછી સાથે ગઢપુર જઈશું’’ એમ કહી સ્વામીને પોતાના ખભા ઉપરનું રેશમી શેલું ઓઢાડીને શ્રીજી અદૃશ્ય થયા.સ્વામી સ્વસ્થ થયા, આનંદના ફુવારા છુટ્યા અને માન્યું કે, મહારાજ તો સદાય મારા ઉપર રાજી જ છે. ખેશ પ્રત્યક્ષ મળેલ તે આંખે અડાડી સંકેલી પુજામાં મેલી, સહુ સંતોને જગાડી સ્નાનાદિક ક્રિયા કરી પછી ત્યાં બે દિવસ રોકાયા.
ત્યાંતો ત્રીજે દહાડે શ્રીજી સવારી આવતાં મહારાજ માણકી ઉપર અને સ્વામી એક રોઝા ઘોડા ઉપર બેસી સહુ સાથે ગઢપુર આવ્યા.બ્રહ્માનંદસ્વામીને સિંજીવાડામાં દર્શન આપી વડતાલમાં સવારની સભામાં શ્રીજીએ સદ્ગુરૂ શ્રી નિત્યાનંદસ્વામીને વાત કરેલ જે, ‘‘બ્રહ્મમુનિએ ગઈ રાત્રે પ્રભાતિઆં બહુજ સરસ બનાવી ગાયાં છે,’’ એ વાતની યાદી રાખી જ્યારે મહારાજ ગઢડે પધાર્યા ને બીજે દિવસે જ્યારે લક્ષ્મીબાગની બેઠકે બિરાજ્યા ત્યારે સદ્ગુરૂ નિત્યાનંદસ્વામીએ મહારાજ આગળ પ્રભાતિઆં સાંભળવાની અરજ કરી,
તેથી મહારાજે સદ્ગુરૂ શ્રી બ્રહ્માનંદસ્વામીને તે સિંજીવાડામાં બનાવેલા બે પ્રભાતીઆં બોલવાની આજ્ઞા કરી પછી સ્વામી સિતારમાં એ બે પદો બોલ્યા, એટલે મહારાજે પોતાની પ્રસાદીનો થાળ સદ્ગુરૂ બ્રહ્માનંદસ્વામીને તથા સદ્ગુરૂ નિત્યાનંદસ્વામીને આપ્યો.ગઢડા આવ્યા પછી મહારાજે પ્રગટ મૂર્તિનાં કીર્તનો રચવાની આજ્ઞા કરી સ્વામીએ તે જ દિવસે, મુર્તિવર્ણન અને ચિહ્નચિંતવણીનાં આઠ પદો રચી સંભળાવેલાં હતાં.
English
Bad Wisharn Avinashi, Tara Bridhane Balihari Re,
Do not leave greedy knot, reckless tech your ray. Tech
Bhoodarji has filled you with Madi in my meeting,
Call the child in the right place; 1
Even if you like him, your son, a non-sensible egoistic ray,
Be careful that you have stomach; 2
Unless, here, if the planet is unknowingly,
The child is second to the womb, not the worlds benevolent rays, the vile 3
The same request of Brahmanand, the mind thinks,
Darshan Prasadi along with Prit, Deja evening rides, Sinful 4
(1)
Man Mohan beautiful bride, Vaguniya visharawa ray,
Pratyodharakar Patte Jan Pavan, Biradha Your Chaha Re. Tech
You have been seen in the
Concerning the roar, the countries of the country appreciate Mind 1
Speak as if it was a child, (n) seeks to eat,
Such a Ray can not know the fault of the people; Mind .2
The sugarcane hit the ground,
No one likes to be strong, so does the mother go on the mail. Mind 3
Catching Survey Maline, one to you,
Lord Brahmanand says the word of the order, the virtue of your guru, the mind. 4
(2)
At the end of the second Prabhuti term, the third position was established to be made the Swami. There, Shreeji Maharaj came in front of the Swami with his turban. Swamis cheeks were lily from the end of his scalp. Like a mother, the mother, like a pawn and a cows like a cow, "I love you!" I am your friend.
Swamijis both hands were touching, standing up, clapping with the chest in the bathroom, tears in the eye, and watched Karunanmayan in front of Swamiji. Swami had gone in a lot of bliss and went to the body of Goddess Swaminarayan. Shreeji Maharaj began to fall prey to purification and lovingly absorbed Shreejis feet, and then he sat under the throats, and after giving happiness to two minute silent interests, Shreeji Maharaj said, "Brahmamuni! I used to have this manuscript to show my patience and to show others that my saints are innocent. You are always with me in one form, and I am telling you outside.
Stay here for two days. There we meet all of us. Then Swamiji will go to Garhpur. "Swamiji shook off the silk shawl on his shoulder, and Shreeji disappeared. Swami was healthy, the fountain of joy spread and believed that Maharaj was always pleased with me. After getting the khase real, he took a bathy action after awakening the saints and the saints, and stayed there for two days.
On the third day, Shriji came to Lord Shiva on the march, and Swami sat on a roja horse and came to Gadpur. Babar darshan of Baba Vishnamand Swami in the morning in the morning, Shreeji talked to Sadguru Shri Nityanand Swami, who said, "Lord Brahma Muni has made a lot of good on the night last night, Keeping a list of these things, when Maharaj went to Gadhde and the next day Lakshmib When Ghani plenum birajya nityanandasvamie Satguru Maharaj urged to listen to prabhatiam,
So Maharaj ordered the Sadguru Shree Brahmanand Swami to speak two Prabhati words made in Ganga, and Swamiji gave these two positions in Sitar, therefore, Maharaj gave the land of his prasadi to Sadguru Brahmanand Swami and Sadguru Nityanand Swami. After the arrival of Gadhada, Swamiji commanded the creation of the statue of Lord Vishnu on the same day, Murthyavaranan and Listened to eight point of consultation Velam were.