Sadguru Adharanand Swami – (સદ્ગુરૂ શ્રી આધારાનંદ સ્વામી)
ગુજરાતી
શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ૦૦ પરમહંસોમાંથી એક માત્ર ચિત્રકલા કૌશલ્ય પરિજ્ઞાતા, મહાભારત જેવા વિરાટકાય ‘‘શ્રી હરિ ચરિત્રા મૃત સાગર’’ નામક ગ્રન્થના રચયિતા, અષ્ટકવિમાં આગવું સ્થાન ધરાવતાં સંતકવિ સદ્ગુરૂ શ્રી આધારાનંદસ્વામી સદગુરૂ શ્રી મુક્તાનંદસ્વામીના મુખ્ય શિષ્ય અને લહીયા હતા.
સ્વામીશ્રીનો જન્મ ખોલડિયાદ ગામે રહેતા ગુર્જર સુતાર જ્ઞાતિના ‘‘હંસરાજભાઈ’’ ને ઘેર થયો હતો. બાળપણનું નામ ‘વીરજી’ હતું. સત્સંગનો રંગ પરિવારના અંગ-અંગમાં વ્યાપી ગયો. ઋષિ મુનિના આશ્રમ જેવા પવિત્ર ગૃહસ્થાશ્રમના ભક્તિમય સંસ્કારોની વીરજીના જીવનમાં ઊંડી અસર થઈ. યુવાનીના ઉંબરે પહોંચેલા વીરજીએ માતા પાસે કન્યા વરવાની નહીં પણ હરિવરને વરીને અમરત્વના પંથે પ્રયાણ માટેની માંગણી કરી. માતાએ ધ્રુવજનની નીઝાંખી કરાવી; પુત્રને પરમેશ્વરના પંથે પ્રયાણ કરવાની પ્રેરણા આપી, પણ પિતા હંસરાજ સ્વયં ગૃહત્યાગ કરવા તત્પર હોય પુત્રને બહુ સમજાવ્યો.
ગુરૂદેવ શ્રી મુક્તાનંદ સ્વામી પાસે પણ સમજાવ્યા. અંતે વીરજીની વૈરાગ્ય વિભાવનાથી પ્રભાવિત થઈને સ્વામીએ હંસરાજને ગૃહસ્થાશ્રમમાં રહેવાની આજ્ઞા આપી અને વીરજીને સાધુ થવાની રજા મળી. પિતા-પુત્ર બન્નેને સ્વામી મહારાજ પાસે લઈ ગયા અને સર્વ હકીકત સંભળાવી ત્યારે શ્રીહરિ બન્ને પર અતિ પ્રસન્ન થયા અને ભેટી પડ્યા. મુક્તાનંદ સ્વામીના નિર્ણય મુજબશ્રી હરિએ વીરજીને દીક્ષા આપી અને ‘‘આધારાનંદ સ્વામી’’ એવું નામ પાડ્યું. સ્વામી પોતે કવિ હતા તેથી કીર્તનોમાં નામ બંધ બેસતું ન હોવાથી સ્વામીનું બીજુ નામ ‘‘સિદ્ધાનંદ સ્વામી” પણ હતું.
સદ્ગુરુ શ્રી આધારાનંદ સ્વામી ગુર્જર સુતાર હોવાથી હસ્તકલા કૌશલ્ય તેમને વારસાગત રીતે પ્રાપ્ત થયેલું. સ્વામી સંપ્રદાયના એકમાત્ર ચિત્રકાર સંત હતા. નાની-મોટી, સાદી કે સોનેરી રંગબેરંગી શ્રીજી મહારાજની મૂર્તિઓ બનાવતા. જે આજે પણ ગુરૂપરંપરાથી પ્રાપ્ત થયેલી ઘણા સંતોની પાસે જોવા મળે છે. ચિત્રકારની સાથે સાથે સ્વામી એક અજોડ લહીયા પણ હતા. સ્વામીએ મુક્તાનંદ સ્વામીના જમણા હાથનું બિરૂદ મેળવીને વણથંભી કલમ ચલાવી છે.
ચિત્ર અને લેખનની સાથે સાથે સ્વામી સ્થાપત્યના પણ સારા એવા જાણકાર હતા. સંપ્રદાયમાં ઠેર ઠેર બંધાતા શિખર તેમજ હરિ મંદિરોમાં સ્વામીની દેખરેખ નીચે બાંધકામ થતું. સ્વામીના જીવનનું સૌથી મોટું કાર્ય મહાભારત જેવા વિશાળકાય ‘‘શ્રીહરિચરિત્રામૃત સાગર’’ ની રચના છે. સ્વામીએ પ૮ વર્ષની ઉંમરે આ ગ્રન્થ રચનાનો પ્રારંભ કરેલો. ત્રણ વર્ષ અને ત્રણ માસના સમય દરમ્યાન ૯૭,૩૮૯ દોહા, ચોપાઈઓ, ર૩૦૯ તરંગ અને ર૮ પૂરની રચના કરી છતાં ગ્રન્થ અધૂરો રહી જવા પામ્યો છે. આ ગ્રન્થ શ્રીહરિની જીવન ડાયરી તરીકે બન્ને દેશમાં આદર પામ્યો છે.
આમ, આધારાનંદ સ્વામીનું જીવન શ્રીહરિના અનન્ય ઉપાસક, મુક્તાનંદ સ્વામીના સેવક અને લહીયા, સંપ્રદાયના સંત ચિત્રકાર, હિન્દી સાહિત્ય જગતમાં સૌથી વિશાળ ગ્રન્થના લેખક તરીકે પસાર થયેલું છે.
વિક્રમ સંવત્ ૧૯૧૯ માં આચાર્ય શ્રીરઘુવીરજી મહારાજે શ્રીભગવત્પ્રસાદજી મહારાજને ગાદી આપી ત્યારની સભામાં સ્વામીની ઉપસ્થિતિ નોંધાઈ છે. સ્વામીએ ક્યારે આ સત્સંગ પરથી પોતાની ઉપસ્થિતિનું છત્ર લઈ લીધું તેનો કોઈ ઉલ્લેખ મળતો નથી. વાર્તા ગ્રંથમાં સ્વામીની હયાતિ સં.૧૯૨૮ સુધી આલેખાયેલી છે.
સંપ્રદાયમાં ચિત્રકલાના એકમાત્ર જ્ઞાતા સંત શ્રી આધારાનંદ સ્વામીનાં ચરણે કોટિ કોટિ વંદન…
English
Shree Swaminarayan, the only painter in the field of Sri Ram Swaminarayan God, was a master of the painting, Mahabharata, the author of the book "Shree Hari Charitra dead sea", and a prominent place in the Ashtakavi, was the chief disciple and lohia of Sadguru Shree Sahanand Swami Sadguru Shree Muktanand Swami.
Swamishri was born at the village of Khodriad, in the house of the Gurjar Sultan caste, "Hansrajbhai". Childhood name was Veerji. The color of satsang has spread to the limbs of the family. The devotional spirit of the holy house of God like the Ashram of Rishi Muni has a profound effect in the life of Veerji. Veerji, who reached the threshold of youth, asked for his mother not to be a bride, but for Harrywar, she asked for the transfer of immortality. Mother empowered polarization; He inspired the son to walk in Gods foot, but the father, Hansraj, was very excited to have a self-sacrificing wife.
Gurudev also explained to Shri Muktanand Swami. At the end, being influenced by the Vairagya concept of Viraaj, Swami commanded Hansraj to stay in the home of the house and Birji got the leave to become a monk. Swami Maharaj took both the father and son to Swami Maharaj and when he told all the facts, Shrihari was very pleased and embraced both. According to Muktanand Swamis decision, Hariyi initiated Veerji and named him as Basantanand Swami. Swamijis second name was "Siddhanand Swami", because Swami himself was a poet, so that the name of Kirtans did not remain closed.
Sadguru Shree Saharanpur Swami is a Gurjar Surat, and he has inherited the skill of craftsmanship. Swami was the only painter saint of the sect. Making idols of small, large, simple or golden colorful Shreeji Maharaj. Many saints still found near to this day. Along with the painter, the Swami was also a unique loin. Swamy has obtained the title of Muktanand Swamis right hand and has played a bashful pen.
Along with drawing and writing, Swamy was also well-versed in architecture. Under the supervision of Swaminarayan, the temple was constructed under the guidance of Swaminarayan. The biggest work of Swamis life is the formation of a huge "Sree Birichi Ramaat Sagar" like Mahabharata. Swami started this granth composition at the age of 58 years. During three years and three months 97,389 Doha, Chapaio, 309 wave and 8 floods have been created, but the grant has remained incomplete. This granth has been respected in both countries as a diary of the lives of Sriharri.
Thus, the life of Saharanamband Swaminarayan is the unique worshiper of Srihari, the servant of Muktanand Swami and the Liyiah, a saintly painter of the cult, has been passed as the author of the biggest treatise in the Hindi literature world.
In the year 1919, Acharya Shree Raghuveerji Maharaj had given the throne to Lord Lakhwatprasadji Maharaj, and in the meeting there, Swamis presence was recorded in Vikram Samvat 1919. There is no mention of when Swami took the umbrella of his presence from this satsang. The story of the Swaminarayan in the story book is documented till 1928.
The only known knower of the painting of the Sampradaya, Katti Vatiya, in the footstep of Saint Shree Sahanand Swami.