Sadgu Aksharanand Swami – (સદ્ગુરુ અક્ષરાનંદ સ્વામી)
ગુજરાતી
અક્ષરાતીતનો આનંદ લૂંટનાર, અધ્યાત્મના અનુભવી આરાધક, અલબેલામાં અનુરાગ કરી તેમાં અખંડ રમણ કરનાર અક્ષરાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ પૂજો હતું. તેઓ “અલૈયા-મોડા” ગામના વતની હતા. નાનપણથી જ પરમાત્માં પ્રત્યે ખૂબજ અનુરાગ હતો અને સાચા મુમુક્ષુ ભક્ત હતા. એકવાર સંતો ગામડા ફરતા અલૈયા-મોડા ગયાને ત્યાંના રાજપુત્ર પૂજાજી અને દલુજીએ સંતોના વાણી અને વર્તન જોઈને મુમુક્ષુતાનું બીજ પાંગર્યું. ષાયાના અકલ્પ્ય હુમલાથી હતપ્રભ બનેલા પૂજા તથા દલા બંને ભાઈ શ્રીહરિવર સાથે હેતની હીર દોરીએ બંધાયા. તેથી તેમને મળવાની ઉત્કંઠા જાગી.
ગઢપુરમાં અક્ષર ઓરડીમાં શ્રીજીમહારાજ બિરાજમાન હતાને ત્યાં સંતો સાથે બંને રાજકુમારો મહારાજનાં દર્શન કરવાં આવ્યા. ત્યાં મહારાજને અષ્ટાંગ પ્રણામ કર્યાને શ્રીહરિ પ્રસન્નવદને દાદાખાચરને કહેઃ “આ સંતો! આ રાજકુમારોને ઉપદેશ આપી પરમહંસ દીક્ષા આપવા માટે લાવ્યા છે. આ બંને રાજકુમાર સગાભાઈ છે. એમ કહીને બંને ભાઈ પૂજા અને દલાને સામાન્ય દીક્ષા આપી સત્સંગી કર્યા.
મોટાભાઈ પૂજાજીનું સંત સમાગમરૂપી વારીથી તેમનું જીવન પુષ્પ ખીલ્યુંને મહારાજે તેમને પીછાળી વૈષ્ણવી દીક્ષા આપી ‘‘અક્ષરાનંદ સ્વામી’’ એ શુભ નૂતન નામ પાડ્યું અને તે સમયે તેમને સમાધિ થઈને અક્ષરધામમાં દિવ્ય સિંહાસન પર રાજાધિરાજ રાજરાજેશ્વર પરમાત્માં શ્રીહરિ બિરાજમાન હતા. તે સ્વરૂપનાં દર્શન થયાં. પૃથ્વી પરનું સ્વરૂપ અને અક્ષરધામસ્થ સ્વરૂપ બંને સ્વરૂપ એક જ છે. તેમાં કાંઈ ફેર નથી તે દૃઢ નિશ્ચય થયો.
દલુજીએ પ્રભુજીને એકસો સોનામહોર તથા ઢાલ તલવાર અર્પણ કર્યા ને ત્યારે પ્રભુએ કહ્યુંઃ “તમારા મોટાભાઈને મનુષ્યોને ઉપદેશ આપવા સંત કર્યા છે. સંત ગુણોએ યુકત એવા તમારે આજીવન સંતોની સેવામાં રહેવું. દલુજીએ શ્રીજી મહારાજની આજ્ઞા શિરે ચડાવી.
અક્ષરાનંદ સ્વામી વ્યવહાર કુશળ તથા તજજ્ઞ હોવાથી શ્રીહરિએ તેમને વરતાલના મહંત બનાવ્યા હતા. સ્વામીએ પણ શ્રીહરિની આજ્ઞા પ્રમાણે રહીને વરતાલ મંદિરની સારી સેવા કરી હતી. સ્વામી મહંત હોવા છતાં ‘‘નીચી ટેલ મળે તો માને મોટા ભાગ્ય જો’’ એ પંક્તિ અનુસાર સેવા કરતા. તેમણે નાના મોટા સંતો તથા હરિભક્તોની સંભાવના કરી અંતરનો રાજીપો મેળવ્યો હતો. સ્વામીજી કાયમ વરતાલમાં જ રહેતા. સંવત્ ૧૯૧૯ માં ભૌતિક દેહનો ત્યાગ કરી સ્વામીએ પોતાની જીવનલીલા સંકેલી અંતર્ધાન થયા હતા. તેમનો અગ્નિ સંસ્કાર ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીના અગ્નિ સંસ્કાર જે જગ્યાએ કર્યો હતો તેમની વચ્ચેની જગ્યામાં અગ્નિ સંસ્કાર કર્યો.
શ્રીહરિએ બનાવેલ મંદિરની સેવામાં સ્વાર્પણ કરી પોતાના જીવનપુષ્પને મહેકાવી સત્સંગ સમાજને પ્રફુલ્લિત કરનાર સદ્ગુરુ અક્ષરાનંદ સ્વામીનાં ચરણારવિંદમાં શતશઃ વંદન…
English
Anand Laxman, who was an experienced patron of spiritual science, was worshiped in Albela and worshiped Aksharanand Swamis prenatal name. They were from the village of "Aliya-Moda". From his childhood, he had a lot of love for Paramat and he was a true devotee. Once upon a time when the saints went to Alaiya-Moda, the Rajputs of Pujya and Duluji saw the seeds of liberation by seeing the words and behavior of the saints. Pure and Dala brothers, both of whom were created by the inauspicious attack of Shias, were made with green threads, with Sree Harvar. So woke up to meet them.
Shreeji Maharaj was sitting in the room chamber in Gadhpur, where he accompanied the saints to visit the princes Maharaj. There, Lord Swaminarayan said to the grandfather, "O saints! The prince has brought him to teach Paramahansa to initiate. Both of these prince have sagged. Having said this, both brothers worshiped Dasa and initiated a normal diksha.
Mahabaj pujajatis saints life began to flush his life, and Maharaj gave him the name Vaishnavi, "Shantanand Swami", he named it Shubhak Nutan, and at that time, he was sitting in Shadhi, in the Akshardhda, on the divine throne, Rajri ji Rajarajeshwar Paramat was occupied by Shrihari. It became a manifestation of the form. The form of the earth and the Akshardhamastha forms are the same. There is no difference in it, it becomes a firm determination.
When Duluji offered one hundred goldmahrs and shield sword to Lord, then Lord said: "Your sibling has been a saint to teach mankind. You have to live in the service of life saints, who have saintly qualities. Daluji shrived Shreeji Maharajs command.
As Shantanand Swami Vivekanak was skilled and expert, Shree Lahiri made him the chief of Vartal. Swami also did good service to the Vartal Temple according to Sriharivis Agnas. Despite being a Swami Mahant, "if you get a low tale, if you get a lot less, if you have a big fortune," then serve according to the row. He was able to get rid of the distance between the possibility of small saints and devotees. Swamiji lives forever in the Varanasi. In 1919, after leaving the physical body, Swamiji had a narrow gap in his life. His prayer was performed in the premises of Gopalanand Swami and Nityanand Swami.
Swaraj: Vandan in Charanvarind of Sadguru Shashtanand Swami, who favored Satsang Samaj in the service of the temple made by Sriharri.