Ame Kaho Brajma Kem Rahiye – (અમે કહો બ્રજમાં કેમ રહિયે)
ગુજરાતી
પૂર્વ ઈતિહાસ :-
પરજ રાગના કીર્તન સાંભળીને કાઠીઓએ નિયમ લીધા અને શ્રીહરિએ સંતોને દૃઢતાનો પ્રશ્ન કર્યો. શ્રીહરિ જ્યારે સભામાં પધાર્યા ત્યારે બધા સંતો હરખભેર ઊભા થઈ ગયા. જ્યારે શ્રીહરિ પલંગ ઉપર બેઠા ત્યારે સહુ સંતો પણ બેસી ગયા.પછી શ્રીહરિએ બ્રહ્માનંદ સ્વામીને કીર્તન ગાવા માટે સાન કરીને કહ્યું, જે પરજ રાગના પદ કહેવાય છે તે આજ તમે બોલો. શ્રીહરિએ જ્યારે આવી આજ્ઞા કરી ત્યારે ઘણા જ કાવ્ય નિપુણ અને ગાયક બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનની શરૂઆત કરી. તેમની જ જાતિના એક ગોપાલાનંદ સ્વામી નામે સાધુ હતા, જે તેમની જ સાથે રહેતા હતા.
પરજ રાગના જેટલા પદ કહેવાય તે બધા તેમને કંઠસ્થ હતા. તેમનો કંઠ પણ બ્રહ્માનંદ સ્વામીના જેવો જ હતો. એટલે બંને સાથે પરજના કીર્તન ગાવા લાગ્યા. શરણાઈના સ્વરના જેવો બંનેનો કંઠ મધુરસ્વર થી ઘણો શોભતો હતો. પરજ રાગને સાંભળીને બધા કાઠી દરબારો તેની ઘણીપ્રશંસા કરવા લાગ્યા. કુંડળ ગામના જેટલા પટગર અટકના કાઠી હતા તે બધા ત્યાં આવી ગયા હતા. કોઈ ઘેર રહ્યા ન હતા. પરજ રાગને બહુ ભાતથી એ સંતો ગાવા લાગ્યા ત્યારે તેને સાંભળીને બધા લોકોને ઘણું જ આશ્ચર્ય થયું.ગામના બધા જ લોકો પ્રસન્ન મનથી શ્રીહરિ પાસે એમ કહેવા લાગ્યા કે આપ ચોક્કસ કોઈ પરમેશ્વરનો અવતાર છો. તે સિવાય આવી રીત હોય નહિ.
અમેતો આવું પહેલી વાર જ જોયું છે. દુનિયામાં લોકો અનંત રાગોને ગાય છે. પણ તેમાં આટલી પ્રસન્નતા-પ્રીતિ કોઈને થાતી નથી.આ સંતોની રીત-ભાત, રહેણી-કરણી વગેરેને જોઈને અમારા મનમાં ખૂબ જ ખુશી-પ્રસન્નતા થઈ આવી છે. આવા સંતો દુનિયામાં ક્યાંય નથી. શરીર ઉપર રાખ ચોળીને ઘણા આવે છે. કપડાં કાઢી નાખીને નાગા ફરે છે. કોઈને ભગવાનના ચરણમાં પ્રેમ હોતો નથી. દિવસમાં ત્રણ વખત ‘રોટી’ ખાતા હોય છે. ખાવાનું નમળે ત્યારે ઉપવાસ કરે છે. ત્રણ વાર મળે ત્યારે ત્રણ વાર ખાય અને તેટલા માટે જ લાલજીની મૂર્તિ રાખતા હોય છે. ગાંજો અને મફર (મુફર્રહ (અરબી) એનામની એક કેફી ચીજ) વિના તો એક પળ માત્ર રહી શકે નહિ. આખો દિવસ વ્યસનોમાં જ ગુમાવતા હોય છે. ધનને મેળવવા માટે કપડાંને પણ તજી દે. ધનમળતું હોય તો તેને ક્યારેય જવા ન દે, ખૂબ જ કાળજી રાખીને ધનને કૌપીનમાં સંતાડે. કોઈક તો ધનને જટામાં છુપાવી દેતા હોય છે. કોઈ રાખમાં સંતાડે તો કોઈ કૌપીનના આડબંધમાં સંઘરી રાખે, કોઈ ધોતીમાં ગુપ્ત રાખે. ગાંજો પીવાના આશયથી ઝાઝું ધન એકઠું કરતા રહે છે અને જ્યારે વધારે ધન ભેળું થઈ જાય ત્યારે કોઈ સારી જગ્યા (આશ્રમ-સ્થાન) બાંધે છે.
કોઈ નદીનો કિનારો, પનઘટ (સ્ત્રીઓને પાણી ભરવા જવા આવવાનોમાર્ગ-પાણી ભરવાનો ઘાટ) અને સરોવરની સારી, એવી જગ્યા જોઈને ત્યાં માળા ફેરવવા બેસે. કોઈ ભાવનાશીલ સ્ત્રી આવે તો માળાને મૂકી દે અને એની સાથે મલિનતા નો તાલ મેળાવે. ‘‘અત્યાર સુધીમાં તો હું ઘણા મોટા મોટા તીર્થોની યાત્રા કરી આવ્યો છું. હવે હું ચાલી ફરી શકતો નથી. તમારે આધારે આવીને અહીં બેઠો છું. હવે મારાથી ચલાતું નથી. સ્ત્રીઓના દિલમાં દયા બહુ હોય છે. આવું વિચારીને હું અહીંયાં રહ્યો છું. હું જડી-બુટ્ટી બાબતમાં બહુ અનુભવ ધરાવું છું. તેનાથી જે ચાહે તેને પુત્ર થઈ શકે છે. આવી બધી બાબતોને હું જાણું છું. તમે કોઈને કહેશો નહિ. આજ સુધી મેં આ વાત કોઈને કહી નથી.
તમને સારા માણસ સમજીને કહીયે છીએ તો કોઈને કહેશો નહિ. દુનિયામાં માણસની જાત જ એવી છે કે કોઈ સારા સત્પુરુષને ઓળખી જ શકતી નથી.’’ આવી વાતો તે ભેખધારીઓ લોકોને કરતા હોય છે.ભાવના વિના ભક્તિ ન હોઈ શકે અને ભક્તિ વિના મોક્ષ ન હોઈ શકે. એટલા માટે ભાવના રાખવી જોઈએ, કારણ કે ભાવનામાં જ મનના સંકલ્પોની બધી જ સિદ્ધિઓ રહે છે. આ જગતમાં જેટલા ભેખધારીઓ છે તે બધા ધન અને સ્ત્રીના યારી-પ્રેમી છે. ચારે ધામોમાં જે કોઈ સાધુ-સંતો કહેવાય છે તે બધા ધન અને સ્ત્રીની વાસનાથી દબાયેલા (તળિયે રહ્યા) છે. ચાર સંપ્રદાય અને બાવન દ્વારા, એ બધા ધન અને સ્ત્રીમાં બૂડેલા છે. જગતમાં કહેવાતા આચાર્યો પણ ધર્માચરણને તજી દઈને વિપરીત કર્મ – અધર્મમય કર્મોને કરે છે. આપથી કોઈમોટો આચાર્ય નથી અમે મનમાં એવું જાણીએ છીએ કે આપ કોઈ અવતારી પુરુષ છો. અમારી કાઠીની નાત ઘણી ખુમારી વાળી જાતિ કહેવાય. અમે કોઈ રાજાનેપણ તાબે ન થઈએ.
કોઈને મારતા અમે કોઈની વાટ ન જોઈએ. અમે અપાર લોકોને મારી નાખ્યા હશે. તેને ગણતા પાર આવે તેમ નથી. આપને દેખ્યા પછી અમારું મન એવું થયું છે કે હવે પછી આપ જેમ કહો, તેમ અમે કરીએ. અત્યાર સુધી અમે બહુ લૂંટફાટ કરી છે, છતાં અમારી ભૂખ ભાંગી નથી. આપના વચનથી અમે નિયમો (વ્રતમાન) રાખશું-પાળશું. કોઈ વાતે અમે ખામી રહેવા દેશું નહિ.તેનાથી અમારો આ લોક અને પરલોક સુધરી જાય.
ત્યારબાદ શ્રીહરિની આજ્ઞાથી પરજ રાગના કિર્તન ગાવા લાગ્યા અમે કહો બ્રજમાં કેમ રહીયે :
કિર્તન :-
રાગ :-
અમે કહો વ્રજમાં કેમ રહીયે, મૈયા રે તારો લાલ અટારો. ટેક.
રાત દીવસ મારી કેડે પડ્યો છે, કેટલુંક આવીને કહીયે. મૈ૦ ૧
ચોરી કરી મારા ઘરડામાં છાની, દહાડીનું દુઃખ કેમ સહીયે. મૈ૦ ૨
ખેલ કરે જમુનાજીને આરે, આવી બાઝે મારે મહીયે. મૈ૦ ૩
બ્રહ્માનંદ કહે ગોકુલ મેલી, કહો તો મથુરામાં જઈયે. મૈ૦ ૪
ભાવાર્થોપદેશ :-
બ્રહ્માનંદ મુનિ ગોપીભાવે જશોદાને રાવ કરે છે. હે જશોમતિ મૈયા તેરા કનૈયા અનાડી હૈ.
‘‘મનમસ્તકનૈયાનંદદુલારાઝગરતસાંજસબેરા
મગબીચ ખડા રહત આગેસે માઁગત મહિ મોઘેરાં.(મહઁગેરા)
લોકલજ્યામનમેંનવઆયેનવરંગચુનરિયાફારે
માનતનાંહિબાંહ્યમરોરેજલ-દૂધગગરીયાફોરે
ચોરીકરતઆળચડાવતજોરેઆવતપીછે
ઘરમેંઘુંસતનજરચુરાકેમહિચોરનકેમીષે
માઁ દેખ આ તારો બાલ કેવો હઠીલો છે. દાણ માગે – જમુના પાણી જાતાંરોકે.પાણી ભરીને આવતાં કાંકરો મારી મટુકી (હેલ) ફોડે. દાણ ન આપીએ તો એલફેલ બોલે. વૃંદાવનની વાટે જઈએ તો મહી માટે બાઝી પડે. અમારે તો નિત્ય આ ધંધો છે. મહી વેચવા જઈએ પણ તારા લાલનો એકજ ધંધો દાદાગીરી કરી જોરાવરીયે ખેંચીને જ ખાવું. સરળતાથી માંગીને ખાય તો જાણે પચે જ નહિં. આતે કોઈ રીત છે. જરા સમજાવો. આ તમારા છૈયાને અમને તો કાયર કરી નાખ્યા છે. એ શું બોલે છે. ખ્યાલ છે. માઁ મારે તો ઘણુંય કહેવું છે. પણ હું બીકની મારીનથી બોલતી. જો તું લાલાને ખીજાય એની રીસ-રોષ અમારા પર કરે વિશેષ હેરાન થઈયે. સવાર પડે ને ઘરમાં સૂતા અમારા બાળુડાને ચોંટકા ભરે. ગાલે થપાટ મારે. કપડાં ખેંચે. વાછરૂં છોડે.
ગાયોને ધવરાવી દે. હું પાછળ દોડું તો એપાછો ચુપકે ચુપાકે ઘરમેં ધાયકે મકખન ખિલાવત મંકી (વાનર) કો. કુન કરે ફરિયાદ યશોદા મૈયા બરજતૂં કનિયાકો. મૈયા અમે આ માખણચોરને નજરે જોયો હોય કે અમારી છેડતી કરી હોય. અને અમે કાનજીનો કાન પકડી તારીપાસે લાવીયે તો તમારી પાસે સાચો થાવા વાત બનાવી અમને પાછા પાડે. અને તમે એની વાતમાં આવી જાવ છો. તો અમે કહો કેમ કરીયે હવે તો એમ થાય છે. કે આ તારો ચિત્તચોર ‘‘બરજ્યો ના માને’’ સમજાવ્યો સમજે એમ નથી. અનેલોકમાં લાજ લે છે. તેથી ગોકુળ મેલી કહો તો મથુરા નગરીમાં જઈએ. આમગોપીયો પોતાની મીઠી જીભે મીઠો મસકો મારી મીઠા બોલી મીઠે મોઢે ફરિયાદ કરે છે. અંતરમાંતો કનૈયાના ચેનચાળા મરમાળા લાગે છે. અળવીલાના આળવીતરા કામા સુખધામા સમાન લાગે છે. માઁ આ કનૈયા વિના રહેવાતું યનથી અને કાંય સહેવાતું ય નથી.
બીજા પદમાં સ્વામીએ કનૈયાની ફરિયાદ રજૂ કરી છે. જે ઉપર મુજબ કાના પ્રત્યે પ્યારભરી નફરત કરી છે. પરંતુ કાના પ્રત્યે નફરત ભરી નજર નથી.ગોપી મનમાં સમજે છે કે આમ કનૈયાને વગોવશું તો અમને એ સલોની માધુરીમૂરત ઉપર મનની સુરતા લાગી છે. અર્થાત્ અંતરમાં તો શ્યામ મનોહરમાં મનડાંમાન્યા છે. દલડું દળાય છે. શ્યામના શમણાંથી અંતર કોરાય છે. એને જગત કેમ જાણશે ? કે ગોપીયોને કાન કેવો વ્હાલો હતો. માટે સ્વામીએ ત્રીજા ચોથા પદમાં કૃષ્ણ છબીમાં ઘેલી થયેલ ગોપી કૃષ્ણ સ્વરૂપનું વર્ણન, શૃંગાર વર્ણન એકરૂપતાની ઝાંખી કરી છે. ગોપી કહે છે હે શ્યામ તમારૂં રૂપ જોઈ મારા નેણાં લોભાણાં છે.
જેમ વિષયી જીવને વિષય મળતા અધીરો થાય. તેમ ગોપી કહે છે અમને તો તારા રૂપમાં જ રસ મનાયો છે. હે પ્રભુ તમારી પાઘમાં નવલ કલંગી સોહી રહી છે. હૈડે હેત કરીને મોતીડાંની માળા ધારણ કરી છે. આવા શૃંગારાદિકથી સજ્જ ધજ વ્હાલા આપની ઉપડતી છાતી જાણેકે ધનલોભને ધન મળતા છાતી કાઢીને ચાલેતેમ આપ અમે ગોપીયો રૂપી ભક્તોના પ્રેમથી પ્રફુલ્લિત હૈયું ભરી જ્યારે આપ ગજગતિ ચાલ ચાલો છો એમાં અમારાં મનડા લોભાણાં છે. આવા સુભગમનોહર મૂરતિ પર હું મારૂં તનમન સરવસ્વ વારી નાખું છું, કુરબાન કરૂં છું. હેપ્રાણપ્યારા ! વ્હાલા ! ભક્તોના હૈયે વિહાર કરનારા નવલવિહારી હું તો તારી લાવણ્યતામાં લેવાઈ (ખેંચાઈ) ગઈ છું. શરદપૂનમના પૂર્ણચંદ્ર સમાન મુખ જોઈ તારી ભ્રકુટીમાં ભરમાણી છું. જેમ કોઈ ભરમાવે, ભરમ ઉપજાવે, એમાંથી નીકળાય નહિં તેમ ભ્રકુટી વિલાસમાં હું ખોવાઈ ગઈ છું.
તારા છોગલીયા સહિત શોભતી મૂર્તિમાં ચકચૂર થઈ ગઈ છું. હે ડોલરિયા – બ્રજદાણી ઈચ્છિત દિવ્ય સુખના દાતા. હું તારી નેણાંની સાને – વેણારૂપી તીરથી વિંધાયેલી છું. જેમ બાવળનો કાંટો ઉંડો વાગ્યો હોય, જ્ઞાનતંતુ ભેદાયા હોય અને જીવની વૃત્તિ અખંડ પીડાને અનુભવે તેમ અમારૂં મન તમારા રૂપ રસનો જ અનુભવ કરે છે.
English
Pre-history: -
Kathis took the rule by listening to the rumor of Paraz Raga, and Shri Lahiri asked the saints to be strong. When Srihari was present in the meeting all the Saints got up again. When Shreeji was sitting on the bed, all the saints also sat. Then Shreehari praised Brahmanand Swami for singing kirtan, and said, Speak to you today that is the position of Paraj Raag. When Srihari made such a command, many poetry proficient and singer Brahmanand Swami started the kirtan. One of his own tribe was a monk named Gopalanand Swami, who lived with him only.
All those who are called as pujas of Rag were all memorable. His voice was similar to Brahmanand Swami. So both of them started singing the melody of the world. The sound of both of them was like a bed of shawl. All the kathi courtiers started listening to their rage. All those who were in the Kundal village satta siddhi sathi, all came there. No one stayed at home. All the people were very surprised when they started singing the saints with a lot of attire. All the people of the village expressed their happiness to Shri Hari, saying that you are definitely an incarnation of God. Apart from this, there is no such way.
We have seen this for the first time. People in the world sing endless ragas. But there is no such happiness in this. There is a lot of happiness in our mind after seeing the ways and means of these saints. Such saints are not anywhere in the world. Many come ash rice on the body. Naga moves by removing clothes. There is no love in Gods footsteps. There are three roti accounts a day. Fasts fast when you eat food. Three times when I get three times, I have eaten three times, and for that reason, I have taken idols. Cannabis and muffar (a strange thing from Anfah (Arabic) Anam) can not be left alone for a moment. All day is lost in addictions. To get the riches, you will also have to leave clothes. If he is wealthy, he will never let it go, with great care, he hides money. Somehow they have hidden treasures in the jata. If someone hid in ashes, then they keep a secret in the siege of the saddle, keep a secret in the dhoti. Cannabis accumulate for the purpose of drinking cows and when a lot of wealth is collected, a better place (ashram-place) is built.
Seeing the shore of a river, panghat (the fountain of water for the women to be filled with water) and a good place for the lake, there is a place to rotate the beads. If an emotional woman comes, she will put a nest and will be able to mingle with it. "So far, I have come across many big pilgrims. Now I can not run You are coming here and sitting here. Now I do not run There is great kindness in womens hearts. I have been here by thinking of this. I have a lot of experience in Jade-Booti. The person who loves her can have a son. I know all these things. You will not tell anyone. Until now I do not tell anyone about this.
Do not tell anyone if you are a good man. There are people in the world who are not able to identify a good saint. "These things are said to people in the form of illiteracy. Without devotion, devotion can not be and there can be no liberation without devotion. That is why the spirit should be kept, because all the achievements of the thoughts of the mind are in the spirit only. All the people in this world are rich and lover of wealth and woman. All those who are called Sadhus-Saints in all the rituals are pressed (at the bottom) of all wealth and feminine lust. Through the four sects and the baths, all of them are rich and brilliant. The so called acharyas in the world also abandoning charity and doing karma-superstitious karmas opposite. You do not have any Acharya, we know that you are an incarnate man. Our caste caste is a very happy caste. We should not subdue any king too.
We do not want anyone to beat anyone. We will have killed the unarmed people. It can not be counted. After giving it to you, our mind has been like that, as you say now, we will do as well. So far we have plundered much, yet our hunger is not broken. By your promise, we will keep the rules - we will obey. In any case we would not have to be faulty. This will improve our people and our world.
After that, we started singing Kirtan of Paraj Raga with the command of Shrihari. Why should we remain in the Braj?
Kirtan: -
Rag: -
Why do we say, why are you staying in bed, Maia Ray star red arrays? Tech
My day is a nightmare, some come and say. Ma 1
I stole my house and smiled at the day. May 2
Playing Jamunaji came, I came in the way. May 3
Brahmanand says Gokul Mali, say, go to Mathura. Mai 4
Purpose: -
Brahmanand Muni Gopibhav raises Jashodha Rao. O Jahomati Maa Tera Kanaiya Anadi Hai
ManmastankanayandandalarajagaratSangsabera
Mugabech Khada is free of cost. (Mahigara)
LocalGermanyNewJoin
Honeymoon-monorail-milkgiriafire
Predicts
Home-based
My eyes are so stubborn like this child. Desire seeks water - Water from the Jamuna. The gravels that fill the water, break my tongue. If you do not give it, you will say helpless. If you go for Vrindavan, then it will be easy for you. We always have this business. You go to sell a month but you have to eat the same business by reducing your red dada and pulling it. If you eat easily, then you will not know. There is no way to do this. Explain. This has made your shadow useless. What is it? Is the concept. I have to say a lot. But Im afraid of lying. If you take the rubbish out of the rage, it will be very annoying to you. Our family gets stuck in the morning and sleeping in the house. Galle Splinter Draws clothes Let loose
Cows I am a stranger to my family and I am a homo sir. KUN KARU COMPLAINS YASHADA MAYA BARJATU KUNICA Maia We have seen this butterfly look or have been molested by us. And if we bring a sharp ear to the threshold, then we will talk back to you and give it back to us. And you come into that. So why do we say it now? Thats not to say that you cheated the cheetahs "do not believe in the doctrine". And lock the lock. So go to Mathura town, say Gokul Mali. Agogipea complains of sweetness and sweetness in her sweet tongue. In between, Kanaiya seems to be flirty. Alvvittara Kama of Jalvilla looks similar to Sukhma. I do not care about this thing without being harassed and afraid of anything.
In the second position Swami has filed a complaint with Kanaiya. According to the above, he has hated Kanye. But do not look down on Kane. If you think that this is the case with Kanaiyya, then we have got the sense of mind on the silhouette of the saloons. That is why, in the distance, there are intense minds in Shyam Manohar. Im sorry. There is a difference between the darkness of the dark. Why would the world know about it? That Gopi had ear ears. For the third, the description of Gopi Krishna Swaroop made in the image of Krishna in the fourth position of the Swaminaras, has described the unification of the description of the erotic. Gopi says, O my dark eyes, my nuns look greedy.
Just as the mushy soul gets impatient with the subject. Gopi says that we are interested only in your form. O Lord, you are going to navigate Naval Kaliyang in your tiger. Haide has used a pearl beads with a tendency to be woven. If you are happy with the love of the Gopi worshipers, you are filled with fondness when you are filled with glowing love when you are blessed with the blessings of Goddess Dhanlopa. I am going to bow down to my superiority on such a superlative image, I am praying. Thanks! Dear! Nawalvihari, I am attracted to the devotees of the devotees, I have gone (stretched) into your elegance. Seeing the full moon face of Sharadapunam, I am filled with Bharuchuti. I am lost in Bhrakuti Villas, as if someone is soaked and frozen.
I am confused with the idol of Lord Sagittarius, including Touglia. Hey Dollars - Bridal Tariffs Expecting Divine Happiness I am stuck with the arrows of your nuns. Just as the bowl of the thorns is deep, nervous, and feels the intensity of the pain of life, our mind feels only in your nature.