Annkut Utsavko Din Aaj – (અન્નકૂટ ઉત્સવકો દિન આજ)
ગુજરાતી
પૂર્વ ઈતિહાસ :-
શરદપૂર્ણિમાં પૂર્ણ થતાં જ લાડુબા જીવુબાની આગેવાની નીચે અન્નકૂટની સામગ્રી મંગાવવી. સત્સંગ મહિલા વૃંદ દ્વારા અનાજ સાફ કરવાની સેવા જોરશોરથી ચાલતી. જેતલપુરની ગંગામાં આવી ગયેલા શ્રીહરિ ગંગામાના હાથનો જ થાળ જમતાં. હિંદુ જીવનમાં અન્નકુટનું મોટું સ્થાન મહત્વભર્યું છે. આ સમયમાં પૃથ્વી (જળ-ધન-ધાન્ય-ફળફૂલથી) પરિતૃપ્ત હોય છે. દિવાળી ખેડૂતો અને વેપારીઓનું મહાપર્વ ગણાય. બંને અહિંસાના પ્રતિક ગણાય. અન્નકુટ શક્તિ ઉપરાંતનો ભક્તિ ઉત્સવ છે.
૩૨ ભોજન-૩૨ વ્યંજનો વાળા ૫૬ ભોગ ધરાવાય છે. અન્નકુટમાં ગોવર્ધન પર્વત શણગારવામાં આવે છે. ગોવર્ધન એટલે ગાયના છાણનો નાનકડો ડુંગર ઉપર ધજા ખોસવાની હોય છે. ઈંદ્રનું માન ખંડન કરવા ભગવાન શ્રીકૃષ્ણ ચંદ્રએ ગોવર્ધન પૂજા રાખેલ. સો લોહ દુર્ગોનો વજ્રથી નાશ કરનાર ઈન્દ્ર ગર્વરહિત નિર્માની થઈ પ્રભુને નમી પડ્યો. નંદજીને ત્યાં પ્રગટ થઈ શ્રીકૃષ્ણચંદ્રએ ગોવર્ધન આગળ અન્નકુટ ઉત્સવ પ્રારંભ કરેલો. ગઢપુરમાં સાંખ્યયોગી કર્મયોગી પાત્રતાપ્રમાણે ધાન્ય ખાંડવા-દળવા-પાપડ વણવા-દૂધની ચણાના લોટની આઈટમો બનાવવા વગેરે સર્વ સેવામાં મંગળગીતો સ્તોત્રો, ભજનો, ગવાતાં. બે રસોડા ચાલતાં. એક પ્રભાશંકર વિપ્રની આગેવાની. એક ગંગામાની આગેવાની. એક બાજુ કિર્તનોનો મીઠો સૂર ભક્તિમય વાતાવરણ સર્જે છે.
એક બાજુ મોટા ટોપ, કાથરોટ, ઝારા, કડછા, થાળીઓના સેવા સહયોગી અવાજ. તેજાના તૈયાર થતાં પકવાનોમાં તેજાનાનો સુગંધ, તળેલ વાનગી, માવાની વાનગીઓ બનવા લાગી.શ્રીકૃષ્ણચંદ્ર બલરામ સંગ ખંભે કાળી કામળી રાખી અન્નકુટમાં પધારતા તેમ મહારાજ આજે સ્વચ્છ શ્વેત વસ્ત્રો ધારણ કરી, માથે પાઘમાં ફૂલોનું લટકતું છોગું અને હાથમાં માળા લઈ શ્રીજી મહારાજ અન્નકુટ દર્શન માટે પધાર્યા. વાસુદેવાનંદ વર્ણીએ ચોસઠ વાટકાવાળો સુવર્ણથાળ વાસુદેવનારાયણને ધરાવ્યો (સ.જી. ૩- ૧૮૦). શ્રીજી મહારાજની આજ્ઞાથી મુકુંદાનંદ વર્ણીએ આરતી ઉતારી અને પ્રગટભગવાન એવા હરિકૃષ્ણ મહારાજે વાસુદેવનારાયણની મૂર્તિને બે હાથ જોડી પ્રણામ કર્યા અને પછી મૂર્તિઓની સામે પાથર્યા વિનાની જમીન પર બેસી જઈ સભા કરી (સ.જી. ૩-૧૮૪).
શ્રીજી મહારાજ દરેક સત્સંગીને મર્યાદા સાચવવાનું પ્રસંગેપ્રસંગે શીખવાડતા, મનુષ્યે કેમ જીવવું, કેમ વર્તવું, કલ્યાણ માટે પ્રભુસેવા કેમ કર્યા કરવી તે માટે પોતે આદર્શ મનુષ્ય લીલા કરતા હતા. પોતાના આશ્રિતોને એક વાત જરાય વિસારે ન પડવા દેતા કે પોતે મનુષ્ય તરીકે રહે છે અને મનુષ્યતરીકે વર્તે છે.શ્રીહરિએ બ્રહ્મમુનિને અન્નકૂટોત્સવનું પદ ગાવા આજ્ઞા કરી અને પછીપ્રેમસખી તરફ જોયું અને અન્નકુટનું પદ ગાવા આજ્ઞા કરી. હર્ષાશ્રુ ભરી આંખે પ્રેમાનંદ મુનિએ સારંગી ઉઠાવી અને મૃદંગ, સરોદ, ખંજરી, સિતાર, દુક્કડગાયક-સંતોના હાથમાં ઝણઝણી ઊઠ્યાં. આ બાજુ મુકુંદાનંદવર્ણી બ્રહ્મમુનિ વગેરે સંતો મહારાજને ખૂબ તાણ કરી કરી મનુવાર કરી જમાડતાં અન્નકૂટની તમામ ચીજ મહારાજને જમાડી મહારાજ ના પાડે પણ સંત બ્રહ્મચારી ભગવાનને જોરાવરીયે અતિવ પ્રેમથી જમાડે. આ બાજુ મહારાજ જમી રહ્યા પોતાના આસને બિરાજમાન થયા.
કીર્તન :- રાગ :
ઉત્સવ કી દિન આજ, અન્નકૂટ ઉત્સવ કો દિન આજ;
મોતૈયા સેવૈયા જલેબી, દળ મરકી સુખદાન;
બરફી પેંડા બિરંજ બહુવિધ, સુંદર ઔર રસાન. અન્નકૂટ.૧
વ્યંજન વિવિધ પ્રકાર કીયે શુભ , વ્યંજન વિવિધ પ્રકાર;
જિમાવત જગદીશ મહાપ્રભુ , હરિકૃષ્ણ પ્રગટ કીરતાર. અન્નકૂટ. ૨
અન્નકૂટ કી રચના અલૌકિક, એસી ન લખી કહુ આન;
તેહી બીચ બેઠે સોહત શ્રીહરિ, ધરત જાહી મુનિ ધ્યાન. અન્નકૂટ. ૩
વિવિધ ભાંતિ વાર્જિત્ર બહાવહું, સબ સજાહુ તનલાજ;
બ્રહ્માનંદ એહી ભાંતિ કહ્યો , હરિકૃષ્ણ સબહી શિરતાજ. અન્નકૂટ. ૪
ભાવાર્થોપદેશ :-
પદ પૂરું થયું અને અન્નકૂટને નમસ્કાર કરીને ‘જય સ્વામિનારાયણ’ કહેતા શ્રીજી મહારાજ ઊભા થઈ ગયા. ત્યારે જ બધાંને ભાન આવ્યું કે દિવસ ઘણો ચઢીગયો હતો. અન્નકૂટની પ્રસાદી આરોગવા, તરત લાંબી લાંબી પંગતો પડી. ઉત્તરીય રેશમી વસ્ત્રથી પીતાંબરને દૃઢ બાંધી શ્રીજી આગ્રહ કરી કરી સંતોને અને હરિભક્તોને પીરસવા લાગ્યા. તેમની પાછળ પાછળ મૂળજી બ્રહ્મચારી ઘીની વાઢીથી દરેકના દૂધપાકના પડિયામાં ઘી રેડતાં ઊંચેથી બોલવા લાગ્યા : ‘હરિભક્તો! મીઠાઈ તો સ્વાદુ હોય પણ ખુદ ભગવાનના હાથે ભગવાનની પ્રસાદી દૈવી સ્વાદ પામે છે માટે માગતા જ રહેજો.’ સુરા ખાચર જેવા ખાવાના શોખીને બૂમ પાડી : ‘મહારાજ ! આ બાજુ આવો. ખાવાથી કોઈ થોડું મરી જાય છે ?
મેં એક જ બેઠકેખાવાનું વ્રતમાન લીધું છે એટલે તમતમારે જલેબી, ખાજાં, મોતિના, મોહનથાળ, બરફી હારે જ મૂકતા જાઓ એટલે પાછું માગવું ન પડે.’ પાછળ પાછળ પીરસતા બ્રહ્મ મુનિ બોલ્યા : ‘આ સ્થળે મરવાની ચિંતા નથી. તમને ઉપાડીને ઘરે લઈ જવાની ચિંતા થાય છે.’ અને મહારાજ સુધ્ધાં હસી પડ્યા. શ્રીહરિએ આનંદ કરાવી ફરી ફરી પીરસીને સર્વે ભક્તોને સંતુષ્ટ્યા. આવી જ સ્થિતિ જયા-લલિતાએ સ્ત્રીઓની અલગ પંક્તિઓમાં વીજળીની જેમ હસતાં-પીરસતાં કરી દીધી હતી. બધાંય ખૂબ તૃપ્ત, સંતૃપ્ત થઈ ગયાં હતાં.
English
Pre-history: -rnrnAfter completion of the Sharadpuri, invite the ingredients of Ankkoot under the leadership of Laddu Jibbaba. The service to clean grains by satsang women troupe runs vigorously. Jhelals Ganga came in the hands of Shrihari Gangama. An important place in Ankhat is important in Hindu life. In this time the earth (water-rich-grain-fruitful) is saturated. Diwali farmers and merchants are considered as important. Both of them are symbols of non-violence. There is a Bhakti festival beyond the power of Kanakut.rnrn32 meals - 56 consisting of 32 consonants have been sacrificed. Govardhan Mountain is decorated in the city of Ankot. Govardhan means that the small dung of cow dung has to be removed. To defame Indra, Lord Krishna Chandra has kept Govardhan worship. The Goddess of destruction of the iron castle, she bowed down to the Lord without being made unguarded. Shrikrishna Chandra started the Annukut Festival before Govardhan. In Gadhpur, collective Karmayogs can be used to prepare grains of gram flour and milk-granules-making milk items of milk flour. Two kitchen walks. Led by one of the most influential Wippers. One Ganges Leader. On one hand, the sweet melody of the kitans creates a devious atmosphere.rnrnOn one hand, a large top, cathart, zara, stiff-necklace, Thalis service associate voice. Shrikrishna Chandra Balarama Sangh, who used to wear black cotton while wearing black cotton, took a clean white garment, hanging flowers in a tiger, and Shreeji Maharaj took the wreath in his hand for the Annukut Darshan. Vasudevnand Varna took the Vaatka with a golden vase (Vasudeva 3- 180). With the command of Shreeji Maharaj, Mukandanand Varni lifted an aarti and worshiped the god Harikrishna Maharaj Vasudev Narayan by worshiping two hands and then sat on the landless land against idols (cg 3-184).rnrnShreeji Maharaj used to teach each other on the occasion of saving the limits of satsang, why do humans live, why behave, and why do they want to serve God for salvation? One should not forget that one of his dependents lives as a human being and acts as a human being. The Holy Father commanded Brahmamuni to sing the title of Aknakatotsav and saw him on the other side and ordered to sing Ankush. Given the joy, Parmanand Muni lifted the sarang and jumped in the hands of the mudang, sarod, tambourine, sitar, sage and sage. On this side Muktanandwarni Brahmamuni, Samadhi Maharaj and Samata Maharaj did not give all the items of Ankkoot, but they would give him the blessings of Lord Shiva, but he would bless the Saint Brahmachari Lord with great love. On this side, Maharaj sat down and sat on his seat.rnrnKirtan: - Raag:rnrnCelebration Key Day Today, Annakut Festival is celebrated today;rnrnMutaiya Saiya Jalebi, Darya Virki Sukhadan;rnrnBarfi panda biranjh multiple, beautiful aur rasan Anchokt.1rnrnDifferent types of consonants are good, different types of consonants;rnrnJivavat Jagdish Mahaprabhu, Harkrishna Pragat Kirarat. Enchanted 2rnrnAnkToot key composition is supernatural; do not write AC;rnrnSohat Shreehari, Dharti jaani Muni meditation Enchanted 3rnrnVarious Bhavishya Virajitra Bahadhu, Sub-Dinhun Tanaraj;rnrnBrahmananda said, "It is a miracle." Harikrishna Sobhi Shirrataj Enchanted 4rnrnPurpose: -rnrnShreeji Maharaj was standing up and saying, Jai Swaminarayan by bowing down to Anankoot. Only then did everyone realize that the day was very much developed. Ankkoots prasadi, soon after prolonged rump. Shreeji insisted on strengthening the northern silk cloth, and started serving the saints and devotees. On the back of the original, the brahmachari ghee used to pour ghee on each and every persons milk, and said, Haribhakta! Sweets should be tastes, but you should always want to enjoy Gods love for God. "Sura Khachar said," Maharaj! " Come to this side. Does eating a little die?rnrnI have taken the one sitting in the house, therefore, do not keep asking for Jalebi, Khaja, Moti, Mohantal, and Barhi, if you do not have to ask again. Brahma, who is serving behind the back, said: There is no worry of dying at this place. You are worried about taking you away from home. And Maharaj laughs. Shrihari satisfied with all the devotees again and again. Jaya-Lilita had similarly laughing like women in different lines of light. Everyone was very satisfied, saturated.