Arjun Bhagat – (અર્જુન ભગત)
ગુજરાતી
શ્રીહરિનું નાનુ વચન લોપાય તો પણ મહદ્ વચન લોપાય એવા આજ્ઞાનુસંધાનના આગ્રહી ભક્તરાજશ્રી અર્જુન ભગત દાસાનુદાસ થઈને સત્સંગના ઈતિહાસમાં સેવકનો આદર્શ પ્રસ્થાપિત કરી ગયા છે. તેઓ દાદા ખાચરની ગાયો-ભેંસો ચરાવવાની સેવા કરતા.
અર્જુન ભગતના જીવન વિશેની એક જ વાત એવી જાણવા મળી છે કે સત્સંગી માત્રને પ્રેરણા લેવા જેવી છે. એક સમયે અર્જુન ભગત ગાયો ચરાવતા હતા ત્યાં અચાનક એક દીપડાએ ગાય ઉપર હુમલો કર્યો. ત્યારે આ સહજાનંદી સિંહે ગાયને બચાવતા દીપડાં પર વાર કર્યો. મોટો પથ્થર લઈને માથા પર ઘા કર્યો અને ત્યાં જ દીપડો મરી ગયો. ત્યારે તેમને આનંદને બદલે દુઃખ થયું. તેમનું હૈયું કંપી ઉઠ્યું. શ્રીહરિએ તો મચ્છર સરખા જીવની હિંસા કરવાની પણ ના પાડી છે ને મારાથી તો આ અતિ મોટા જીવની હિંસા થઈ ગઈ. મે અતિ મોટુ પાપ કર્યું છે. આમ માનીને મૂંઝાઈ ગયા.
આ પોતાની ભૂલનું પ્રાયશ્ચિત લેવા તેઓ સ્વયં શ્રીહરિ સામે હાથ જોડીને ઉભા રહ્યા અને દર્દ ભર્યા સ્વરે પોતાની ભૂલની કહાની કહીને પ્રાયશ્ચિતની માંગણી કરી ત્યારે શ્રીજી મહારાજ અતિ રાજી થયા અને કહ્યું તમે હિંસક પ્રાણીથી ગાયની રક્ષા કરી છે તે અતિ મોટા પુણ્યનું કામ કર્યુ છે. આમ કહીને શ્રીહરિએ તેમને થાળની પ્રસાદી આપીને શોક દૂર કર્યો.
આવા હતા એ ભક્ત રાજ. તેમના જીવનમાં તેમણે એક પણ શ્રીહરિની આજ્ઞાનો લોપ થવા દીધો નથી. અર્જુન ભગત વરતાલ મંદિરની પ્રતિષ્ઠા વખતે શ્રી હરિની માથે છત્ર લઈને સતત સેવામાં રહેલા.
ધન્ય છે આવા આજ્ઞા પાલક ભક્તોના જીવનને…
English
Arjuna Bhagat Dasanudas, an ardent devotee of Aajnasandan, who is able to obtain Mahad Vachan even if Sri Lahiris small word is found, has established the ideal of a servant in the history of satsang. They serve grazing cattle of Dada Khachar.
The only thing about the life of Arjun Bhagat is that the satsangi is just like inspiration. At one time Arjuna Bhagat sang cows, suddenly a leopard attacked the cow. This Sahajanandi Singh has once again used to protect the cow. He took a big stone and hurled it on the head and the panthers died there. Then they felt sad instead of joy. His heart trembles. Shree Lahiri said that even mosquitoes refused to do the same thing as violence, and this became the violence of this very big soul. I have committed a great sin. It is confusing to believe that.
Shreeji Maharaj was very pleased when he asked for a penance, saying that he was protecting the cow from a violent creature, he has done a very great act of merit. By saying this, Shrihari gave away the sadness of the plate and gave him mourning.
There was such a devotee Raj. In his life, he has not allowed any of the Shree Lahiris orders to be taken away. Arjuna Bhagat worships Vrittal temple while carrying an umbrella at the hands of Shri Hari and continuously in service.
Blessed are those commands of the devotees ...