Bazaarna Kanta
ગુજરાતી
બજારના કાટા
સંયમી અને પવિત્ર જીવન ગાળે છે નાની સેવા કરવી ગમે છે. અખંડ ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિ જેના હ્રદયમાં વસે છે. આનંદ, ઉત્સાહ અને સેવાની મૂર્તિ એવા જુનાગઢ મંદિરના મહંત સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની આ વાત છે.
સંતો-ભક્તો સાથે સ્વામી મંદિરની વાડીએ જતા વાડીમાં સૌ સંતો-ભક્તો સેવા કરતા. વાડીએ જયારે જયારે જાય ત્યારે સ્વામી ગામના પાછળના રસ્તેથી જાય. ગામની વચ્ચેથી પણ રસ્તો હતો. ભક્તોએ તે રસ્તે ચાલવા સૂચન કર્યું. સ્વામી! આ સારા રસ્તે ચાલો.
આ રસ્તા ટુંકો છે. સ્વામીજી તરત જ બોલ્યા લાંબો રસ્તો સારો છે? કાંટાવાળો રસ્તો મને ગમે છે સુંદર ટૂંકો અને કાંટા વિનાનો રસ્તો હું પસંદ નહી કરી શકું કારણકે સંતનો માર્ગ જુદો છે. બજારના કાંટા કરતા સીમના કાંટા સારા. સીમના કાંટા નીકળી જાય. બજારના
કાંટા ન નીકળે ભક્તો કાંઈ સમજ્યા નહિ. સ્વામી ! તમે શું કહેવા માંગો છો ?
બજાર માં તો કાંટા નથી.આ બજારના કાંટા એટલે શું?
સ્વામીએ સ્પષ્ટતા કરી બજાર વચ્ચે ચાલીએ ત્યારે સ્ત્રી આદિક રૂપના કાંટા વાગે , રસાસ્વાદના કાંટા વાગે, ગંધના કાંટા વાગે, આ કાંટાઓ વાગ્યા પછી નીકળે ખરા ?સમજદારી ન હોય તો કદી ન નીકળે.
સંન્યાસીઓનો માર્ગ જુદો, તેની સમજણ જુદી, તેની દ્રષ્ટિ જુદી, સ્થૂળ દષ્ટિથી જોનાર ભક્તો આવા સંતનો કઇ રીતે સમજી શકે ? સ્વામીનો જવાબ સાંભળી ભક્તો અવાક થઈ ગયા. ત્યાર પછી કદી સ્વામીને બજારના રસ્તે ચાલવાનું કહ્યું નહી. સર્વે ભક્તો સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના ચરણમાં પડી ગયા.
English
Moderate and holy life is like spending a small service. The idol of God, Lord Swaminarayan, whose heart resides in the heart. This is the matter of the magnificent master of the Junagadh temple, Shri Gunatitanand Swami, who is an idol, enthusiasm and idol of service.
All the saints and devotees in the garden went to the temple of Lord Swami with the devotees. Whenever the Vadhi goes, the Swami goes by the road behind the village. There was a way from the middle of the village. Devotees suggested that they walk on the road. Lord! Walk on this good road.
These roads are short. Is Swamiji speaking a long way better? I like the way of thorns, I can not choose the beautiful short and thorny path because the way of the saints is different. Saras thorns better than the markets thorns. The thorns of the seam get out. Market
The devotees did not understand the thorns. Lord! What do you want to say?
There is no thorn in the market. What is the thorn in this market?
When the Swaminarayan runs in the market, when the woman is in the middle of the thorny thorn, the thorn in the neck, the thorns of the smell, will it come out after the thorns? If you do not have understanding, then never leave.
The path of hermites is different, their understanding is different; how can they perceive such a saint by seeing their eyes different from their vision? Swamijis response was heard by the devotees. After that the lord never asked to walk on the market path. Survey devotees fell into the stage of Sadguru Shri Gunatitanand Swami.