Bhagwan Shree Swaminarayan – (ભગવાન શ્રી સ્વામિનારાયણ)
ગુજરાતી
“ જે તેજને વિષે મૂર્તિ છે તે જ આ મહારાજ છે એમ જાણજો” (વ.ગ.મ.૧૩) આવો સ્પષ્ટ ઉદ્દઘોષ કરીને અનંત આત્માઓને પોતાની મૂર્તિનું જ્ઞાન આપી આત્યંતિક કલ્યાણનો ધોરી માર્ગ સ્થાપનાર ભગવાન શ્રી સ્વામિનારાયણ અઢારમાં સૈકાના પૂર્વાધમાં વિ.સં. ૧૮૩૯ ચૈત્ર શુક્લ નવમીને સોમવારના દિવસે આ પૃથ્વી પર પ્રગટ થયા. વેદવેધ પરાત્પર પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણનાં ચરણોથી અંકિત થવાનું પ્રથમ સૌભાગ્ય ઉતર હિન્દુસ્તાન-કોશલદેશ-અયોધ્યા પાસેના નાનકડા ગામ છપૈયાની ધન્ય ધરણીને પ્રાપ્ત થયું. માતા ભક્તિદેવી અને પિતાશ્રી ધર્મદેવને બાલ્યોચિત લીલાઓ દ્વારા સુખ આપી કાલીદત જેવા અસુરોનો નાશ કરી અયોધ્યા આવ્યા.
અયોધ્યાવાસીઓને “શ્રીઘનશ્યામ” આકર્ષણનું કેન્દ્ર બન્યા. ત્યાં પણ અનેક લીલાઓ કરી. પિતાશ્રી ધર્મદેવ પાસે વેદ વેદાંગનો અભ્યાસ કર્યો. કાશીએ જઈને વિદ્વાનોને પરાજીત કર્યા. માતા-પિતાને દિવ્યગતિ આપીને ૧૧ વર્ષની નાજૂક ઉંમરે હજારો કિલોમીટરની યાત્રા દ્વારા અસંખ્ય તપસ્વીઓને સાધનાનું ફળ આપવાના શ્રીગણેશ કર્યા. વિ.સં.૧૮૪૯ થી ૧૮૫૬ સુધી ઘોર જંગલોમાં તિવ્ર તપશ્ચર્યા કરીને લોજપુર પધાર્યા. ઋષીમુનીઓનાં “નિલકંઠ” મુક્તમુનીના આશ્રમમાં સેવકની જેમ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા.
વિ.સં.૧૮૫૯ માં પીપલાણામાં ઉદ્ધવાવતાર સદગુરૂશ્રી રામાંનંદ સ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરીને “સહજાનંદ સ્વામી” અને “નારાયણમુની” નામ ધારણ કર્યા. જેતપુરમાં ૨૧ વર્ષની ઉમરે ઉદ્ધવસમ્પ્રદાયની ધર્મધૂરા સ્વીકારીને ધર્મધૂરન્ધર થયા.પરલોકવાદી અધ્યાત્મ પરંપરામાં પોતાના આશ્રિતોની અન્ન-વસ્ત્ર અને આબરૂની જવાબદારી પોતાને શિરે લઈ આ લોકોની ચિંતા કરી તે વિશ્વધર્મનો અભૂતપૂર્વ પ્રસંગ છે. સમાધિ પ્રકરણ દ્વારા હિન્દુ ધર્મના તમામ અનુયાયીઓને સ્વ ઇષ્ટદેવનાં દર્શન કરાવ્યાં. માંગરોળમાં વાવ ખોદાવી. કારિયાણીમાં તળાવ ખોદાવ્યું અને સમાજકાર્યના શ્રી ગણેશ કર્યા.
૧૮૬૧ માં પશ્ચિમ પાંચાલદેશમાં ઉન્મતગંગાને કાંઠે ગઢપુર એભલખાચરના દરબારગઢમાં પધાર્યા અને આજીવન “ગઢડું મારું અને હું ગઢડાનો” કહીને ત્યાં જ રહ્યા. ૨૦૦૦ બે હજાર જેટલા પરમહંસ-પાર્ષદોએ તેમના ચરણે તન-મન અર્પણ કર્યા અને સમાજમાં જાગૃતિની મશાલ પ્રગટાવી, જેને અજવાળે નીચલી કોમના માણસો પણ ઊંચું જીવન જીવતા થયા અને ટુંક સમયમાં જ વિશાળ જનમેદની તેમના દિવ્ય પ્રભાવથી અંજાયને શરણાગત થઇ. તાંત્રિકો-માંત્રીકો-રાજવીઓ-શાહુકારો-શેઠિયાઓ-વેઠિયાઓ-ખેડૂતો અને ઈતર ધર્માનુયાયીઓ સુધીના લોકોએ તેમને સાક્ષાત પરબ્રહ્મ તરીકે ઉપસ્યા.
ભગવાન શ્રી સ્વામિનારાયણે અનેક દિવ્ય ચરિત્રોની સાથે સાથે સમાજની નાડી પારખીને રંગોત્સવ,જન્મોત્સવ,રાસોત્સવ,અન્નફૂટોત્સવ અને શાકોત્સવ જેવા ચિરસ્મરણીય ઉત્સવ સમૈયાઓ અને અદ્રષ્ટપૂર્વ યજ્ઞો કર્યા. ઉપાસનાના માર્ગના વિકાસ માટે છ-છ વિશાળ મંદિરો બંધાવી લક્ષ્મીનારાયણ-નરનારાયણ આદિ દેવોની સ્થાપના કરી એટલું જ નહિ પણ વડતાલમાં મંદિરમાં સ્વહસ્તે “હરીકૃષણ મહારાજ” ના નામે પોતાની જ પ્રતિષ્ઠા કરી એ વિશ્વધર્મના ઇતિહાસો અજોડ પ્રસંગ છે.
એ જ વડતાલમાં સ્વાશ્રિતોની આચારસંહિતા “શિક્ષાપત્રી” ની રચના કરી અને સ્વસ્થાને શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ અને શ્રી રઘુવીરજી મહારાજને દત્તપુત્ર તરીકે સ્વીકારી ગાદીની સોપણી કરી. વચનામૃત જેવા ગ્રન્થનું સમ્પાદન કરાવ્યું. અને સત્સંગીજીવન, ભક્તચિંતામણી, શ્રી હરીદિગ્વિજય જેવા ગ્રન્થોની રચના કરાવી. ૪૯ વર્ષના ટુંકા સમયમાં યાવત્ ચંદ્રદિવાકરૌ મોક્ષમાર્ગના બંધદ્વાર ખુલ્લા કરીને આત્યાંતિક મુક્તિની પ્રાપ્તિ સહજ કરાવી. ગઢપુરમાં વિ.સં ૧૮૮૬ માં તિરોધાન લીલા કરીને માનુષી લીલા સંકેલી આજ સુધી દિવ્યલીલાઓ વિસ્તારી રહ્યા છે.
ઘોર કળીકાળમાં નિજભક્તને પ્રગટ પ્રત્યાક્ષાનુભૂતિનો આનંદ આપનાર ઇષ્ટદેવનાં ચરણોમાં કોટી-કોટી વંદન.
English
Lord Swaminarayan, who established the highway of extreme welfare, gave knowledge of the idols to the infinite souls by making such a clear statement, which is the idol about the brightness. Vishnu in the beginning of the century. 1839 Chaitra Shukla Ninthi was published on this day on Monday. Vedavesh Parshapar Parabrahm received the first damask of Lord Shree Swaminarayan from the first gentleman, Hindustan-Kaushaladesh-Ayodhya, the small village of Chapayya, a small village near Ayodhya. Mother goddess Devdashri and father Dharmadev gave happiness through infant lions and they came to Ayodhya after destroying asuras like Kailadat.
Ayodhyaas became the center of attraction of "Shrighanshyam". There are also several greens to do. Father Dharmadev studied the Vedas in Vedanga. Kashi defeated the scholars by going to Kashi and defeating the scholars. By giving divine blessings to the parents, at the age of 11 years, thousands of kilometers of pilgrimage made Sriraneesh to give blessings to the saints. From 1849 to 1856, in remote forests, it was found in Lajpur. Like the servant in the Nilkanth of the Rishmuni, in the ashram of Muktimuni, Muktanand Swami stayed in the Agna.
In the year 1885, in the Punjab, Uddhvavatar Sadguru Shree Ratanand Swami assumed the name of "Sahajanand Swami" and "Narayanmuni" by adopting initiation. At Jodhpur, at the age of 21, he became a devotee of Uddhav Shamdhav. He became a devotee of Lord Vishnu and became a devotee of Lord Vishnu. Through the Samadhi chapter, all the followers of Hinduism have presented their vision of Self-goddess Ishtadev. Digging in the Mangrol Dug the pond in Kariyan and done Shree Ganesha of social work.
In 1861, in Panchkal, west of Panchaladesh, Garhpur was situated at Darbhaghar in Abhalakhchhara on the banks of the river and lived there saying, "Garhadar me and I Gadhada". 2000 two thousand Paramahans-Pardhas offered tan-mind in their footsteps and raised a torch of awareness in the society, which illuminates the lower life also lived a high life, and in a short time surrendered to the slightest extent of their divine influence of the masses. People of Tantric-politicians-Raju-lenders-sages-whales-peasants and atheists, used to take them as a perfect parabrahman.
Lord Shree Swaminarayan, along with many divine characters, performed a variety of sacramental festivals and unreliable sacrifices such as Kanteasaav, Janmotsav, Ryootsav, Anfutotsav and Shakotsav, by examining the womens pulse. In order to develop the path of worship, six to six huge temples were built, not only did Laxminarayan-Naranarayan Adi Deva but also in the temple, in the name of God, in the name of "Hari Kushtan Maharaj", it is a unique event.
In the same pattern, the "Shikshapatri" code of conduct of the Swatantra created and gave the oath to Shri Ayodhya Prasadji Maharaj and Shree Raghubirji Maharaj as the daughter-in-law to accept the throne. We have created a Gnath like Vachanamrut. And created the scriptures like Satsangi jivan, Bhaktichintamani, Shri Haridigvijay. In 49 years of age, Yavat Chandradiwakar opened the Bandhwar of the path of moksha, and attained the liberation of anatrical liberation. In Gandhapur, in 1886, Manishi Green Complex is expanding the Divilo till Tirirodila green.
Kotti-Koti Vandan in the heart of Ishtadevs feet, who gave pleasure to the Nijbhata in the dark phase.