Bhaktraj Shree Alaiya Khachar – (ભક્તરાજ શ્રી અલૈયા ખાચર)
ગુજરાતી
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસ ગગનમાં ધ્રુવતારક માફક ચમકતા અને કાઠીકુળદીપક જેવા શ્રીહરિના અનન્યાશ્રિતોમાંથી ભગવાન જેવું સામર્થ્ય પ્રાપ્ત કરનાર એકમાત્ર ભક્તરાજ નૈષ્ઠિક બ્રહ્મચારી શ્રીઅલૈયા ખાચર હતા.
ભરયુવાનીમાં ભીષ્મ પ્રતિજ્ઞા કરીને આજીવન અણીશુધ્ધ બ્રહ્મચર્યની સાથે રસાળ વાણી દ્વારા અનેકના જીવનમાં જ્ઞાનદીપના ઉજાસ પાથરનારા આ ભક્તરાજનું વતન ગઢપુરથી ૧પ કિ.મી.ના અંતરે આવેલ ‘‘ઝીંઝાવદર’’ હતું. બાળપણથી જ કાળ પણ કંપે એવી એમની નિષ્ઠા અને ખુમારીનું ઓજ હતું પરિણામે તેઓએ અતિક્રૂર પ્રકૃતિના પોતાના પિતા સામત ખાચરને ધર્મ પરાયણ બનાવવામાં સફળ થયા હતા.
અલૈયા ખાચરની સબીજ વાતોથી અનેકના જીવનમાં ભક્તિના અંકુરો નવપલ્લવિત થયેલા. તેમના દરબારમાં આવેલો નોકર,ખેતરમાં આવેલા મજુરો પણ સત્સંગી થઈ જતા. અરે! ઈતિહાસતો એમ કહે છે કે તેમના ઉપદેશે ૧૮-૧૮ આત્માઓએ પોતાનું જીવન સત્સંગના શરણે સમર્પિત કર્યું હતું.
એટલે તત્કાલીન ભક્તોમાં અલૈયા ખાચર જ એક એવા ભક્ત તરીકે લખાયા છે જેને ભગવાને ઐશ્વર્ય આપ્યું હોય. વીસ પાર્ષદો સાથે વાળાક દેશમાં જઈને સોટી અડાડીને સમાધિ કરાવી સત્સંગમાં નવોપ્રાણ ફૂંક્યો હતો. મતવાદિઓ માની ગયા. સ્વામિનારાયણના ભક્તમાં આટલી તાકાત છે. જે આપણા ગુરૂઓ પાસે નથી.
‘‘કરી ઉત્સવને પછી માવ, આપ્યો અલૈયાને શિરપાવ;
કહીને નિષ્કુળાનંદ સ્વામીએ આ ભક્ત ઐશ્વર્યની નોંધ લીધી છે.
ધર્મનિષ્ઠ આ શૂરવીર ભક્તે આકરી કસોટીઓ સરળતાથી પાર કરેલી. તેમને આ ઐશ્વર્ય કંઈ ઉપહારમાં નો‘તું મળ્યું. તેમનું જીવન જોઈને તેમની નિષ્ઠા જોઈને શ્રીહરિએ તેમને તાકાત આપેલી. સત્સંગના પ્રસિધ્ધ વૃતાંત પ્રમાણે શ્રીહરિએ જ્યારે ૧૮ ગામધણીઓને સાધુ થવાની આજ્ઞા કરી ત્યારે આ રાજપુરૂષે રાજસી ઠાઠમાઠ ઘરેણાં વિગેરેનો ત્યાગ રસ્તામાં જ કરેલો. વીંટીઓ હાર-કંદોરા ઉતારી પોટલી બાંધી અને ઘોડીને ગળે પોટલી બાંધીને ઘર તરફ રવાના કરી અને પોતેશ્રી હરિની આજ્ઞા મળતા સંન્યાસ તરફ રવાના થયા. આ છે સહજાનંદી બ્રહ્મતેજ.
આ ભક્તરાજ માટે ‘‘સાધુ થવું’’ એવી શ્રીહરિની આજ્ઞા માત્ર એક આકરી કસોટી હતી વાસ્તવિકતા નહિ પરિણામે પરમેશ્વરની પુનઃઆજ્ઞા શિરે ચઢાવી તેણે સંન્યાસનો પણ ત્યાગ કરેલો. પણ પ્રતિજ્ઞા કરેલી હવે પરણવું નથી.
‘‘ભક્ત અલૈયે લગ્ન ન કીધું, ઉર્ધ્વરેતા તણું વ્રત લીધું.’’
એમની નિષ્ઠા અને બ્રહ્મચર્યને પ્રતાપે તેનો અવાજ માયાના આવરણોને ભેદીને અક્ષરધામ સુધી જઈ શકતો. સંતો કહે છે કે સ્વામિનારાયણનો આશ્રિત અક્ષરધામમાં જ જાય છે.’’ એવી અલૈયા ખાચરના વિધાનને તેના કાકાએ પડકાર ફેંક્યો. એા તારો સાથી મળદ્વારેથી દેહ મૂકી ગયો. તમે જુદા છો ત્યારે અલૈયાખાચરે સ્મશાનમાં જઈને હાંકલ કરી. ‘‘એ જેહલા’’ સાતમા સાદે જેહલો લાકડાના માચડાંમાંથી ઊભો થયો અને કહ્યું મને ધામમાંથી અહીં શા માટે બોલાવ્યો’’. ત્યારે વિદ્વેષીઓ અવાક્ થઈ ગયા. પછી ફરી અલૈયાએ સ્મશાનમાં ધૂન કરાવી તે જેહલો દેહ મૂકીને ધામમાં સિધાવ્યો.
આવા આ ભક્તને પણ માનનો મીણો લાગેલો તેનો સત્સંગ અંતે છૂટી ગયેલો પણ નિષ્ઠા ઘર કરી ગયેલી એટલે અંતે અક્ષરમુક્તની પંક્તિમાં ભળી ગયા. ધન્યછે ધન્ય છે આવા ભક્તને..
English
The only Bhaktraj Maharaj who attained the power of Lord Swaminarayan from Shreeharis asylum, like the Dhruvatak in the history of Shri Swaminarayan Sampradaya, and the Kathikudadipak, was the only Nirmal Brahmachari Shree Aliya Khatcher.
This Bhaktrajs hometown was a Zinjavadar, situated about 15 km from Gadhpur, which was celebrating Gyan Dip in the life of many through rational speech with lifelong brahmacharya. It was his fathers devotion and happiness that as a result of his childhood, he succeeded in making his father Samat Khachar, a devotee of Goddess Prakriti.
Alaiya Khaitars talk of spiritual life has brought blessings to many people in the life of devotion. The servant who came to his court and the laborers in the farm also became satsangi. Hey! History says that 18-18 souls dedicated their lives to satsang.
That is why alaiya devchat in the then devotees has been written as a devotee who has given Lord Aishwarya. With twenty parsavas, he went to the countryside and breathed his last in the satsang. Voters are considered Swaminarayans devotee has such strength. Our teachers do not have that.
After doing the festival, give up, give alihaan presents;
By saying, Nishkulanand Swami has taken note of this devotee Aishwarya.
This brave devotee of the faith has easily overcome the difficult trials. He got nothing in the blessing of this aishwarya. Seeing his life, seeing his devotion, Sri Lahiri gave him strength. According to the famous satsang of Satsang, when the Lord ordered 18 villages to become a monk, this Rajput had renounced ragas, ornaments etc. on the way. The rings wrapped in the necklace and tied the knees to the house and made their way towards the renunciation, which was received by the command of Shree Hariri. This is Sahajanandi Brahmtaj.
It was only a terrible test for Shree Hari, who was "a sadhu" for Bhaktrajraj, and not because of reality, but he also renounced the renaissance of God. He also renounced the renunciation. But even now the vows did not get married.
"The devotee did not say that he was married, he took the vow."
His voice could go on reaching Akshardhham by confining it to his devotion and brahmacharya. Saints say that Swaminarayans dependent goes to Akshardham only. "His uncle challenged the statement of alaiya dhachar. Your partner left the body from the extinction. When you are different, Alaiyakhachar goes into the crematorium and hurts. "The Jihala" 7, which stood out of the wooden rocks and said, "Why did you call me from the dorm"? Then the speeches became negligible. Then again Alaiya made a whim in the cremation ground and put the body in front of the house.
Such a devotee also had the honor of reverence, he had left at the time of satsang, but he had devoted his devotion, so at the end, he got mixed up in the form of free of character. Blessed is such a devotee ..