Bhaktraj Shree Galuji – (ભક્તરાજ શ્રી ગલુજી)
ગુજરાતી
લોયાના ત્રીજા વચનામૃતમાં સ્વયં શ્રીજી મહારાજ જેમને માહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચયવાળા ભક્તરાજનું બિરૂદ આપે છે એવા પરમ ભક્તરાજ શ્રી ગલુજી મહેમદાવાદ તાલુકાના ‘‘ડડુસર’’ ગામના વતની હતા.જાતિએ કાઠી પણ બ્રાહ્મણ જેવા થઈને ભગવાન શ્રીહરિને રાજી કરવાં મથતા. તેમની નિષ્ઠા ભક્તિના મૂલ્ય સ્વયં મહારાજ પણ ચૂકવી શકે તેમ ન હતા. તેથી જ શ્રીહરિ તેમની નિત્ય સંભાળ રાખતા.
એકવાર સંધ્યા ટાણે સ્વારે આવીને કાગળ આપ્યો આજે અત્યારે જ ઘરવખરી ગાડામાં ભરીને વડથલ મહારાજે તેડાવ્યા છે. ગલુજીએ કંઈ પણ વિચાર્યા વિના તમામ સામાન ગાડામાં ભરી વડથલની વાટ લીધી. અડધી રાત્રે જૂના વેર વાળવા ગરાસીયા ખુલ્લી તલવારે આવ્યા ને ગલુજીને લલકાર્યા ત્યારે વૃદ્ધ માતાએ કહ્યું તેને તો ઘરસામાન સાથે સ્વામિનારાયણ ભગવાને વડથલ તેડાવ્યો છે તે ત્યાં ગયો છે. સૌ સ્તબ્ધ બની ગયા. ‘‘રામ રાખે તેને કોણ ચાખે’’ નો આજ પ્રત્યક્ષ દાખલો મળી ગયો. અંતે આ માજીને પોતાનો ઈરાદો અને અફસોસ કહીને પાછા ગયા.
ગલુજીને શ્રીહરિએ બીજે દિવસે ત્યાંથી પાછા મોકલ્યા. ઘેર આવીને જ્યારે માના મુખે બનેલી બીના સાંભળી ત્યારે આંખે આંસુ આવી ગયા. આ જ ગલુજીએ એકવાર મહારાજ પધાર્યા ત્યારે જ તેમની માતાનો અક્ષરવાસ થતા તેને કપડામાં બાંધી એક બાજુ મૂકીને ઉત્સાહ ભેર મહારાજને વધાવેલા ને સત્સંગનો લાભ લીધેલો. અંતે જ્યારે મહારાજ જતા હતા ત્યારે અધુરું કાર્ય પૂર્ણ કરવાની ભલામણ કરીને ભેટવા લાગ્યા. ગલુજી કહે પ્રભુ! સૂતકી છું, શ્રીહરિ કહે સૂતકી આખું જગત છે મને ભજનારો સદા પવિત્ર છે. ભેટી પડ્યા અને અમી દ્રષ્ટિ કરીને ગલુજીના નામને પ્રાતઃ સ્મરણીય બનાવી દિધું એવી કરૂણા કરી.
પ્રભુને વધાવવા લોક-લાજ, લોક વ્યવહારનો ત્યાગ કરનારા તથા નિઃશંક આજ્ઞાપાલક આવા વિરલ ભક્તના ચરણે વંદન…
English
In the third verse of Loya, Swami Shreeji Maharaj, who gave the title of Bhaktraj, with great knowledge, including Mahatmya Gnan, was a native of the village of Duduzar of the Goddess Gulmiji Mahamadabad Taluka. The caste also wanted to be like Brahmin like Lord Brahmin and pleased Lord Shri. Swayam Maharaj could not even pay the value of devotion to his devotion. That is why Srihari kept his daily care.
Once upon a time Swar come and switched the paper. Today Vadathal Maharaj has called it by filling the house in the same house. Guluj took all the luggage into his carriage without thinking anything. When Garasia came to the open Talha for revenge on the old half-night, the elderly mother said that she had gone to the place where Lord Swaminarayan had called the head of the house. All of us have become astonished. This is the real example of Who keeps taming Ram, who gets tasted. In the end, the matter went back by saying their intention and displeasure.
He returned to Guluji the next day. When she came home, she heard tears in her eyes. Once the same Gulaji was performed by Maharaj, his mother took the advantage of satsang, enthroned by Maharaj and enthused by placing it in one of the garments tied to her as a hercules. At last, when Maharaj was leaving, he began to give up after completing the extra work. Guluji says Lord! I am Sutki, Shreehii says that there is a whole world, the devotees are always sacred. Having embraced and ami vision, made the name of Gulujo profoundly memorable.
Vandan in the form of such a rare devotee of the people to abandon the world, to abandon people, and to underestimate the Lord.