Sadguru Bhudharanand Swami – (સદ્ગુરૂ ભૂધરાનંદ સ્વામી)
ગુજરાતી
ભૂધરાનંદ સ્વામીનો જન્મ હાલારમાં જામનગર જીલ્લાના જોડિયા તાલુકાનાં ભાદરા પાસે કેશિયા ગામે વિક્રમ સંવત્ ૧૮પર ના વૈશાખ સુદ-૭ ના રોજ થયો હતો. તેમના પિતાશ્રીનું નામ રામજીભાઈ અને માતુશ્રી નુ નામ કુંવર બાઈ હતુ. તેઓ ચારભાઈઓ હતા. જીવાભાઈ, આંબાભાઈ, રૂપજીભાઈ અને પાંચાભાઈ તેમાં આપણા ચરિત્ર નાયક ત્રીજાભાઈ રૂપજીભાઈ છે. તેઓ બાળવયથી જ સાત્વિક વૃત્તિવાળા અને સ્વાભાવિક રીતે ભજન સ્મરણની રુચિવાળા હતા.
એકવાર મહાભારતની કથા કરનાર વિદ્વાન બ્રાહ્મણ કેશિયા ગામમાં આવ્યા હતા. પિતાશ્રીના કહેવાથી રૂપજીભાઈ પણ કથા સાંભળવા ગયા. પરંતુ કથામાં સ્ત્રી પુરુષો અવ્યવસ્થિત રીતે ભેળસેળ બેઠાહોવાથી પિતાજીને કહ્યુંકે આવી કથા સાંભળીને શું લાભ મળે? આવી કથાથી મનની મલિનતા દૂર થાય નહિ. રૂપજીનાએ સદ્વિચારો સાંભળી રામજીભાઈ રાજી થઈને બોલ્યા કે ‘‘સ્વામિનારાયણ’’ નામનો નવો ધર્મ ચોતરફ ફેલાયો છે. તે ખૂબજ સારો ઉજળો ધર્મ છે. ‘‘સ્વામિનારાયણ’’ શબ્દ સાંભળતાની સાથે જ જેમ મેઘની ઘટામાં વીજળીનો ચમકારો થાય અને દશેય દિશાઓ તેજોમય બની જાય. તેમ રૂપજીભાઈના અંતરમાં અલૌકિક આનંદ સાથે જ્ઞાન જ્યોતિનો પ્રકાશ વ્યાપી ગયો.
પિતાશ્રીના અવસાન બાદ રૂપજીભાઈ ચૌદ વર્ષની ઉંમરે કેશીયા છોડીને ‘‘તરઘરી’’ ગામમાં વાણીયાની દુકાને કામ કરવા ગયા. ત્રણ વર્ષ સુધી રૂપજીભાઈએ પગાર માંગેલો નહિ. પગારમાં ગ્યો ત્યારે વાણીયા એકપટથી કહ્યુંકે પગારતો આપી દીધો છે. રૂપજીભાઈ પર ખોટો આરોપ મૂકી વાણીયાએ ગામ ભેગું કર્યુ, ને સરળ સ્વભાવના રૂપજીને કહે કે, લોખંડની બેડી-સાંકળ અગ્નિમાં તપાવીને લાલચોળ કરી કોટમાં પહેર તો તું સાચો. રૂપજીએ શ્રીહરિને સંભાર્યા.
ભગવાનનું નામ લઈને સાંકળ ગળામાં પહેરી લીધી. અગ્નિદેવે તેની સહાય કરી. વાણીયાનું કપટ બહાર પડવાથી સૌ લોકોએ તેને ધિક્કાર્યો ને રૂપજીને પૈસા અપાવ્યા. પછીતે ગામ છોડી કચ્છમાં કામ ધંધા માટે ગયાને ત્યાં ગંગા રામભાઈ (મલ્લ) નો સમાગમ થયો. કચ્છમાં છ વર્ષ રહીને પાછા વઢવાણ પાસેના ‘‘ખારવા’’ ગામમાં આવ્યા. ત્યાં ધનરાબા નામનાં એક ચારણ શ્રીહરિના આશ્રિત હતા તે ધનરાબાનો યોગ રૂપજીને થયો. એકવાર ધનરાબા તેમને તેડીને ગઢપુર સમૈયામાં લઈ ગયા. ત્યાં માર્ગમાં રૂપજીએ સંકલ્પ કર્યો કે જો વાજતે ગાજતે માર્ગમાં મહારાજ મળેતો તેમને સાચા ભગવાન માનું! તેમનો તે સંકલ્પ સિધ્ધ કરવા માટે એ જ સમયે શ્રીહરિ ભારે ભારે વસ્ત્રાભૂષણ પહેરીને રોજે ઘોડે બેસી દાદાખાચરના દરબારમાંથી લક્ષ્મીબાગે પધારતા હતા.
રૂપજીએ તે ચિત્રને શબ્દ દેહ આપ્યો ને આનંદમાં બોલી ઉઠ્યા કેઃ ‘‘સર્વે સખી જીવન જોવાને ચાલો રે’’ કીર્તન પુરૂ થયુંને પોતાના અશ્રુ જળ થકી મહારાજના ચરણ કમળનો અભિષેક કર્યો. પછી તે જ સ્થળે લક્ષ્મી બાગમાં રૂપજી ભાઈને દીક્ષા આપી ‘‘ભૂધરાનંદ’’નામ પાડ્યું. પરંતુ કીર્તનોના અંતમા નામ બંધબેસતું ન હોવાથી તેમનું ‘‘ભૂમાનંદ’’નામ પાડ્યું. સ્વામીની કવિત્વ શક્તિ તથા વાક્શક્તિ ખૂબજ અદ્ભૂત હતી. તેથી તેમણે પ્રસંગો પાત મહારાજની મૂર્તિ તથા મહિમાનાં ઘણા કીર્તન રચ્યાં છે.
એકવાર ભૂમાનંદ સ્વામી સત્સંગ પ્રચાર અર્થે ગામડામાં ગયા હતાને ત્યાં ચાર દિવસના ઉપવાસ થયા. ક્ષુધાપિપાસા તેમને પીડવા લાગી, કંઠ સુકાવા લાગ્યો. પાંચમા દિવસે ઘઉંનો પોક મળતા ઠાકોરજીનું ધ્યાન કરી પ્રેમથી થાળ ધરાવ્યો. ‘‘જમોથાળ જીવન જાઉં વારી’’ આ બોલીને શ્રીહરિને જમાડતાં હતા ત્યાં શ્રીહરિએ સાક્ષાત્ દર્શન દઈ થાળમાં જે જે વસ્તુઓના નામ આવ્યાતે જમતા સ્વામીને દર્શન આપ્યા.
સંવત્ ૧૮૯૦ માં વસંતપંચમીના સમૈયામાં સ્વામી મૂળીમાં હતા. ત્યાં દલપતરામે સ્વામીના દર્શન કર્યાને તેમની વેધક વાણી સાંભળી તે દલપતરામની છાતીમાં બાણની જેમ ઉતરી ગઈ. આંખમાં આસું આવી ગયાને તેઓ વર્તમાન ધારણ કરી સત્સંગી થયા. આ રીતે દૃઢ આશ્રિત કર્યા હતા. સ્વામીએ વાસુદેવ માહાત્મ્ય પંચમ સ્કંધ, દશમ સ્કંધ જેવા ગ્રંથો વ્રજભાષામાં લખ્યા છે. ‘‘ઘનશ્યામલીલામૃત સાગર’’ ગ્રંથની રચના કરી સંપ્રદાયની અમૂલ્ય સેવા કરી છે.
સ્વામીને પોતાનો દેહ ત્યાગ કરવો હતો ત્યારે માણસા ગામમાં વિમાન પોતે તૈયાર કરાવી તેમાં બેઠાને કહ્યું કે, બપોર પછી હું ધામમાં જવાનો છું. અને સંવત્ ૧૯૨૪ ના મહાવદ-૮ રવિવારે ભૌતિક દેહનો ત્યાગ કરી શ્રીહરિના ધામમાં ગયા.
English
Bhudhranand Swami was born on the Vaisakh Sud-7 at Vikas Samvat 18, in Kesia village near Bansara of twin taluka of Jamnagar district in Hollar. His fathers name was Ramjibhai and mothers name was named Kunwar. They were four brothers. Jivabhai, Ambebhai, Rupjibhai and Panchabhai are our third heroes in the world. They were passionate about sagittish-minded and naturally devotional memories from childhood.
Once upon a time the scholar of the Mahabharata came to the village of Kesia village. From the words of fathers father, Rupajibhai also went to listen to the story. But in the story, the men and women were unknowingly confused, saying to the father what benefit can they get from listening to such stories? Such a story does not remove the mood of the mind. Rajgina, listening to bad thoughts, said, "Ram Swaminarayan" has said that the new religion named Swaminarayan is spreading. It is a very good celebrated religion. As soon as we hear the word "Swaminarayan", just as the cloud is clouded by lightning and the directions in the direction of the river become thorny. As a result, the light of knowledge Jyoti was dissipated in the distance of the Rupjibhai.
After the death of father, Rupaji left Kashiaia at the age of fourteen and went to work in Vaniyas shop in Targhari village. For three years Rupaji did not ask for salary When he went to the salary, Vania had said that he had given pay salaries. Vaniya collected the village with false accusations, and said to the effect of simple nature that, if you wear a belt-chain fire in a fire and you can wear it in a coat, then you are right. Rupaji appreciated Mr. Hariri.
Taking the name of God, the chain worn the neck. Agnidev helped him. All the people hated him for breaking the betrayal of Vaniya and made money for Ruposhi. After that he left the village and went to work in Kutch and went to Ganga Rambhai (Mall). After staying in Kutch for six years, he came back to village Kharva near Wadhwan. There, Dhanraa was a dependent of Sriharri, a charan named Dhanraba, who became the goddess of wealth. Once Dharnaba took him to Gadpoor Samaiya. On the way, Rupaji resolved that if Lord Vajtaji got in the way, he would get a true God! To achieve their resolve, at the same time, Shrihari used to wear heavy heavy costumes and roam at Lakshmibag from the court of Dada Khachar.
Rupaji gave the picture to the picture and said in joy: "Lets see all the lives of the ray", after completing the kirtan, anointed the feet of Lord Ram from his tear water. Then he gave the name Bhudharananda to the Ruposhi brother in the Lakshmi Garden in the same place. But in the end of the citation, the name does not fit the name, because of its name Bhumananda. Swamis poetic power and power were very amazing. So they have created many idols of Lord Vishnu and the glory of the glory of Lord Shiva.
Once Bhumanand Swami went to the village for satsang, there were four days of fasting there. He started to drink them, and dried his mouth. Thakorji, who got wheat poke on the fifth day, took care of love. "Jhamthal jeev wari wari" was said to have been bowing down to Shrihari, where Shrihari gave a glimpse of the things which came in the vow of the Shastri Darshan.
In 1890, Swami was in the basement of the Samastiya of Vasant Panchami. There, Dallapratam heard Darshans arrogance as a bow in his chest by listening to his jugular voice. They are present in the eyes, and they are presently present in the form of Satisfaction. In this way, a strong believer was made. Swamy has written Vashudev Mahatmya Pancham Skanda, Dasham Skand, in scriptures like Vrajbhasha. The Ghanshyamlilamrut Sagar has been a voluntary service of the sect by creating a scripture.
When Swamiji had to renounce his body, he prepared a plane in the village of Mansa and sat in it. He said, "After noon, I am going to the dham. And in 1924, on Sunday, on Sunday, 21st February, after leaving the physical body, went to the shrine of Shri Hari.