(અહીં આપેલા નામ પર ક્લીક કરશો એટલે તે સ્થાન ઓપન થશે.)
જૂનાગઢ કેવી રીતે પહોંચશો
સડકમાર્ગ:
પોતાનું વાહન લઈને અમદાવાદથી વાયા રાજકોટ-જેતપુર થઈને,
વડોદરાથી વાયા ખેડા ચોકડી-બગોદરા થઈને અને રાજકોટથી વાયા ગોંડલ-જેતપુર થઈને જઈ શકાય
જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.
રેલ માર્ગેઃ
મંદિરથી જૂનાગઢ રેલવે સ્ટેશન 4 કિમી દૂર છે.
હવાઈ માર્ગેઃ
રાજકોટ (105 કિ.મી.) નજીકનું એરપોર્ટ છે.
ભોજનની સુવિધા:
દર્શને આવતા ભક્તો માટે અહીં મંદિર ટ્રસ્ટની ભોજનશાળામાં વિનામૂલ્યે જમવાની સુવિધા ઉપલબ્ધ છે.
તદુપરાંત કોઈ યાત્રાળુઓના ગ્રૂપને મોડું-વહેલું થવા પર મંદિરમાં અગાઉથી ફોન પર જાણ કરી દેવાય તો રાત્રે 1 વાગ્યા સુધી તેમની ભોજનશાળામાં પ્રતિક્ષા કરાય છે.
રહેવાની સુવિધા:
મંદિર ટ્રસ્ટ સંચાલિત વિશ્રાંતિ ભુવનમાં કુલ 200થી વધુ રૂમની રહેવાની સુવિધા છે. અહીં દર્શને આવતા હરિભક્તોના રોકાણ માટે ઉપલબ્ધતાના આધારે રૂમની સુવિધા મળે છે.
મંદિર ટ્રસ્ટમાં ફોન પર એડવાન્સ બુકિંગની સુવિધા નથી. અહીં રૂમની ઉપલબ્ધતાના આધારે રૂબરૂમાં આવનાર ભક્તને રૂમની સગવડ મળે છે.