Dhanteras – (ધનતેરશ)
ગુજરાતી
ધનતેરશના બે અર્થ થાય છે. એક તો ધણ અર્થાત્ ગૌધન-તેરશ અને બીજો ધનના પૂજનનો દિવસ એટલે ધનતેરશ. પૂર્વે ગાયોના ધણને પણ ધન કહેવામાં આવતું હતું. આ દિવસે ગાયોનું વિવિધ ઉપચારોથી પૂજન થતું. કાળક્રમે ગાયોની સાથે સાથે ધનની પૂજા થવા લાગી. માણસ તો સામાન્યપણે આદિકાળથી ધનની પૂજા કરતો જ આવ્યો છે તેથી આ દિવસે વધુને વધુ ધનની પૂજા થતી ગઈ ને ગૌપૂજા ધીમે ધીમે ઓછી થતી ગઈ. તેથી આ તેરશ ધણ તેરશના નામ કરતા ધનતેરશથી વધારે પ્રચલિત બની.
જો કે ભગવાનના ભક્તને માટે તો સ.ગુ. શ્રી મુક્તાનંદ સ્વામીએ ગાયું છે : ‘રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું…’ તે પ્રમાણે ભક્તનું સાચુ ધન તો ભગવાન છે માટે તેનું વિશેષ પૂજન કરવાથી સર્વે પૂજન પૂર્ણ થાય છે. છતાંય ધનની આવશ્યકતા અનિવાર્ય જ છે. પરંતુ તે ધન-લક્ષ્મી દૈવી હોવી જરૂરી છે; તે જ પોતાને ઉન્નતિ અપાવે પણ જે લક્ષ્મી આસુરી હોય તેનાથી પોતાને, કુટુંબને કે સમાજને ભ્રષ્ટ અને વિકૃત કરે છે. તેટલા માટે ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે : ‘ધર્મેણ અર્થઃ સમ્પાદનીયઃ |’ ધર્મથી જ ધન-પૈસો મેળવવો. માટે આપણે વિચારવું જોઈએ કે, ખરેખર મારી ઉપાર્જીત કમાણી-લક્ષ્મી તે દૈવી તો છે ને…? અને ખરા અર્થમાં તેને જ દૈવી લક્ષ્મી-ધન-સંપત્તિ કહેવાય કે જે કેવળ સ્વાર્થમાં ન વપરાય ને પરમાર્થે-ધર્માર્થે પરમાત્માના ઉપયોગમાં આવે તે જ સાચી લક્ષ્મી કહેવાય. તેને જ મહાલક્ષ્મી કહેવાય છે.જો ભૂલથી પણ કંઈને કંઈ લક્ષ્મી-ધનમાં આસુરી કમાણી થતી હોય તો તેની શુદ્ધિ અર્થે આ ધનતેરશના દિવસે લક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે. આ પૂજન પાછળની ભાવના લક્ષ્મીજી મનુષ્યજીવનમાં હંમેશાને માટે સ્થિર બનીને રહે અને સદાને માટે પ્રસન્ન રહે એજ છે.
ભગવાન શ્રી ધન્વન્તરીનો જન્મ સમુદ્ર મંથન વખતે હાથમાં કળશ લઈ આજ દિવસે થયો હતો. તે વાતની નોંધ શ્રીમદ્ ભાગવત ગ્રંથમાં કરતા શ્રીવેદવ્યાસજી કહે છે : ‘તતશ્ચા વિરભૂત્ સાક્ષાચ્છ્રી રમા ભગવત્પરા | રગ્જયન્તી દિશઃ કાન્ત્યા વિધુત્ સૌદામની યથા ||’ – અર્થાત્ સમુદ્રમંથન દ્વારા અપ્સરાઓના પ્રગટ થયા બાદ સ્વયં શ્રીલક્ષ્મી દેવી પ્રગટ થયા. તે ભગવાનની નિત્ય શક્તિ છે. તેમની વીજળી જેવી ચમકતી છટાથી દિશાઓ ઝગમગી ઊઠી.
ધનતેરશ એ ધનવાન થવાની પ્રત્યેક ઉરની સહજ આકાંક્ષાને પરિપૂર્ણ કરવાનો પરમ પ્રસંગ છે. કુબેર ધનના મહારાજા છે. મહાદેવ કુબેરના મિત્ર, માર્ગદર્શક અને ગુરુ છે. લક્ષ્મી ધનની દેવી છે. ભગવાન શ્રીહરિ લક્ષ્મીનું પરમધન છે. સોનું, ચાંદી, હીરા-માણેક, મોતી અને રત્નો એ લક્ષ્મીનું સ્થૂળ, પરિચ્છિન્ન અને અસ્થાયી અધ્યસ્ત રૂપ છે. કાગળની નોટો અને ધાતુના સિક્કા એ લક્ષ્મીનું માનવનિર્મિત, સ્વપ્નમય, કલ્પિત અને કામચલાઉ ચલણ છે. જેમ દ્રવ્ય ધનનું સ્થૂળ રૂપ છે અને સિક્કા ઈત્યાદિ તેનું સૂક્ષ્મ રૂપ છે, તેવી રીતે દારિદ્ર કે ધનહીનતા એ ધનનાં બે રૂપોના આકાર વગરનું ધનનું હોવાપણું છે. ત્યાં ધનના અધ્યસ્ત નામ-રૂપનો અભાવ હોવાથી ધનનું અસ્તિત્વ જ નથી રહેતું તેવો આત્યંતિક આભાસ થાય છે. આવી ધનના નામ-રૂપના અભાવવાળી કલ્પિત અવસ્થાને ‘ગરીબી’ કે ‘દરિદ્રતા’ કહેવાય છે.
English
The word Dhanteras can be divided into two. In Hindi, the word Dhan means wealth and the word Tera means thirteen. Thus, on the day of Dhanteras, Hindus worship goddess Lakshmi, who is the goddess of wealth. Dhanteras marks the beginning of the immensely popular Hindu festival of Diwali. Apart from being marked as the beginning of Diwali, Dhanteras also falls on the thirteenth day of the Kartik month, according to the Hindu calendar. Dhanteras is an auspicious occasion for Hindu families across the country and the world as well.
Dhanteras is important for Hindu households because on the auspicious day of Dhanteras, Hindus are supposed to buy new utensils, gold and/or silver. This is done because it is said that goddess Lakshmi then showers households with more of this kind of wealth.
In fact, Dhanteras Puja Muhurat is not only done for goddess Lakshmi but also Kuber, who is the god of wealth.The shubh Dhanteras Puja Muhurat for goddess Lakshmi and god Kuber is sometimes done together in many Hindu households because it is thought that this will double the benefit of prayers.
The preparations for Diwali will also start right after and many times during Dhanteras . There are many Dhanteras Puja Muhurat timings that one should be aware of if one is to have a successful Dhateras in.