Divaytano Marg – (દિવ્યતાનો માર્ગ)
ગુજરાતી
સંતો જીવનના સાચા રસ્તે લઈ જાય છે, પ્રેમના માર્ગે વાલે છે, જગતની ઝંઝાળથી દુર રાખે છે, સંતોની ક્રિયા અલૌકિક અને આ જગતથી જુદી જ હોય છે. એવા સંત પ્રજ્ઞાનંદ સ્વામી સુરતમાં ધર્મ પ્રવર્તકની ક્રિયા કરી રહ્યા હતા. બ્રહ્મજ્ઞાનીઓ સભામાં બેસવા આવ્યા ઘણી મુજવણ હતી ઘણા પ્રશ્નો લઈને આ બ્રહ્મજ્ઞાનીઓ આવ્યા હતા. સ્વામી ! અમારા મનનું સમાધાન થતું નથી.
કંઇક માર્ગ બતાવો. સ્વામીને વાત કરી, જેમ માટલીમાં મંકોડો પૂર્યો હોય અને તેમાં ચારે કોર ભમ્યા કરવાનું, ઠરવાનું ઠામ શું ? કેટલી દોડા દોડી છતાં ક્રિયાનો અંત નહિ? ત્યારે સ્વામી બોલ્યા, સાંભળો ! માટલીમાં સાકરનો ગાંગડો નાંખ્યો હોય તો મંકોડો ત્યાં સ્થિર થઈ જાય. નિરર્થક ભટકવું શું કામનું? હેતુ પૂર્વકનું ભ્રમણ આશીર્વાદ રૂપે બને છે. નિરર્થક સંસારીની ક્રિયાઓ સતત લક્ષ્ય વિહીન ભ્રમણ, થાક,કંટાળા અને સમસ્યાઓની ઝંઝાળ, ખાન, પાન, રંગરાગનો વેગ માણસ કેટલું દોડે? કેટલા સ્વાદમાં અટવાય? કેવા કેવા રંગરાગ ભોગવે? છતાં જાણે ન ભોગવ્યો જેટલો અજંપો.
મટલાના મંકોડા જેવી માનવીની સ્થિતિ છે. મંકોડાને સાકરનો ગાંગડો મળ્યો, નિરર્થક ક્રિયાઓ બંધ થઈ ગઈ. સ્થિર થઈ ગયો, સુખી થઈ ગયો. આવું માનવનું બન્યું છે. ભગવાન સબંધી હેત મળી જાય, પ્રભુનું શરણ મળી જાય, પ્રભુનું શરણ મળી જાય, તેના સાનિધ્યમાં રહેવાનું થાય તો ? સંસાર વ્યવહારના ઉધમ ઓછા થઈ જાય પરમ શાંતિથી માણસને અનુભૂતિ થાય મંકોડા જેવો નિરર્થક ક્રિયાઓ અટકી જાય. મંકોડાને સાંકર મળી, માણસને પ્રભુ મળ્યા.
માટલું ને સંસાર સરખાજ છે. મંકોડા માટલામાં નિરર્થક આટા મારે છે માણસ સંસારરૂપી માટલામાં નિરર્થક આંટા મારે છે. જીવનના અંત સુધી તેને ભટકવું અટકતું નથી સાચી દિશા તરફની તેની ગતિ નથી સંસારરૂપી માટલું છે તેમાં જીવરૂપી મંકોડો છે સાકરરૂપી ભગવાનના ચરણારવિન્દમાં ચોટે તો તેના જન્મ – મરણ તળી જાય.
જીવને સાકરના સ્વાદ કરતા ખટરસના સ્વાદ ખુબ ભાવે છે. કેવી તલ્લીનતા? ખટરસ છોડો મધુર રસ પીઓ. મધુરરસમાં જે લીન બને છે તેના જીવનની કેવી ભવ્યતા? કેવી દીવ્યતા?
English
The saints take the true path of life, walk on the path of love, and keep away from the worlds turmoil, the actions of the saints are supernatural and different from this world. The Saint Pragyan Swami was doing Dharma Abhishek in Surat. The Brahmins came to sit in the meeting. It was a lot of fun, many Brahmins came by taking many questions. Lord! Our mind does not compromise.
Show some way. Talking to the Swami, as if the food is filled in the pot and the four-corners are deluded, what is the problem? How much speed does the end of the action? Then Swami spoke, listen! If you put sugarcane in the pot, then you will get settled there. What is the work of wandering in vain? The motive of purpose is blessing. How fast does man run in the futile worldly activities, without any goal, loss of breathlessness, fatigue, tiredness and problems, Khan, Pan, and color? How many tastes stuck? What kind of color is it? But do not feel ashamed
The condition of mans status like mantras Mokoda got a sugar mate, futile actions stopped. It has become stable, it has become happy. Such a human has happened. God will get ridiculous, Gods refuge is found, Gods refuge is found, if he has to live in the vicinity? When the worldly life becomes reduced, the unpleasant tasks of Mankoda will stop. Mankoda got a sakara, man met Lord.
The earth is equal to the worldly life. Mankoda is in vain in the market, and man fades in vain in a mans world. It does not stop wandering till the end of life, it is not worth its pace towards the right direction. It is in the form of a worldly life. In it, it is in the form of God.
The taste of the taste of the taste of the soul is very high. How immovable? Leave Khateras drink sweet juices. What glory of life is made in a sweetheart? How is love?