Ekadashi Mahima – (કામદા એકાદશી વ્રત કથા – ચૈત્ર સુદ – ૧૧)
ગુજરાતી
પુરાણોમાં કથિત “એકાદશ્યાં ન ભૂંજીત પક્ષયોરૂભયોરપિ” આ કથા મુજબ દરેક માહની એકાદશીને અન્ન નહી ખાવું જોઈએ. આ વ્રતથી પહેલા દિવસ એટલે દશમીના દિવસથી જ મગ કે જવ કે ઘઉંથી બનેલા કોઈ પદાર્થ ખાઈ લેકું જોઈએ. બીજા દિવસે એટલે કે એકાદશીના દિવસે સવારે ઉઠીને સ્નાન કરી જુદા-જુદા કાર્યોથી નિવૃત હોઈને વ્રતના સંક્લપ લેવું જોઈએ. સંક્લ્પ માટે “મમ અખિલપાપક્ષયપૂર્વક પ્રીતિકામનયા કામદા એકાદશી વ્રત કરિષ્તે” આ મંત્રના મનન કરો .
એનુ અર્થ છે કે હે ઈશ્વર મેં મારા બધા પાપોને ખતમ કરવાના ઉદ્દેશ્ય થે અને સુખપૂર્વક જીવન વ્યતીતે કરવાની ભાવનાથી કામદા એકાદસીના વ્રત કરીશું. એના પછી ભગવાન નારાયણની પ્રતિમાને પાલનામાં સ્થાપિત કરો અને તેના વિધિપૂર્વક ધૂપ, દીપ, અક્ષત, વગેરેથી પૂજન અર્ચન અને સ્તવન કરો . આખી રાત જાગરણ કરે ભજન અને સ્ત્વાન કરો અને બીજા દીવસે સ્નાન વગેરે કરી વ્રતના પારણ કરો. ઉપવાસમાં માત્ર ફલાહાર કરો.
કામદા એકાદશી વ્રતકથા પહેલાના સમયમાં ભોગાવતી નામની નગરીમાં પુંડરિક નામનો નાગરાજા રાજ્ય કરતો હતો. તેની સેવામાં ગાંધર્વો, યક્ષો, અપ્સરાઓ તથા કિન્નરો સદા રહેતા. તે નગરીમાં લલિત નામનો ગાંધર્વ તથા લલિત નામની ગાંધર્વી રહેતાં હતાં. તે બંને પતિ પત્ની હતાં. તે બંને એક બીજામાં ખૂબ આસક્ત રહેતાં હતાં. બંને એકબીજાંને ખૂબ પ્રેમ કરતાં હતાં.એક વખત પુંડરિકની સભામાં લલિત ગીત ગાતો હતો. અચાનક તેને લલિતા યાદ આવી. તેથી તે ગાયનમાં ભૂલ કરવા લાગ્યો. તેના મનની સ્થતિ કર્કોટક નામનો નાગ જાણી ગયો. તેણે પુંડરિક રાજાને લલિતના મનની વાત કહી દીધી.
આ સાંભળી લલિત ઉપર પુંડરિક રાજા ગુસ્સે થયાં. તેમણે તત્કાળ લલિતને શ્રાપ આપતાં કહ્યું કે, હે પાપાત્મા, હે કામી, તું તત્કાળ રાક્ષસ બની જા. શ્રાપ સાંભળતાં જ લલિત મહાભયંકર રાક્ષસ બની ગયો. તે હિમાલય જેવો વિશાળ, કાળા કોલસા જેવો તેનો રંગ, તેનાં લાલચોળ નેત્રો જોઈ ભલભલા ડરી જતા. આ જોઈ લલિતાને ખૂબ દુ:ખ થયું. તે રાત દિવસ પતિને પાછા મૂળ સ્વરૂપમાં લાવવાના વિચાર સાથે લલિતની પાછળ પાછળ ફરવા લાગી.લલિત રાક્ષસ સામે જે મળે તેને ખાઈ પેટનો ખાડો પૂરતો હતો.
આમને આમ બંને ફરતાં ફરતાં વિદ્યાચળ પર્વત ઉપર પહોંચી ગયાં. ત્યાં તેમણે ઋષ્યશૃંગ મુનિનો આશ્રમ જોયો. ત્યાં જઈ તેમણે મુનિને ભાવથી પ્રણામ કર્યા. પોતાનું વિતક કહ્યું. આ સાંભળી દયાના સાગર ઋષ્યશૃંગ મુનિએ તે બંનેને ચૈત્ર સુદ અગિયારશ કે જે કામદા એકાદશીથી ઓળખાય છે. તે કરવા જણાવ્યું.તે બંનેએ ચૈત્ર સુદ અગિયારશ આવતાં ખૂબ ભાવથી તે એકાદશી કરી. તેનું તમામ પુણ્ય તેમણે ભગવાન વિષ્ણુનાં ચરણોમાં અર્પણ કયુ. જેનાં પુણ્યપ્રતાપે તે જ વખતે લલિતનું સ્વરૂપ પહેલાં હતું તે કરતાં પણ વધુ દિવ્ય થઈ ગયું.
લલિતા પણ ઇન્દ્રાણીની જેમ શોભવા લાગી. આ પછી તેઓ પાછાં ભોગાવતી નામની નગરીમાં આવ્યાં. તેમને જોઈ પુંડરિક ખુશ થઈ ગયો. તેણે સર્વ વૃત્તાંત તેમની પાસેથી સાંભળી પાછો લલિતને સેવામાં લઈ લીધો. આજે શું કરવું ખૂબ સંયમિત જીવન જીવવું. મન તથા ઇન્િદ્રય પર કાબૂ રાખવો. ઉપવાસ કરવો. ભગવાન વિષ્ણુને લવિંગ અવશ્ય ધરાવવાં. વ્રતનું ફળ: આ એકાદશી કરનાર મનુષ્યનાં અનંત પાપ બળી જાય છે. તેનાં પુણ્યથી નિ:સંતાનને સંતાન થાય છે. મનના મનોરથ પાર પડે છે.
English
According to this story, one Mahash Ekadashi should not eat food according to the purported "Ekadasan hainey jayat baat jayyabayoripi". From the day before the vow of this day, one should eat any thing made from mung or barley or wheat. The next day, on the day of Ekadashi, one should get upstairs and take bath with bathing after being rested from different tasks. For this purpose, meditate on this mantra of "Mama Akhilpapadamay Pethitikamanya Kamada Ekadashi Vrat Karat".
This means that God will vow for the purpose of eliminating all my sins and the desire to live happily. After that, establish the statue of Lord Narayana in Palan and worship him with ardent incense, Deep, Akshat, etc., worship Uran and Shravan. Make a vigil for the whole night and celebrate it with the bath on the second day. Just be quick in fasting.
Kamda Ekadashi scripture was earlier used by Pundarik Nagaraja in the name of the city named Bhogavati. Gunnarva, Yakshas, Apsara and Kannars live in their service forever. In that town, the Gandhevi named Lalit and the Gandhevi lived in Lalit. She was both husband and wife They both were very impatient in one another. Both loved each other very much. Once upon a time Pundariks song was sung by a fine song. Suddenly he remembered Lalita. So he started making a mistake in the songs. Know the location of his mind the name of the name of the Karkotote. He told the Pandit king about the mind of Lalit.
On hearing this, the Pundarik king got angry. He immediately cursed Lalit, saying, "O Papa, O Kami, you become an instant monster." Lalit Mahabhaiyankar became a demon when he heard the curse. It looked like the Himalayas, its color like a black coal, its reddish eyes, and Bhalbala was scared. Seeing this, Lalita was very sad. It was night and day that she started going back to Lalit with the idea of bringing her back to her original form. It was enough to eat a pitchers stomach that was found in front of an elite demon.
Both of them reached the circular mountain on the moving hills. There he saw the ashram of Rishshring Muni. He went there and bowed his head with gratitude. Said his witch. This hearing is called the Chaitra Sud Agiyarash, which is known by Kamda Ekadashi, by the Sea of Kindness, Rhesusing Muni. He told them to do so. Both of them came from Chaitra Sud and stayed with them for a lot of time. He offered all his virtues in the feet of Lord Vishnu. At the same time, the form of Lalit became even more divine than it was earlier.
Lalita also looked like an Indrani. After this, they came back to the town named after us. Pundarik was happy to see them. He listened to all the annals and took the service of Lalit. What to do today is to live a very modest life. Control the mind and the intestines. Fasting Holding Lord Vishnus clove in vain. The fruit of the Vritta: The eternal death of this Ekadashi man is burnt. The child is born to his offspring. Mind of mind is beyond.