Ekadashi Mahima – (વરુથીની એકાદશી વ્રત કથા – ચૈત્ર વદ – ૧૧)
ગુજરાતી
યધિષ્ઠિરે પૂછયું : “હે ભગવન્ ! ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં કઇ એકાદશી આવે છે ? કૃપા કરીને એનો મહિમાં બતાવો.”શ્રી કૃષ્ણ બોલ્યા : “રાજન ! ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં “વરુથીની” એકાદશી આવે છે તે ઇન્દ્ર લોક અને પરલોમાં સૌભાગ્ય પ્રદાન કરનારી છે.”
વરુથિનીનીના વ્રતથી જ સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ થાય છે. જે ફળ દસહજાર વરસ સુધી તપસ્યા કર્યા પછી મનુષ્યને પ્રાપ્ત થાય છે. એજ ફળ આ વરુથિની એકાદશીનું વ્રત રાખવા માત્રથી પ્રાપ્ત થાય છે
નૃપશ્રેષ્ઠ ! ઘોડાના દાન કરતા હાથીનું દાન શ્રેષ્ઠ છે. ભૂમિદાન એના કરતાપણ મોટુ દાન છે. ભૂમિદાન કરતા પણ વધારે મહત્વ તલદાનનું છે. તલદાનથી વધારે સુવર્ણદાન અને સુવર્ણદાનથી વધારે અન્નદાન છે. કારણ કે દેવતા, પિતૃઓ તથા મનુષ્યોને અન્નથી જ તૃપ્તી થાય છે. વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ આ દાન સમાન જ બતાવ્યુ છે.
ગાયનું દાન કન્યાદાન તુલ્ય જ છે. આ સાક્ષાત ભગવાનનું કથન છે. આ બધા દાનોથી પણ મોટુ વિદ્યાદાન છે.
મનુષ્યો વરુથિની એકાદશીનું વ્રત કરીને વિદ્યાદાનનું પણ ફળ પ્રાપ્ત કરી લે છે. જે લોકો પાપથી મોહિત થઇને કન્યાયાના ધનથી આજીવિકા ચલાવે છે. તેઓ પૂણ્યનો ક્ષય ગતાં યાતનામય નરકમાં પડે છે. આથી સર્વ પ્રકારના પ્રયત્નો કરીને કન્યાધનથી બચવું જોઇએ. એને પોતાના કામમાં ન લેવું જોઇએ.
જેઓ પોતાની શકિત પ્રમાણે પોતાની કન્યાયને આભુષણોથી વિભૂષિત કરીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે, એમના પૂણ્યની સંખ્યા બતાવવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે. વરુથિની એકાદશી કરીને પણ મનુષ્યો એના જેવું ફળ પ્રાપ્ત કરી શકે છે.રાજન ! રાત્રે જાગરણ કરીને જે ભગવાન કાનુડાનું પૂજન કરે છે,
એ બધા પાપોથી મુકત થઇને પરમગતીને પ્રાપ્ત થાય છે. આથી પાપભીરુ મનુષ્યોને પૂર્ણ પ્રયત્ન કરીને આ વ્રત કરવું જોઇએ. યમરાજથી પડનારા મનુષ્યે વરુથિનીનું વ્રત કરવું.રાજન ! આના વાંચન અને શ્રવણથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે. તથા મુનષ્ય બધા પાપોથી મુકત થઇને સ્વર્ગમાં પ્રતિષ્ઠિત થાય છે.
English
Yudhisthira asked: "O God! Which Ekadashi comes in the Krishna Party of Chaitra Mass? Please show her in a month. "Mr. Krishna said:" Rajan! In the Krishna party of Chaitra Mass, "Varundi" Ekadashi is coming, it is providing festivities in Indra Lok and Parlas. "
Vruthinis vow is the result of eternal happiness and sin. The person who receives the penance after tenth of a year receives the human being. The same fruit is obtained only by keeping the Vruthini Ekadashi vows
The best! Elephant donation is best for horse donation. Land is a big donation even more than that. There is more importance than groundwater. Greater grains than sugarcane and more grain than golden grains. Because gods, fathers, and humans are thirsty with food. Scholarly men have also shown the donation to the bride.
The cows donation is equal to the bride. This is the verse of God. This is a great education from all donors.
Humans receive Vruthi Ekadashis vow and also get the result of Vidyadan. The people who live in poverty through the wealth of the bride, are living in poverty. They fall into the hell of death of virtue. Therefore, all efforts should be avoided by mating. It should not take him into his work.
Chitragupta is also unable to show the number of his accomplices who donate their daughters to the bride by offering holy gifts and gifts to them by holy offerings. Even humans can achieve such a fruit by doing Ekadashi, Varodhini. The lord who worshiped the Lord by night awakening,
All these sins are attained by getting rid of sins. Therefore, this vow should be done by the sinful humans by trying their best. Worship of Varuthini by the people of Yamraj. This reading and listening gives the benefit of the Sahaadha daanadana. And the soul is free from all sins and is honored in heaven.