Ekadashi Mahima – (આમલકી એકાદશી વ્રત કથા – ફાગણ સુદ – ૧૧)
ગુજરાતી
ફાગણ મહિનાના શુકલ પક્ષની એકાદશીનું નામ આમલકી છે. આનુ પવિત્ર વ્રત વિષ્ણુલોકની પ્રાપ્તિ કરાવનારું છે. રાજા માધ્યત્વએ પણ વશિષ્ટજીને આવો જ પ્રશ્ર્ન પૂછયો હતો. જેના જવાબમાં મહામુનિએ કહ્યું હતું.
“આમલકી” (આમળાનું) મહાનવૃક્ષ ઉત્પન્ન થયુ કે જે બધા જ વૃક્ષોનું આદિ કહેવાય છે. આજ સમયે પ્રજાની સૃષ્ટિ રચવા માટે ભગવાને બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. અને બ્રહ્માજીએ દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષ, નાગ અને નિર્મળ અંતઃકરણવાળા મહર્ષિઓને જન્મ આપ્યો. એમનામાંથી દેવતાઓ અને ઋષિઓ એ સ્થાન પર આવ્યા કે જયાં આમળાનું વૃક્ષ હતું. રાજન ! આમળાના વૃક્ષને જોઇને દેવતાઓને ઘણીજ નવાઇ લાગી. કારણ કે આ વૃક્ષ વિશે તેઓ જાણતા ન હતા. દેવતાઓને વિસ્મીત થયેલા જોઇને આકાશવાણી થઇ.
“મહર્ષિઓ ! આ સર્વશ્રેષ્ઠ આમળાનું વૃક્ષ છે કે જે વિષ્ણુને પ્રિય છે. એના સ્મરણ માત્રથી ગૌદાનનું પૂણ્ય મળે છે. સ્પર્શ કરવાથી એના કરતા બમણું અને ફળ ખાવાથી ત્રણ ગણું ફળ ખાવાથી ત્રણ ગણું ફળ પ્રાપ્ત થાય છે. બધાય પાપોનું હરણ કરનારું એ વૈષ્ણવ વૃક્ષ છે. એના મૂળમાં વિષ્ણું એની ઉપર બ્રહ્મા, ખભામાં શિવ, શાખાઓમાં મુનિઓ, ડાળીઓમાં દેવતા, પાનમાં વશુ, ફુલોમાં મરુદગણ અને ફળમાં સમસ્ત પ્રજાતિઓ વાસ કરે છે. આમળાનું વૃક્ષ સર્વ દેવમય છે. આથી વિષ્ણુભકત પુરુષો માટે એ પરમ પૂજય છે. માટે હંમેશા પ્રસન્નતા પૂર્વક આમળાનું સેવન કરવું જોઇએ.
ઋષિઓ બોલ્યાઃ “આપ કોણ છો? દેવતા છો કે અન્ય કોઇ ? અમને સત્ય જણાવો.”
પુનઃ આકાશવાણી થઇઃ “જે સંપૂર્ણ ભૂતોના કર્તા અને સમસ્ત ભૂવનના સૃષ્ટા છે. જેમને મહાન પુરુષો પણ મુશ્કેલીથી જોઇ શકે છે. એજ સનાતન વિષ્ણુ હું છું.” શ્રી વિષ્ણુનું આ કથન સાંભળીને ઋષિઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. આમ કરવાથી શ્રી હરિ સંતુષ્ટ થયા અને બોલ્યાઃ “મહર્ષિઓ તમને હું અભિષ્ટ વરદાન આપું ?” ઋષિઓ બોલ્યાઃ “ભગવાન! જો તમે સંતુષ્ટ થયા હોય તો અમારા લોકોના હિત માટે કોઇ એવું વ્રત બતાવો કે જે સ્વર્ગ અને મોક્ષરુપી ફળ પ્રદાન કરનારું હોય!”
શ્રીહરિ બોલ્યાઃ “મહર્ષિઓ! ફાગણ મહિનાના શુકલ પક્ષમાં જો પુષ્ય નક્ષત્રવાળી એકાદશી હોય તો એ મહાન પુણ્ય પ્રદાન કરનારી અને મોટા મોટા પાતકોનો નાશ કરનારી હોય છે. આ દિવસે આમળાના વૃક્ષ પાસે જઇને ત્યાં રાત્રે જારણ કરવું જોઇએ. આનાથી મનુષ્ય બધા પાપોમાંથી મુકત થઇ જાય છ, અને સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત કરે છે.”
ભગવાન વિષ્ણુએ કહ્યું : “વિપ્રગણો! આ એકાદશીના પ્રાતઃકાળે દંત પાવન કરીને સંકલ્પ કરવો કેઃ “હે પુંડરીકાક્ષ! હું એકાદશીને નિરાહાર રહીને બેજા દિવસે ભોજન કરીશ. આપ મને ચરણમાં રાખો.”આવો નિયમ લીધા પછી પતિત, ચોર, પાખંડી, દુરાચારી અને મર્યાદા ભંગ કરનારા મુનષ્યો સાથે વાર્તાલાપ ન કરવો. પોતાના મનને વશમાં રાખીને સ્નાન કરવું. સ્નાન કરતા પહેલાં શરીર પર માટી લગાવવી.”
ત્યાર બાદ ભકિત યુકત ચિત્તથી જાગરણ કરવું. નૃત્ય, સંગીત, વાદ્ય, ધાર્મિક ઉપાખ્યાન અને વિષ્ણુ સંબંધી કથા વાર્તા આદિ દ્વારા એ રાત્રિ પસાર કરવી. ત્યાર બાદ શ્રી વિષ્ણુનું નામ લને આમળાના વૃક્ષની એકસો આઠઅથવા અઠાવીશ વખત પરિક્રમાં કરવી. પછી સવાર પડતા શ્રીહરિની આરતી કરવી. બ્રાહ્મણની પૂજા કરીને ત્યાંની બધી સામગ્રી ગ્રહણ કરવા નિવેદન કરવું. પરશુરામનો કળશ, વસ્ત્ર, પગરખા વગેરે બધી વસ્તુઓનું દાન કરી દેવું. ત્યારબાદ કુટુંબીઓ સાથે બેસીને સ્વયં પણ ભોજન કરવું. બધાજ તીર્થોનું સેવન કરવાથી જે પુણ્ય પ્રપ્ત થાય છે, એ બધું જ ઉપરની ઉપરોકત વિધિના પાલનથી સુલભ થાય છે. શ્રીકૃષ્ણ કહે છેઃ યુધિષ્ઠિર ! આ દુર્લભ વ્રત મુનષ્યને બધા પાપોથી મુકત કરનારું છે.
English
The name of the Ekadashi of the Shagal party of the month of Phagun is Amlaki. This holy Vrishti is a Vishnul. Raja Madhyavita also asked the same question to the Vashishtiji. In response, Mahamuni said. "rnrnThe great tree of "Tamarind" (Mango) has arisen which is called Adi of all trees. At the same time, God created Brahmagya for the creation of the people. And Brahma gave birth to God, Demon, Gandharva, Yaksha, Maun, Nag and Nirmal Conscious Maharishis. Gods and Rishis from their place came to the place where there was a tree of mangala. Rajan! The gods are very surprised to see the amara tree. Because they did not know about this tree. The sky became visible when the gods saw it disappeared.rnrn"Maharishi! This is the best mangled tree that is favorite of Vishnu. Only the remembrance of him gets the fulfillment of the Gaudan. Due to touching it twice a day and eating fruit by feeding three times the fruit gets three times more fruit. It is a Vaishnava tree that defects all the sins. In its origin, Vishnu is Brahma on it, Shiva in the shoulder, Munis in the branches, Deities in the branches, Vasa in the leaf, Marudgan in the flowers and the entire species in the fruit resides. The tree of mango is all-round. That is why Vishnubhakta is worshiped for that person. To be always happy should be consumed.rnrnRishi said: "Who are you? Goodness or any other? Tell us the truth. "rnRevival: "which is the creator of the full ghost and the synonymous ghost. The great men who can see them with difficulty. I am the only eternal Vishnu. "After listening to this statement of Shri Vishnu, the Rishis started praising God. By doing this, Shri Hari was satisfied and said, "Maharishi should I give you a wonderful blessing?" Rishi said: "Lord! If you are satisfied, then show a vow for the benefit of our people, who is offering the fruit of heaven and moksha. "rnrnShreehari said: "Maharishi! If there is Ekadashi with the Buddha Star, it is a great sacrifice and destroyer of big beasts. On this day, going to the tree of amla should be stored at night. By this, human beings get rid of all sins, and the millennial yields the fruit of the grave. "rnrnLord Vishnu said: "Wink! To achieve this goal by offering a dental gift to the Ekadashi, "Hey Pondrikakas! I will eat food on a single day and I will eat food on a single day. You should keep me in the stage. "After taking such a rule, do not interfere with defectors, thieves, hypocrites, mischief-makers and infidels. Wash your mind with your mind. Before bathing, apply clay on the body. "rnrnAfter that, awakening the devotees. Dancing, Dance, Music, Instrumental, Religious Upanishad and Vishnu related story Then the name of Shri Vishnu will be done in parikrama eight hundred or eighty times in the tree of amla tree. Then, after shrieking in the morning, After worshiping Brahmin, take a statement to accept all the material there. Parshurams collection, dress, footwear etc. donate all the things. After that, having a meal with the family and eating myself too. The virtue that is attained by practicing all the pilgrimages, is accessible by following the aforesaid rituals. Lord Krishna says: Yudhishthira! This rare vow is free from death of all sins.