Ekadashi Mahima – (અજા એકાદશી વ્રત કથા – શ્રાવણ વદ – ૧૧ )
ગુજરાતી
શ્રાવણ માસના પક્ષની એકાદશીનું નામ “અજા” છે. એ બધા પાપોનો નાશ કરનારી ગણાઇ છે. ભગવાન ઋષિકેશનું પૂજન કરીને એનું વ્રત જે કરે છે, એના બધા પાપો નાશ પામે છે.”
પૂર્વકાળમાં હરિશ્ર્ચંદ્ર નામના પ્રખ્યાત રાજા થઇ ગયા. તેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સત્યવાદી હતા. એકવાર કોઇ કર્મનું ફળ પ્રાપ્ત થતાં એમને રાજય છોડવું પડ્યું. રાજાએ પોતાની પત્ની તથા પુત્રને વેચી દીધા. પછી પોતાને પણ વેચ્યા. પૂણ્યાત્મા હોવા છતાં પણ એમણે ચંડાળની ગુલામી કરવી પડી. તેઓ મડદાના કફન લેવાનું કામ કરતા.
આમ થવા છતાં પણ નૃપશ્રેષ્ઠ હરિશ્ર્ચંદ્ર સત્યથી વિચલિત ન થયા.
આ રીતે ચંડાળની ગુલામી કરતાં કરતા એમના અનેક વર્ષો વિતી ગયા. એથી રાજાને ઘણી ચીંતા થઇ. તેઓ અત્યંત દુઃખી થઇને વિચારવા લાગ્યા. “શુ કરું ? કયાં જાઉ ? કેવી રીતે મારો ઉધ્ધાર થશે ?” આ રીતે ચિંતા કરતાં કરતાં તેઓ શોકના સમુદ્રમાં ડૂબી ગયા.
રાજાને શોકાતુર જાણીને કોઇ મુનિ એમની પાસે આવ્યા તેઓ મહર્ષિ ગૌતમ હતા. શ્રેષ્ઠ બ્રાહ્મણોને પોતાની પાસે આવેલા જોઇને નૃપશ્રેષ્ઠે એમના ચરણોમાં પ્રણામ કર્યાં, અને બંન્ને હાથ જોડીને ગૌતમની સામે ઊભા રહીને પોતાની દુઃખમય કથા કહી સંભળાવી. રાજાની વાત સાંભળીને ગૌતમે કહ્યું.
“રાજન ! શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષમાં અત્યંત કલ્યાણકારી “અજા” નામની એકાદશી આવી રહી છે. એ પૂણ્ય પ્રદાન કરનારી છે. એનું વ્રત કરો, એનાથી પાપનો અંત થશે તમારા સદ્દભાગ્યે આજથી સાતમાં દિવસે જ એકાદશી છે, એ દિવસે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરજો.” આમ કહીને મહર્ષિ ગૌતમ અલોપ થઇ ગયાં.
મુનિની વાત સાંભળીને રાજાએ. ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું. આ વ્રતના પ્રભાવથી રાજા બધા દુઃખથી મુકત થઇ ગયા એમને પત્ની તથા પુત્ર પુનઃ પ્રાપ્ત થયા. આકાશમાં નગારા વાગી ઊઠયા. દેવલોકમાંથી ફુલોની વર્ષા થવા લાગી એકાદશીના પ્રભાવથી રાજાને ફરીથી રાજય પ્રાપ્ત થયું. અને અંતે તેઓ પૂરજન અને પરિજન સાથે સ્વર્ગલોકને પામ્યા.
રાજન ! એ મનુષ્ય “અજા એકાદશી” વ્રત કરે છે એ બધા પાપોથી મુકત થઇને સ્વર્ગલોકમાં જાય છે. આને વાંચવા અને સાંભળવાથી અશ્ર્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે.
English
The name of the Ekadashi of the Shravan Mas party is "Ajaga". All those sins are considered to be destroyed. Lord Rishikesh is worshiped and his vows do, all the sins are destroyed. "
In the past, Harishchandra became a famous king. He was the master of truth and truthful. Once one has attained the fruits of karma, he has to leave the state. The king sold his wife and son. Then sold themselves too. Even though he is full of spirituality, he has to make a confrontation with the clan. They work to take a cocoon of curry.
Even after this, the eldest Harishchandra was not disturbed by the truth.
This is how many years have passed since the slavery of the Moon. So the king was very worried. They began to think very sadly. "What to do? Where to go? How can I be raised? "In this way they are submerged in the ocean of grief.
Knowing that the king was mournful, some Muni came to him, who was Maharshi Gautam. Seeing the best Brahmins coming to them, they bowed down to their feet, and together with their hands, stood up against Gautam and told his sad story. Gautam said, listening to the kings talk.
"Rajan! In the month of Shravan, Krishna is receiving a very well-known "Aja" auspicious name. It is a complete offer. It will end your sin; it will end your sin. Today, on the seventh day there is Ekadashi, fasting on that day, keep awake at night. "Maharishi Gautam said, thus disappearing.
Raja heard the matter of Muni. The best way to do it. With the influence of this veneration, the king got rid of all the misery, and he received the wife and son again. The sky rises in the sky. Due to the influence of Ekadashi on the occasion of flowering of flowers from the Devlok, the king was re-elected. And in the end, they got the Swargalock with the sufficiency and the destiny.
Rajan! A person who vows "Aaja Ekadashi" goes away from all the sins and goes to heaven. Reading and listening to this is the result of the Ashwamedha Yagya.