Ekadashi Mahima – (દેવશયની એકાદશી વ્રત કથા – અષાઢ સુદ – ૧૧ )
ગુજરાતી
અષાઢ માસના શુકલ પક્ષમાં આવતી એકાદશીનું નામ “દેવશયની” અથવા “દેવપોઢી” એકાદશી છે. હું તેનું વર્ણન કરું છું એ મહાન પૂણ્યમયી, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી, બધા પાપોને હરનારી તથા ઉત્તમ વ્રત છે.
અષાઢ શુકલપક્ષમાં દેવપોઢી એકાદશીના દિવસે જેમણે કમળના પુષ્પથી શ્રી વિષ્ણુંનું પુજન તથા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું છે, એમણે ત્રણેય લોકો અને ત્રણેય સનાતન દેવતાઓનું પૂજન કર્યા સમાન છે. દેવ પોઢી એકાદશીના દિવસે મારું એક સ્વરુપ રાજા બલીને ત્યા રહે છે. અને બીજું ક્ષીર-સાગરમાં શેષનાગની શૈય્યા પર ત્યાં સુધી શયન કરે છે કે જયાં સુધી આગામી કારતક માસની એકાદશી ન આવે.
આથી અષાઢ શુકલા એકાદશીથી માંડીને કારતક શુકલા એકાદશી સુધી મનુષ્યે. વિશેષરુપે ધર્મનું આચરણ કરવું જોઇએ. જે મનુષ્ય આ વ્રતનું અનુષ્ઠાન કરે છે એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. આથી પ્રયત્ન પૂર્વક આ એકાદશીનું વ્રત કરવું જોઇએ. એકાદશીની રાત્રે જાગરણ કરીને શ્રી વિષ્ણુની પૂજા કરવી જોઇએ. એમ કરનારા પુરુષના પૂણ્યની ગણના કરવામાં બ્રહ્માજી પણ અસમર્થ છે. જે લોકો વિધિપૂર્વક આ વ્રત કરે છે
એ જાતિનો ચંડાળ હોય તો પણ સંસારમાં સદાય મારું પ્રિય કરનારો છે. જે મનુષ્ય દીપદાન, ખાખરાના પાન પર મોજન, તથા વ્રત કરતાં ચોમાસુ વ્યતિત કરે છે, તેઓ મારા પ્રિય છે. એ માસમાં ભગવાન વિષ્ણું યોગ નિદ્રામાં શયન કરે છે, આથી મનુષ્યે ભૂમિ પર શયન કરવું જોઇએ. શ્રાવણમાં શાક અને દૂધ ભાદરવામાં દહીં અને કારતકમાં દાળનો ત્યાગ કરી દેવો જોઇએ. અથવા એ માસમાં જે બ્રહ્મચર્યનું પાલન કરે છે એ પરમગતિને પ્રાપ્ત થાય છે. રાજન ! એકાદશીના વ્રતથી મનુષ્ય બધાજ પાપોથી મુકત થઇ જાય છે. આથી સદા એનું વ્રત કરવું જોઇએ.”
“દેવપોઢી અને (કાર્તિક શુકલા) દેવ ઊઠીની વચ્ચે જે કૃષ્ણ પક્ષની એકાદશી હોય છે, ગૃહસ્થ માટે એજ વ્રત રાખવા માટે યોગ્ય છે. બીજા મહિનાઓની કૃષ્ણપક્ષની એકાદશી ગૃહસ્થી માટે વ્રત રાખવા યોગ્ય નથી હોતી શુકલ પક્ષની બધી એકાદશીનું વ્રત કરવું જોઇએ.”
English
The name of Ekadashi, which is part of the Shukla party of the eleventh month, is called "Ishyaani" or "Devopody" Ekadashi. I am describing it, which is a great, full-time, heaven and moksha, which is the best and the best of all sins.
In Ashdh Shukalpaksha, on the day of Goddess Ekadashi, who has performed the best of Vishnus Pujan and Ekadashi from the flower of lotus, it is similar to worshiping three people and three eternal deities. On the day of Goddod Ekadashi, I live in Balinese, a form of king. And secondly, the bed of Shishnag falls into the sea, till the next kartak is not a single day.
Thus, human beings from Shukla Ekadashi to Kartak Shukla Ekadashi. Especially should religion be practiced. The human beings who perform this yatra are blessed with the absolute power. Therefore, this Ekadashi should be vigilant. Shree Vishnu should be worshiped by awakening at Ekadashi night. Brahma is also incapable of counting the Puran of the person doing this. Those who worship this venerable vow
Even if it is a clan of caste, it is always my favorite in worldly life. The human beings who live on Deepan, Bhiwana leaf, and Monsoon express their blessings, they are my favorites. In that month Lord Vishnu yoga sleeps, so human beings should sleep on the ground. Dosage should be discarded in yogurt and carrot in vegetable and milk in the Shravan. Or in the month, the one who abides in brahmacharya is blessed with parmagati. Rajan! Human beings get rid of all sins from Ekadashis vow. This should always be vow. "
"Devpodhi and (Kartik Shukla) are among the Gods of Ekadashi in the midst of the rising of God, it is appropriate for the household to keep the same vow. All the Ekadashi of the party should be vowled for not being able to keep vows for the other months Krishnakshi Ekadashi house. "