Ekadashi Mahima – (પાપમોચિની એકાદશી વ્રત કથા – ફાગણ વદ – ૧૧)
ગુજરાતી
પાપમોચિનીની એકાદશીના વિષે ભવિષ્યોત્તર પુરાણમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યુ છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ રૂપની પૂજા કરવામાં આવે છે. વ્રત રાખનારા દશમી તિથિના રોજ એક સમય સાત્વિક ભોજન કરે અને ભગવાનનું ધ્યાન કરો. એકાદશીની સવારે સ્નાન વગેરે કર્યા પછી વ્રતનો સંકલ્પ કરો. સંકલ્પ કરો. સંકલ્પ પછી ષોડષોપચાર (16 સામગ્રીઓથી) સહિત ભગવાન શ્રીવિષ્ણુની પૂજા કરો.
પૂજા પછી ભગવાનની સામે બેસીને ભગવદ કથાનો પાઠ કરો કે કોઈ યોગ્ય બ્રાહ્મણ પાસે કરાવો. પરિવાર સહિત બેસીને ભગવદ કથા સાંભળો. રાતભર જાગરણ કરો. તેથી રાત્રે પણ કશુ પણ ખાધા વગર ભજન કીર્તન કરીને જાગરણ કરો.
બારસના દિવસે સવારે સ્નાન કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરો પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપીને વિદાય કરો. ત્યારપછી પોતે ભોજન કરો. આ રીતે પાપમોચની અગિયારસ કરવાથી ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે અને વ્રતીના બધા પાપોનો નાશ કરી દે છે.
પાપ મોચની એકાદશી વ્રત કથા
ખૂબ સમય પહેલા માંધાતા નામનો એક પરાક્રમી રાજા હતો. રાજા માંઘાતાએ એકવાર લોમશ ઋષિને પૂછ્યુ કે મનુષ્ય જે જાણા અજાણે પાપ કરે છે તેનાથી મુક્ત કેવી રીતે થઈ શકે છે ?
ત્યારે મહર્ષિ લોમશે કહ્યું હતું.” “નરેશોમાં શ્રેષ્ઠ રાજન ! પૂર્વકાળની વાત છે. અપ્સરાઓ દ્વારા સેવિત ચૈત્રરથ નામના વનમાં કે જયાં ગંધર્વોની કન્યાઓ પોતાના કિંકરો સાથે વાદ્યો વગાડીને વિહાર કરે છે, ત્યાં મંજુઘોષા નામની અપ્સરા મુનિવર મેઘાવીને મોહિત કરવા માટે ગઇ. મહર્ષિ ચૈત્રરથવનમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. મંજુઘોષા મુનિનાભયથી આશ્રમથી એક કોશ દૂર રોકાઇ ગઇ. અને સુંદર રીતે વીણા વગાડતી વગાડતી મુધર ગીતો ગાવા લાગી. મૂનિશ્રી મેઘાવી ફરતાં ફરતાં ત્યાં જઇ પહોચ્યા અને એ સુંદર અપ્સરાને આ રીતે ગાતી જોઇને અકારણ જ મોહને વશીભુત થઇ ગયા. મુનિની આવી રવસ્થા જોઇને મંજુઘોષા એમની પાસે આવી વીણા નીચે મુકીને એમને આલીંગન કરવા લાગી. મેઘાવી પણ એની સાથે રમણ કરવા લાગ્યા. દિવસ રાતનું પણ એમને ભાન ન રહ્યું આ રીતે ઘણા દિવસે પસાર થઇ ગયા સમય થતાં મંજુઘોષા દેવલોકમાં જવા લાગી. જતી વખતે એણે મુનિશ્રીને કહ્યું : બ્રાહ્મન્ ! મને હવે મારા લોકમાં જવાની રજા આપો.”
મેઘાવી બોલ્યાઃ “દેવી ! જયાં સુધી સવારની સંધ્યા ન થાય તયાં સુધી મારી પાસે જ રહો.” અપ્સરાએ કહ્યું : “વિપ્રવર ! અત્યાર સુધી કોણ જાણે કેટલીયે સંધ્યાઓ જતી રહી! મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર કરો.”
લોમશજી કહે છેઃ “રાજન ! અપ્સરાની વાત સાંભળીને મેઘાવી ચકિત થઇ ગયા ! એ સમયે એમણે વીતેલા સમયનો હિસાબ બતાવ્યો તો ખબર પડી કે મંજુઘોષા સાથે રહેતા અમને સત્તાવન વર્ષ થઇ ગયા અપ્સરાને પોતાની તપસ્યાનો વિનાશ કરનારી જાણીને મુનિને એના પર ઘણો ક્રોધ આવ્યો. એમણે શ્રાપ આપતા કહ્યું. “પાપિણી ! તું પિશાચીની બની જા.” મુનિના શ્રાપથી વિચલીત થવા છતાં એ વિનયથી મસ્તક નમાવીને બોલીઃ “મુનિવર ! મારા શ્રાપનો ઉધ્ધાર કરો. સત્ય પુરુષો સાથે સાત વાકયો બોલવાથી અથવા સાત ડગલા ચાલવા માત્રથી જ એમની સાથે મિત્રતા થઇ જાય છે. બ્રહ્મન ! હું અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું, આથી સ્વામી ! મારા પર કૃપા કરો.”
મુનિ બોલ્યાઃ “ભદ્રે ! શુ કરું ? તે મારી વર્ષોની તપસ્યાનો નાશ કરી દીધો છે, છતાં પણ સાંભળ ! ફાગણમાસમાં કૃષ્ણપક્ષમાં જે શુભ એકાદશી આવે છે એનું નામ છે “પાપમોચીની” એ શ્રાપથી મુકત કરનારી અને બધા પાપોનો ક્ષય કરનારી છે. સુંદરી ! એનું જ વ્રત કરવાથી તારું પિશાચપણું દૂર થશે.”
આમ કહીને મુનિશ્રી મેઘાવી પોતાના પિતા મુનિવર ચ્યવનના આશ્રમ પર ગયા. એમને આવેલા જોઇને મુનિવર ચ્યવનજીએ પૂછયું. “પુત્ર ! આ શું કર્યું ? તેં તો તરા પૂણ્યનો નાશ કરી દીધો !” મેઘાવી બોલ્યાઃ “પિતાશ્રી ! મે અપ્સરા સાથે વિહાર કરવાનું મહાપાપ કર્યું છે, હવે આપ જ એનું પ્રાયશ્ચિત બતાવો કે જેથી મારા પાપનો નાશ થઇ જાય !” ચ્યવનજી બોલ્યાઃ “પુત્ર ! ફાગણ માસમાં કૃષ્ણપક્ષમાં જે પાપમોચિની એકાદશી આવે છે. એનું વ્રત કરવાથી તારા પાપોનો વિનાશ થઇ જશે.”
પિતાનું આ કથન સાંભળીને મેઘાવીએ એનું વ્રત કર્યું. આથી એમના પાપો નષ્ટ થઇ ગયા. આજ પ્રમાણે મંજુઘોષાએ પણ વ્રતનું પાલન કર્યું. પાપમોચિનીનું વ્રત કરવાથી એ પિશાભયોજિમાંથી મુકત થઇ અને દિવ્ય રુપધારીણી શ્રેષ્ઠ અણ્સરા બનીને સ્વર્ગલોકમાં જતી રહી.
જે મનુષ્ય પાપમોચિની એકાદશીનું વ્રત કરે છે, એમના બધાજ પાપો આપોઆપ જ નષ્ટ થઇ જાય છે. આ મહાત્મ્યના પઢનથી અને સાંભળવાથી બહુ મોટું ફળ મળે છે. માટે હે રાજન ! પાપમોચિની એકાદશી કરવી ઘણીજ અગત્યની છે.
English
In the Puranas Purana, one of the sins of Ekadashi is described in detail. This vow is worshiped in the quadrilateral of Lord Vishnu. On the tenth day, those who keep the vow will do auspicious meal and meditate on God. After attaining Ekadashis morning bath, resolve vow. Resolve After the pledge, worship God Shree Vishnu including the sociopath (16 materials).rnrnAfter worship, recite Bhagavad Katha in front of God that you have a proper Brahman. Listen to the Bhagavad story by including the family. Stay awake So, at night, do not forget to eat anything without eating anything.rnrnAfter bathing in the morning on the twelfth day worship the Lord Vishnu and after giving food to the Brahmins, leave the dakshina and leave. After that meal yourself. In this way, doing the eleven of the sins of the Lord, Lord Vishnu is very pleased and destroys all the sins of the vow.rnrnEkadashi vritta story of sin mocharnrnA very long time ago, there was a heroic monarch named Mantha. Once the king, the queen asked Lomash Rishi that how can human beings be free from the unknowable sins?rnrnThen Maharishi Lomesh said. "Best of Rajan in Naresh! It is a matter of the past. Apataras Chaitratha, in a forest where the girls of Gandharvas play flute with their kinkaras, Apsara Munivar Manjungoshasa went to captivate megawi. Maharishi stayed in Chaitrathavan and followed brahmacharya. Manjoughosha stopped from Munnabhais Ashram to a cell. And began to sing a beautiful song playing the harp. "I do not know what you are talking about." Seeing such a situation, Manjhogosh started to harp on them by putting them under the veil. She also started to play with him. He did not even know the day and night, so many days passed, Manjhogosh started going to Devlok. When going, he told Munishri: Brahmin! Now let me go to my lock. "rnrnShe said, "Goddess! Stay there with me until the evening of the morning. "Apsara said:" Viprover! So far, who knows the number of sandals going away! Please consider the time past me. "rnrnLomashji says: "Rajan! The Apocalypse is shocked to hear the news! At that time, when he showed the past account of the past, we realized that Apasara, who lived with Manjhogosha, was devastated by the desire for destruction of his penance, Muni got a lot of anger. He said cursing. "Papini! You become a vampire. "Despite being disturbed by the curse of Muni, he bowed his head down and said," Munivar! Promote my curse. The truth is that friendships with men only make them speak seven sentences or walk seven steps. Brahman! I have been with you for many years, hence the lord! Please be kind to me. "rnrnMuni said: "Bhadre! What to do He has destroyed the annals of my years, even though! The well-known Ekadashi that comes in the Krishna festival of fagnamas is the name of the "sinful person" who is free from the curse and is responsible for all sins. Sundari! By doing the same vow, your vampire will disappear. "rnrnMunishri Maghavi, on the other hand, went to the monastery of his father Munivar Chavan. Munveer Chavanji asked me to see him. "Son! What did this do? You have destroyed your whole life! "She said," Father! I have engrossed in enmity with Apsara, now you show the atonement that my sins will be destroyed! "Chivanji said:" Son! In the month of Phagana, one of the sins of Krishna, which is the Ekadashi. Your vow will ruin your sins. "rnrnThe father gave this vow to me. So their sins have been destroyed. According to this, Manjhogosh also followed the vow. By taking vow of sins, it is free from the practice and the divine formation becomes the best nightfall and remains in heaven.rnrnAll those sins are automatically destroyed, the person who administers the Ekadashi of sinfulness. From the strength of this mahantmya and hearing, we get very big fruit. O king! It is very important to be one of the greats of sin.