Ekadashi Mahima – (ઇન્દિરા એકાદશી વ્રત કથા – ભાદરવા વદ – ૧૧)
ગુજરાતી
પ્રભુ બોલ્યાઃ “ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાઁ “ઇન્દીરા”નામની ખૂબજ પવિત્ર અને પાપહર્તા એકાદશી આવે છે. એના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો નાશ થઇ જાય છે. નીચ યોનીમાં પડેલ પિતૃઓને પણ આ એકાદશીનું વ્રત સદગતિ આપનારુ છે.”
“રાજન ! પૂર્વકાળની વાત છે. સતયુગમાં ઇન્દ્રસેન નામનો એક વિખ્યાત રાજકુમાર હતોે એનો યશ ચારે દિશામાં ફેલાઇ ગયો હતો. રાજા ઇન્દ્રસેન વિષ્ણુની ભકિતમાં લીન થઇને ગોવિંદના મોક્ષદાયક નામનો જપ કરતાં કરતાં સમય વ્યતિત કરતો અને વિધિપૂર્વક અધ્યાત્મ તત્વના ચિંતનમાં મગ્ન રહેતો.”
એક દિવસ રાજા રાજયમાં સુખપૂર્વક બેઠો હતો. એવામાં મહર્ષિ નારદ આકાશ માર્ગે ત્યાં આવી પહોચ્યા. દેવર્ષિને આવેલા જોઇને રાજા હાથ જોડીને ઉભો થઇ ગયો, અને વિધિપૂર્વક પૂજન કરીને એમને આસન પર બેસાડયા. ત્યાર બાદ રાજાએ કહ્યું : “હે મુનિશ્રેષ્ઠ ! આપની કૃપાથી મારું સર્વ કાંઇ કુશળ છે. અને આપના દર્શનથી મારો અવતાર ધન્ય થઇ ગયો. દેવર્ષિ આપના આગમનનું કારણ જણાવીને મારા પર અનુગ્રહ કરો.”
નારદજીએ કહ્યું : “રાજન ! સાંભળો, મારી વાત તમને આશ્ર્ચર્ય પમાડનારી છે. હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં આવ્યો હતો. ત્યાં એક આસન ઉપર બેસાડીને યમરાજે ભકિતપૂર્વક મારી પૂજા કરી. એ સમયે યમરાજાની સભામાં મે તમારા પિતાને પણ જોયા હતા ! એ વ્રતભંગના પ્રભાવથી ત્યાં આવ્યા હતા. રાજન ! એમણે તમને કહેવા માટે એક સંદેશ મોકલ્યો છે. સાંભળો, “પુત્ર ! મને ઇન્દીરા એકાદશીના વ્રતનું પૂણ્ય અર્પણ કરીને સ્વર્ગમાં મોકલ!” એમનો આ સંદેશ લઇને હું તમારી પાસે આવ્યો છું. રાજન ! તમારા પિતાને સ્વર્ગ લોકની પ્રપ્તિ કરાવવા માટે ઇન્દીરા એકાદશીનું વ્રત કરો.” રાજાએ પૂછયું : “મુને ! કૃપા કરીને ઇન્દીરા એકાદશીનું વ્રત કહો.”
નારદજી બોલ્યાઃ “રાજેન્દ્ર સાંભળો. હું તમને આ વ્રતની શુભકારક વિધિ કહું છું. ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં દસમના ઉત્તમ દિવસે શ્રધ્ધાયુકત ચિત્તથી પ્રાતઃકાળે સ્નાન કરવું. પછી મધ્યાહન કાળમાં સ્નાન કરીને એકાગ્રવિત્ત થઇને એકટાણું કરવું અને રાત્રે ભૂમિ પર શયન કરવું રાત્રિના અંતે નિર્મળ પ્રભાત થતાં એકાદશીના દિવસે દાતણ કરીને મોં ધોવું.
ત્યારબાદ સ્નાન કરીને ઉપવાસ કરવો. બપોરે પિતૃઓની પ્રસન્નતા માટે શાલીગ્રામ સમક્ષ વિધિપૂર્વક શ્રાધ્ધ કરવું. અને દક્ષિણા આપીને બ્રહ્મપોને ભોજન કરાવવું. પિતૃઓને અર્પણ કરેલ અન્નમય પિંડને સુંઘીને ગાયને ખવડાવી દેવો. પછી ધૂપદિપથી શ્રી કૃષ્ણે પૂંજીને રાત્રે જાગરણ કરવું. બારીના દિવસે શ્રીહરિની પૂજાકરીને ભાઇ-બહેન, પુત્ર પરિવાર સાથે પોતે મૌન રહીને ભોજન કરવું.”
રાજન ! આ વિધિ પ્રમાણે આળસરહિત બનીને તમે ઇન્દીરા એકાદશીનું વ્રત કરો. આથી તમારા પિતૃઓ વૈકુંઠ ધામમાં પહોંચી જશે. શ્રીકૃષ્ણ કહે છેઃ “રાજન ! રાજા ઇન્દ્રસેનને આમ કહીને દેવર્ષિ નારદ અંતર્ધાન થઇ ગયા. રાજાએ એમણે બતાવેલી વિધિ પ્રમાણે અંતઃપૂરની રાણીઓ પુત્રો અને ભાઇઓ સહિત આ ઉત્તમ વ્રત કર્યું.
રાજન ! વ્રત પુરુ થતાં આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. ઇન્દ્રસેનના પિતા ગરુડ પર આરુઢ થઇને વિષ્ણુ ધામમાં ચાલ્યા ગયા. સમય પૂરો થતાં રાજા ઇન્દ્રસેન પોતાનું રાજય પુત્રને સોંપીને પોતે પણ સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. રાજન ! આ પ્રમાણે મેં તમારી સમક્ષ ઇન્દીરા એકાદશીના વ્રતનો પ્રભાવ કહ્યો છે. આને વાંચવાથી અને સાંભળવાથી મનુષ્ય બધા પાપોથી મુકત થઇ જાય છે.”
English
Prabhu said: "In the Krishna temple of Bhaaradwa, the holy and sinful Ekadashi comes to be called" Indira ". By the influence of its veneration, big sins are destroyed. The father of the lower castes is also giving the power of this Ekadashi.
"Rajan! It is a matter of the past. It was a famous prince named Indrajen in Satyag, and his celebration spread all over. King Indrasan devoted more time in worshiping Vishnu than chanting the moksha name of Govind and chanting in the meditation of devotional spiritual element. "
One day the king sat happily in the state. In the meantime, Maharishi Nard reached there by the sky. The king stood with his hand after seeing Devshi, and worshiped him with a venerable worship and placed him on the asana. Then the king said: "Hey Munnest! Your grace is all my skill. And my avatar is blessed with your vision. Please show me the reason for your arrival in Devshi. "
Naradji said: "Rajan! Listen, my talk is inviting you. I came from Brahmalk to Yalmok. Yamraaj worshiped me worshipfully by putting a seat there. At that time I saw your father in the meeting of the Yamraj! He came there with the influence of vibration. Rajan! He has sent a message to tell you. Listen, "Son! Offer me the vow of Indra Ekadashi and send it to heaven! "I have come to you with this message. Rajan! Swear Indira Ekadashi to get your father to reach heaven. "Raja asked:" Muni! Please say the vow of Indira Ekadashi. "
Naradji said: "Listen to Rajendra. I am telling you the best way of this vow. Bathe in the Krishna Day of the month of Bhadarva, on the best day of tenth day, devoutly chit. Then after bathing in the midday period, singing together and singing in the night and sleeping on the ground during the night, on the day of Nirmal Prabhat, on the day of Ekadashi, wash your face and wash it.
After that, fasting and fasting. In the afternoon, for the happiness of the fathers, they should be consecrated to Shaligram. And dipping Brahmpo by giving dancers. Provide food to the cows that they give to the elders. Then after the incense, Shri Krishna kept Pujin awake at night. On the day of the prayer, Shree Hari Poojakari should sit with mum and stay with her brother and sister. "
Rajan! By making this ceremonial ceremony, you become the vow of Indira Ekadashi. So your ancestors will reach the Vaikunth Dham. Shri Krishna says: "Rajan! Devshi Nard disappears by saying this to King Indrasen. According to the rituals shown by the king, this excellent darshan, including the queens queens, sons and brothers.
Rajan! When the vow was completed, the flowers rose from the sky. Indras father went to the Vishnu Dham on the eagle. After the completion of the time, King Indrasen handed over his son to his son and he himself went to heaven. Rajan! Accordingly, I have told you the influence of the vow of Indira Ekadashi. By reading and hearing this, human beings are free from all sins. "