Ekadashi Mahima – (કામીકા એકાદશી વ્રત કથા – અષાઢ વદ – ૧૧ )
ગુજરાતી
યુધિષ્ઠિરે પૂછયું : “વાસુદેવ ! આપને નમસ્કાર ! અષાઢના કૃષ્ણપક્ષમાં કઇ એકાદશી આવે છે ? કૃપા કરી એનું વર્ણન કરો.” ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યાઃ “રાજન ! સાંભળો, હું તમને એક પાપનાશક ઉપખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું.”
નારદજીએ પ્રશ્ર્ન કર્યોઃ “હે કમલાસન ! હું આપની પાસેથી આ સાંભળવા ઇચ્છુ છું, કે અષાઢના કૃષ્ણપક્ષમાં જે એકાદશી આવે છે ? પ્રભુ એ બધું મન કહો!” બ્રહ્માજીએ કહ્યું : “નારદ ! સાંભળો. હું સંપૂર્ણ લોકોના હિતની ઇચ્છાથી તમારા પ્રશ્ર્નો ઉત્તર આપી રહ્યો છું. અષાઢ માસના કૃષ્ણપક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ “કામિકા” છે. એના શ્રવણ માત્રથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે. આ દિવસે શ્રીહરિ વિષ્ણુંનું પૂજન કરવું જોઇએ.”
ભગવાન શ્રીકૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે. એ ઘણું દુર્લભ પૂણ્ય છે. જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બન્નેને સમાન ફળ મળે છે. માટે પાપભીરુ મનુષ્યે યથાશકિત, પૂરો પ્રયત્ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઇએ. જે પાપરુપી કીચડથી ભરેલ સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે,
એમનો ઉધ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે. અધ્યાત્મવિદ્યા પરાયણ પુરુષો જે ફળની પ્રાપ્તિ થાય છે. એના કરતા પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે. કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરીને કયારેય ભયંકર યમદુતના દર્શન નથી કરતો અને કયારેય દુર્ગતિમાં પણ નથી પડતો.
લાલમણીપ મોતી, સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઇને વિષ્ણુ એટલા સંતુષ્ટનથી થતા કે જેટલા તુલસીદળ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે. જેણે તુલસીની મંજરીઓ દ્વારા શ્રીકેશવનું પૂજન કરી લીધુ છે એના જન્મભરના પાપોનો ચોકકસ નાશ થઇ જાય છે.
ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ “યુધિષ્ઠર ! આ તમારી સમક્ષ મે કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું. આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે. આથી મનુષ્યોએ આનું વ્રત અવશય કરવું જોઇએ. આ સ્વર્ગલોક અને મહા પૂણ્ય ફલ પ્રદાન કરનારી છે. જે મનુષ્ય શ્રધ્ધા સાથે આનું મહાત્મ્ય સાંભળે છે એ બધા પાપોથી મુકત થઇને શ્રી વિષ્ણુ લોકમાં જાય છે.”
English
Yudhisthira asked: "Vasudev! Hello to you Which Ekadashi comes in the Krishnas Ashshad? Please describe it. "Lord Krishna said:" Rajan! Listen, I am telling you a Papanashak subhyan, which Brahma had said in the past by asking Naradji. "
Narada said: "Hey Kamalasan! I want to hear from you, that the Ekadashi that comes in Krishnas Ashshad? Lord, say all these things! "Brahma said:" Nard! Listen I am answering your questions with full intention of the peoples interest. The Ekadashi that comes in the Krishna month of the month of Ashram is called Kamika. Vajpayee gets the fruit of yagna only by listening to it. This day, Lord Vishnu should worship. "
The fruit that comes from the worship of Lord Krishna. It is a very rare completion. The one who donates the entire planet including the ocean and the forest, and the Kamika Ekadashi vows, both get equal fruit. For the sinful human beings, it should be done with full effort, worshiping Srihari on Kamika Ekadashi. The world that is filled with swampy shrubs is submerged in the ocean,
Kamika Ekadashis vow is the best for her. The fruits of the spiritual awakened men are attained. This is done by doing vow to get more fruit than that. The person who performs the vow of Kamika Ekadashi does not dread the horrific Yamdoot by awakening at night and never gets hurt.
Vishnu is so satisfied by the redemption, pearl, gold etc. that it is satisfied with the satisfaction that the Tulsidas is worshiped. The sins of the birth of a person who has worshiped Sri Keshav by the blessings of Tulsa are completely destroyed.
Lord Krishna says: "Yudhisthara! I have described the glory of Kamika Ekadashi in front of you. This Ekadashi is the deer of all the evils. Therefore, humans should practice this vowel. This is a Swargalok and Maha Purana Purana. The person who listens to this Mahatmya with faith, goes free from all sins and goes to the Vishnu Lok Sabha. "