Ekadashi Mahima – (કમલા એકાદશી વ્રત કથા – જેઠ સુદ – ૧૧ )
ગુજરાતી
યુધિષ્ઠિરે કહ્યું : “હે ખુઃખિયાના બેલી……દીનાનાથ ! જેઠ મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે, કૃપા કરીને મને એનું મહાત્મ્ય જપાવો..”શ્રીકૃષ્ણ બોલ્યાઃ “રાજન ! એનું મહાત્મ્ય પરમ ધર્માત્મા વ્યાસજી કહેશે. કારણ કે તેઓ સર્વ શાસ્ત્રોના તત્વજ્ઞ અને વેદ-વેદાંતના વિદ્વાન છે.”
ત્યારે વેદાવ્યાસજી કહેવા લાગ્યાઃ “બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું પ્રાદશીના દિવસે સ્નાન વગેરે કરીને, પવિત્ર થઇને, પુષ્પોથીભગવાન કેશવની પૂજા કરવી. ત્યારબાદ નિત્યક્રમ સમાપ્ત થયા પછી પ્રથમ બ્રહ્મપોને ચોજન કરાવવું પછી પોતે ભોજન કરવું. રાજન ! જનનાશૌચ અને મરણશૌચમાં પણ એકાદશીના દિવસે ભોજન ન કરવું.”
આ સાંભળીને ભીમસેન બોલ્યાઃ “પરમ પિતામહ ! મારી વાત સાંભળો. રાજા યુધિષ્ઠિર, માતા કુન્તી, દ્રોપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે કયારેય ભોજન નથી કરતા. અને મને પણ તેઓ હંમેશા એજ કહે છે, “ભીમસેન ! તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો.” પરંતુ એમને હું એટલો જ જવાબ આપું છુ કે મારાથી ભૂખ સહન થતી નથી.”ભીમસેનની વાત સાંભળીને વ્યાસજી બોલ્યાઃ “જો તમે સ્વર્ગલોકની પ્રાપ્તી ઇચ્છતા હો તો બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું.”
ભીમસેન બોલ્યાઃ “પણ પિતામહ ! હું આપની સામે સાચી વાત કહું છું એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી કરાતું, તો પછી ઉપવાસ કરીને હું રહી જ કેવી રીતે શકું ?” મારા ઉદરમાં “વૃક” નામનો અગ્નિ સદાય પ્રજવોિત રહે છે. આથી જયારે હું ખૂબ વધારે ખાઉ છું ત્યારે જ એ શાંત થાય છે. આથી હે મહામુને ! હુ બહું બહું તો વર્ષ ભરમાં ફકત એક જ ઉપવાસ કરી શકું. માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તી થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઇ એક વ્રત મને કહો. હું એનું પાલન જરુર કરીશ.”
વ્યાસજીએ કહ્યું : “ભીમ ! જેઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુકલ પક્ષમાં જે એકાદશી આવે એનું યત્નપૂર્વક નિર્જળ વ્રત કરવું. ફકત કોગળા અથવા આચમન કરવા માટે જ મોમાં જળ નાખી શકો છો. આ સિવાય કોઇ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મોંમાં ન નાખવું. અન્યથા વ્રતનો ભંગ થઇ જાય છે. એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પર્ણ થાય છે. ત્યાર બાદ દ્વાદશીના પ્રભાતકાળમાં સ્નાન કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સૂવર્ણનું દાન કરવું. આ પ્રમાણે બધા કાર્યો પૂરા કરીને જિતેન્દ્રીય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું
વર્ષભરમાં જેટલી એકાદશીઓ આવે છે, એ બધી નું ફળ મનુષ્ય કમલા એકાદશીના વ્રતથી પ્રાપ્ત કરી લે છે. શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન કેશવે મને કહ્યું કે “જો માનવ બધુ છોડીને એક માત્ર મારા ચરણે આવી જાય અને એકાદશીના દિવસે નિરાહાર રહે તો એ બધા પોપોથી છૂટી જાય છે.”
એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિશાળકાફ, વિકરાળ આકૃતિવાળા અને કાળકા રંગના દંડ-પાશધારી ભયંકર યમદૂતો નથી આવતા. અંતકાળમાં પિતાંબરધારી, સૌમ્ય સૌભાવવાળા, હાથમાં સુદર્શન ધારણ કરનારા અને મનસમાન વેગવાન વિષ્ણુ દૂતો આખરે આ વૈષ્ણવ પુરુષને વિષ્ણુના ધામમાં લઇ જાય છે.
માટે કમલા એકાદશીના દિવસે યત્નપૂર્વક ઉપવાસ અને હરિનું ભજન કરવું. સ્ત્રી કોય કે પુરુષ ! જો એણે ભયંકરમાં ભયંકર પાપો કર્યા હોય તો પણ સઘળા નષ્ટ થઇ જાય છે. જે મનુષ્ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે અને પૂણ્યનો ભાગી બને છે.”
આ સાંભળીને ભીમસેનને પણ આ શુભ એકાદશીનું વ્રત કરવાનું શરુ કરી દીધું ત્યારથી એ પાંડવ એકાદશી કે ભીમ અગિયારશ નામથી વિખ્યાત થઇ.
English
Yudhishthira said: "O Khuhiya beli ...... Dinnath! Jai Ekadashi comes in the month of Shukla party, please give me greatness .. "Shrikrishna said:" Rajan! His greatness Param Dharmatma Vyasji will say. Because they are all philosophers of scriptures and scholars of Vedas-Vedanta. "
Vedavyasji then said: "Do not eat food on the day of Ekadashi, on both sides of the day, by bathing on the day of worship, after being sanctified, worshiping Lord Keshav from flowers. After that, after the completion of the natalum, after eating the first Brahmopo, one can eat only after eating the first Brahmpo. Rajan! Do not eat food on the day of Ekadashi in Janansachch and Manashchach. "
Bhimsen said, "God Almighty! Listen to me. Raja Yudhishthira, Mata Kunti, Droopadi, Arjun, Nakul and Sahadev do not eat any food on all these Ekadashi days. And me, they always say the same, "Bhimsen! You do not even eat food on the ekshi day. "But I am the only one who does not suffer from hunger." Bhishaj heard Bhimsens words: "If you want to get the glory of heaven, do not eat food on both sides of Ekadashi."
Bhimsen said: "But father! I am telling you the right thing to say, but once I do not do the vow without eating, then how can I live without fasting? "Fire in the name of" Vrak "in my abdomen is always ruled. So when I am eating too much then it becomes silent. So the Mahamuna! I can do only one fast throughout the year. Tell me one of the vowels that will get the salvation of the heavens and the vow to which I get salvation. I will follow it. "
Vyasji said: "Bhima! In the sixty months, the Sun is in Taurus or in the Mithun zodiac, the Ekadashi which comes in the Shukla party, with a vigorous vow. You can only water in the mouth to rinse or rinse. Other than this, do not throw any kind of water expert in the mouth. Otherwise the vow is broken. This vrat is formed when the human being abandons the water from Sunrise to Sunrise on the second day. After that, bathing in the pavit days of Dwadashi and donating the holy water and flowers to Brahmins. By completing all these tasks, the Jivanterian man ate a meal with Brahmins
Every year, the number of acadishas comes from man, which is achieved by the vow of man Kamla Ekadashi. Lord Keshav, who breathed his last, said, "If the human beings go away and come only to my feet and they remain unhappy at the time of Ekadashi, then all the popes are released."
The man who eats the Ekadashi does not come with a huge black, ferocious and dark-colored fairy-tailed warrior. In the end, father-in-law, gentle-looking, hand-drawn hand in hand, and vanquished Vishnu angels finally take this Vaishnav man to the darshan of Vishnu.
For fasting and worshiping on the day of Kamla Ekadashi. Male or female! Even if he made terrible sins in horror, all of them are destroyed. The person observes the water rules on this day and becomes pure.
After listening to this, Bhimsen also started vow of this auspicious Ekadashi, since it became known as Pandava Ekadashi or Bhima Eleven.