Ekadashi Mahima – (મોક્ષદા એકાદશી વ્રત કથા – માગશર સુદ – ૧૧)
ગુજરાતી
માગશર મહિનાના શુકલ પક્ષની એકાદશીનું વર્ણન કરીશ કે જેના શ્રવણ માત્રથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે. એનું નામ છે “મોક્ષદા એકાદશી” એ બધા પાપોની હરણ કરનારી છે. રાજન! આ દિવસે પ્રયત્ન પૂર્વક તુલસીની મંજરી અને ધૂપ-દીપથી ભગવાન દામોદરનું પૂજન કરવું જોઇએ. પૂર્વોકતવિધિ પ્રમાણે જ દશમ અને એકાદશીના નિયમોનું પાલન કરવું યોગ્ય છે.
“મોક્ષદા” એકાદશી મોટા મોટાં પાતકોના નાશ કરનારી છે. આ દિવસે રાત્રે મારી પ્રસન્નતા માટે નૃત્ય, ગીત અને સ્તુતિ પ્રાતઃ જાગરણ કરવું જોઇએ. જેના પિતૃઓ પાપવંશ કે નીચ યોનિમાં પડયા હોય એ આનું પુણ્યદાન કરે તો એના પિતૃઓ મોક્ષ પ્રાપ્ત કરે છે. આમા જરા પણ સંદેહ નથી.
પૂર્વકાળની વાત છે. વૈષ્ણવનો દ્વારા વિભુષિત પરમ રમણીય ચંપકનગરમાં વૈખાનસ નામનો રાજા રહેતો હતો. એ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરતો હતો આ પ્રમાણે રાજય કરતાં કરતાં રાજાએ એક દિવસ રાત્રે સ્વપ્નમાં પોતાના પિતૃઓને નીચ યોનિઓમાં પડેલા જોયા. એ બધાને આવી અવસ્થામાં જોઇને રાજાના મનમાં ખૂબ આશ્ર્ચર્ય થયું. અને પ્રાતઃકાળે બ્રહ્મણોને એમણે આ સ્વપ્નની વાત કરી. “બ્રાહ્મણો ! મે મારા પિતૃઓને નરકમાં પડેલા જોયા છે. તેઓ વારંવાર રડતા રડતા મને એવું કહી રહ્યાં હતા કે તું અમારો તનુજ છે, આની આ નરકરુપી સમુદ્રમાંથી અમારો ઉધ્ધાર કર.”
આવી હાલતમાં મને પિતૃઓના દર્શન થયા છે. આથી મને ચેન પડતું નથી. “શુ કરુ? કયાં જાઉં?” મારુ હદય રુંધાઇ રહ્યું છે. હે પ્રિયજનો! એવું વ્રત, એવું તપ અને એવો યોગ કહેવાની કૃપા કરો કે જેનાથી મારા પૂર્વજો તત્કાળ નરકમાંથી છૂટકારો મેળવે. મારા જેવા બળવાન અને સાહસિક પુત્રના જીવતા હોવા છતાં મારા માતા-પિતા ઘોર નરકમાં પડેલા છે. આવા પુત્રથી શું લાભ?” બ્રાહ્મણો બોલ્યાઃ “રાજન! અહીંથી નજીકમાં જ પર્વત મુનિનો ભવ્ય આશ્રમ છે. મુનિ ભૂતકાળ અને ભવિષ્યકાળના પણ જ્ઞાતા છે. હે નૃપશ્રેષ્ઠ! તમે એમની પાસે જાઓ.”
બ્રાહ્મણોની વાત સાંભળી રાજા વૈખાનસ તરત જ પર્વત મુનિના આશ્રમે ગયા અને ત્યાં એ મુનિ શ્રેષ્ઠને જોઇને એમને દંડવત પ્રણામ કરી મુનિના ચરણોનો સ્પર્શ કયો. મુનિએ પણ રાજાને રાજયના સાતેય અંગોની કુશળતા પૂછી.રાજા બોલ્યાઃ હે સ્વામી! આપની કૃપાથી મારા રાજયના સાતેય અંગો સકુશળ છે. પરંતુ મે સ્વપ્નમાં જોયું કે મારા પિતૃઓ નરકમાં પડયા છે. આથી આપ જણાવો કે કયાં પુણ્યના પ્રભાવથી એમનો ત્યાંથી છૂટકારો થાય ?”રાજાની વાત સાંભળીને મુનિ શ્રેષ્ઠ પર્વત એક મૂહર્ત સુધી ધ્યાનસ્થ રહ્યાં. ત્યાર બાદ એમણે રાજાને કહ્યું, “મહારાજ! માગશર મહિનાના શુકલ પક્ષમાં જે “મોક્ષદા” નામની એકાદશી આવે છે. એનું તમે વ્રત કરો. અને એનું પુણ્ય પિતૃઓને અર્પણ કરો. એ પૂણ્યના પ્રભાવથી નરકમાંથી એમનો છૂટકારો મળશે.”
ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ “યુધિષ્ઠિર! મુનિની વાત સાંભળી રાજા પોતાના ઘરે પાછો આવ્યો. જયારે ઉત્તમ માગશર મહિનો આવ્યો ત્યારે રાજા વૈખનારે મુનિના કહેવા પ્રમાણે “મોક્ષદા” એકાદશીનું વ્રત કરીને એનું પૂણ્ય બધા પિતૃઓ સહિત પિતાને ખર્પણ કર્યું. પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણભરમાં આકાશમાંથી ફુલોની વર્ષા થવા લાગી. વૈખનાસના પિતાએ પિતૃઓ સહિત નરમાંથી છૂટકારો મેળવ્યો અને આકાશમાં સ્થિત થઇને રાજાને આવા પવિત્ર વચનો કહ્યાં : “પુત્ર તારું કલ્યાણ થાઓ!”
આમ કહી તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા. રાજન ! આ પ્રમાણે કલ્યાણમયી “મોક્ષદા” એકાદશીનું વ્રત જે કરે છે એના પાપો નષ્ટ થઇ જાય છે અને મૃત્યુ પછી એ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. આ મોક્ષ પ્રદાન કરનારી “મોક્ષદા” એકાદશી મનુષ્યો માટે ચિંતામણિ સમાન બધી જ કામનાઓને પૂર્ણ કરનારી છે.
English
I will describe the Ekadashi of the Shukal Party of the month of Diwakar, which gets the result of Vajpayee Yagya only. Its name is "Mokshada Ekadashi" which is a deer of all sins. Rajan! On this day, Tulsi must be worshiped and worshiped Lord Damodar by incense and incense. It is advisable to follow the rules of Tenth and Ekadashi according to the predictions.rnrn"Mokshada" Ekadashi is destroying big beasts. On this day, I should be dancing, singing and singing for my gratification. His fathers receive liberation if their fathers have fallen into sin or in the lower vagina. There is no doubt about this.rnrnIt is a matter of the past. There was a king named Vaikhanas in the famous Ramkrishnagar, devoted by Vaishnav. He used to follow his own son as a son. In view of this, the king saw his ancestors caught in the lower yonas in a dream night. Seeing all this in such a situation, the kings mind was very surprised. And in the past, they talk of this dream to Brahmins. "Brahmins! I have seen my parents caught in hell. They were often crying and crying to me saying that you are ours, make us rise from this brutal sea. "rnrnIn such a situation, I have had a glimpse of the fathers. Thats why I do not have a chain. "Shukla ki? Where do you go?" My heart is crying. Hey dear! Please say that vow, such penance and yoga, which will allow my ancestors to get rid of hell immediately. My parents are dead in hell, despite the survival of a strong and adventurous son like me. What is the benefit of such a son? "Brahmins said:" Rajan! Here is a magnificent monastery of Mount Muni in the vicinity. Muni is also a gnuta in the past and the future. Hey! You go to him. "rnrnKing Vaikanas immediately heard the Brahmins and went to the Ashram of the mountain monastery and saw the Buddha best and bowed down to him and touched the feet of Muni. Muni also asked the king for the skills of the seven organisms of the state. He said: O lord! All of my states good organs are good with your grace. But in the dream I saw that my fathers have fallen into hell. So you tell me, what effect can you get rid of them from the influence of virtue? "The great mountain of Muni, listening to the kings story, remained close to a statue. Then he said to the king, "Maharaj! The "Mokshada" name which comes in the direction of the month of Magshar comes. You make it vow. And offer the virtue to the fathers. They will get rid of hell from the influence of the Puranas. "rnrnLord Krishna says: "Yudhishthira! The king came back to his house listening to Munis words. When the best month came, Raja Vaaknarera, according to Muni, fulfilled the oath of "Mokshada" Ekadashi and fulfilled his father, including all the fathers. With the dedication of the virtue, the flowers begin to rain from the sky in the moment. Vikhanass father got rid of males, including his ancestors, and said in the sky to the King such holy words: "Son, your welfare!"rnrnSaying it went to heaven. Rajan! Accordingly, the sins of the Kalyanakamayi "Mokshad" Ekadashi, which do the vow, are destroyed and after liberation, they attain moksha. The moksha, which provides this moksha, is fulfilling all the same things as worrying for the untimely humans.