Ekadashi Mahima – (ઉત્પતિ એકાદશી વ્રત કથા – કારતક વદ – ૧૧)
ગુજરાતી
ઉત્પત્તિ એકાદશીનું વ્રત હેમંત ઋતુમાં કારતક માસના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે કરવું જોઇએ. એની કથા આ પ્રમાણે છે. યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું : “ભગવાન! પૂણ્યમયી એકાદશી તિથિ કેવી રીતે ઉત્પન્ન થઇ ? આ સંસારમાં એ શા માટે પવિત્ર માનવામાં આવી ? તથા દેવતાઓને કેવી રીતે પ્રિય થઇ ?”
શ્રી કૃષ્ણ બોલ્યા, “કુન્તીનંદન! પ્રાચીન સમયની વાત છે. સતયુગમાં મૂર નામનો દાનવ હતો. એ કાળરુપધારી દુરાત્મા મહાસુરે ઇન્દ્રને પણ જીતી લીધો હતો. એ ઘણો અદ્દભુત, અત્યંત, રૌદ્ર તથા દેવતાઓ માટે ભયંકર હતો બધા દેવો એનાથી હાર પામતા, એમને સ્વર્ગમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતાં. હાર પામતા દેવો શંકાશીલ તથા ભયભીત થઇને પૃથ્વીપર વિચર્યા કરતાં હતાં એક દિવસ બધા દેવો મહાદેવજી પાસે ગયા ત્યાં ઇન્દ્રે ભગવાન શિવ સમક્ષ સર્વ વૃંતાંત કહી સંભળાવ્યું. ઇન્દ્ર બોલ્યા, “મહેશ્ર્વર ! આ દેવો સ્વર્ગલોકથી ભ્રષ્ટ થઇને પૃથ્વી પર વિચરી રહ્યાં છે. મનુષ્ય સાથે રહેવું અમને શોભતું નથી. દેવ ! કોઇ ઉપાય બતાવો. દેવતાઓ કોનો સહારો લે?”
મહાદેવજીએ કહ્યું : “દેવરાજ! જયાં બધાને શરણ આપનારા, બધાની રક્ષમાં તત્પર રહેનારા જગતના સ્વામી ભગવાન ગુરુડધ્વજ બિરાજમાન છે, ત્યા જાઓ. તેઓ તમારા સૌનું કલ્યાણ કરશે.”ભગવાન શ્રી કૃષ્ણ કહે છેઃ યુધિષ્ઠિર! મહાદેવજીની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર બધા દેવો સાથે ત્યાં ગયા. ભગવાન ગદાધર ક્ષીરસાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા. એમના દર્શન કરીને ઇન્દ્રે હાથ જોડીને એમની સ્તુતિનો આરંભ કર્યો. ઇન્દ્ર બોલ્યાઃ દેવ આપને નમસ્કાર છે. દેવ આપ જ પતિ, આપ જ મતિ, આપ જ કર્તા, આપ જ કારણ છો. આપ જ સૌની માતા અને આપ જ આ જગતના પિતા છો. હે ભગવાન! હે દેવેશ્વર ! શરણાગત વત્સલ દેવો ભયભીત થઇને આપના ચરણે આવ્યા છે.
પ્રભુ ! અત્યંત ઉગ્ર સ્વભાવવાળા મહાબલી મૂર નામના દૈત્યે બધા દેવોને જીતીને એમને સ્વર્ગમાંથી કાઢી મુકયા છે. દેવો અને દાનવો બંને આપની વંદના કરે છે. પુંડરીકાક્ષ ! આપ દૈત્યોના શત્રુ છો. મધુસુદન ! અમારી રક્ષા કરો. જગન્નાથ ! બધા દેવો મૂર નામના દાનવથી ભગભીત થઇને આપના શરણે આવ્યા છે.ભકતવત્સલ! અમને બચાવો ! દાનવોનો વિનાશ કરનારા કમલનયન! અમારી રક્ષા કરો.
પૂર્વ કાળમાં બ્રહ્માજીના વંશમાં તાલજંઘ નામનો એક મહાન અસુર ઉત્પન્ન થયેલો હતો. એ અત્યંત ભયંકર હતો. એનો પુત્ર મૂર દાનવના નામથી વિખ્યાત થયો. એ પણ મહા પરાક્રમી અને દેવો માટે ભયાનક છે. ચંદ્રાવતી નામે એક પ્રસિધ્ધ નગરી છે. એમા જ સ્થાન બનાવીને એ નિવાસ કરે છે. એ દૈત્યે સમસ્ત દેવતાઓને હરાવીને એમને સ્વર્ગમાંથી કાઢી મૂકયા છે. એણે એક બીજા જ ઇન્દ્રને સ્વર્ગનાં સિંહાસન પર બેસાડયા છે. અગ્નિ, ચંદ્રમાં, સુર્ય, વાયુ અને વરુણ પણ એણે બીજાને બનાવ્યા છે. જનાર્દન હું સાચી વાત કહી રહ્યો છું. એણે દેવોના બધા જ સ્થાનો બીજાને આપી દીધા છે. દેવતાઓને તો એણે પ્રત્યેક સ્થાનથી વંચીત કરી દીધા છે.
ઇન્દ્રનું કથન સાંભળીને ભગવાન વિષ્ણુને ઘપો જ ક્રોધ આવ્યો તેઓ દેવતાને સાથે લઇને ચંદ્રાવતી પુરીમાં ગયા એમણે જોયુ કે દૈત્યરાજ વાંરવાર ગર્જના કરી રહ્યો છે. અને એનાથી ભયભીત થઇને બધા જ દેવો દસેય દિશાઓમાં ભાગી રહ્યા છે. ભગવાન વિષ્ણુને જોઇને દાનવ બોલ્યો “ઉભો રહે…. ઉભો રહે !” એનો આ પડકાર સાંભળી ભગવાન નેત્રો ક્રોધથી લાલ થઇ ગયા. તેઓ બોલ્યાઃ “અરે દુરાચારી દાનવ ! મારી આ ભુજાઓને જો.” આમ કહીને શ્રી વિષ્ણુએ પોતાના દિવ્ય બાણોથી સામે આવેલા દુષ્ટ દાનવોને મારવાનું શરુ કર્યું. પાંડુનંદન! ત્યાર પછી શ્રી વિષ્ણુએ દૈત્ય સેના પર ચક્રનો પ્રહાર કર્યો. એનાથી છિન્ન ભિન્ન થલને સંકડો યોધ્ધાઓ મોતના મુખમાં ચાલ્યા ગયા” ત્યાર પછી ભગવાન મધુસુદન બદ્રીકાશ્રમ ચાલ્યા ગયા. ત્યાં સિંહાવતી નામની ગુફા હતી. એ બાર યોજન લાંબી હતી.
પાંડુનંદન ! એ ગુફાને એક જ દરવાજો હતો. ભગવાન વિષ્ણુ એમાં જ સૂઇ ગયા. દાનવે પણ ગુફામાં પ્રવેશ કર્યો. ત્યાં ભગવાન સૂતેલા જોઇએ, એને ઘપો હર્ષ થયો. એણે વિચાર્યું, “આ દાનવોને ભય પમાડનાર દેવ છે. આથી વહેલી તકે એમને મારી નાખવા જોઇએ.” યુધિષ્ડિર ! દાનવ આમ વિચારતો જ હતો ત્યાં જ ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક કન્યા પ્રગટ થઇ. એ ખૂબ જ રુપવતી સૌભાગ્યશાળી તથા દિવ્ય અસ્ત્ર-શસ્ત્રથી યુકત હતી. એ ભગવાનના તેજના અંશમાંથી ઉત્પન્ન થઇ હતી. એનું બળ અને પરાક્રમ મહાન હતું. યુધિષ્ઠિર! દાનવરાજ મૂરે એ કન્યાને જોઇ, કન્યાએ યુધ્ધનો વિચાર કરીને દાનવને યુધ્ધ માટે પડકારીને યુધ્ધ છેડયું. કન્યા બધા પ્રકારની યુધ્ધકળામાં હોંશિયાર હતી. એ મૂર નામનો મહાન અસુર એના હુંકાર માત્રથી રાખનો ઢગલો થઇ ગયો દાનવના મરી ગયા પછી ભગવાન જાગી ઊઠયા. એમણે દાનવને ધરતી પર પડેલો જોઇને પૂછયું. “મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો. કોણે આનો વધ કર્યો છે ?”
તમારા આ કાર્યથી ત્રણે લોકના મુનિઓ, અને દેવો આનંદિત થયા છે. આથી તમારા મનમાં જે ઋચિ હોય, એ પ્રમાણે કો વરદાન માંગો. દેવદુર્લભ હોવા છતાં એ વરદાન હું તમને આપીશ ! એ કન્યા સાક્ષાત એકાદશી જ હતી. એણે કહ્યું : “પ્રભુ! જો આપ પ્રસન્ન છો, તો હું આપની કૃપાથી, બધા તીર્થોમાં મુખ્ય, સમસ્ત વિઘ્નનો નાશ કરનારી, તથા બધા પ્રકારની સિધ્ધી આપનારી દેવી થાંઉ, જનાર્દન જે લોકો આપમાં ભકિત રાખીને મારા દિવસે ઉપવાસ કરશે, એમને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય. માધવ જે લોકો ઉપવાસ, એકટાણું અથવા ફકત ભોજન કરીને મારા વ્રતનું પાલન કરે, એમને આપ ધન, કર્મ અને મોક્ષ પ્રદાન કરો.”
ભગવાન શ્રી કૃષ્ણ કહે છેઃ યુધિષ્ઠિર ! આવું વરદાન પામીને મહાવ્રતા એકાદશી ખૂબ જ પ્રસન્ન થઇ. બન્ને પક્ષોની એકાદશી સમાન રુપે કલ્યાણ કરનારી છે. એમાં શુકલ અને કૃષ્ણનો ભેદ ન કરવો જોઇએ. જો ઉદયકાળમાં થોડી એકાદશી, મધ્યમાં આખી એકાદશી અને અંતે કદાચ તેરસ હોય તો એ “ત્રિસ્પર્શા” એકાદશી કહવાય છે. એ ભગવાનને ખૂબ જ પ્રિય છે જો એક ત્રિસ્પર્શા એકાદશીનો ઉપવાસ કરી લેવામાં આવે તો એક હજાર એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. અષ્ટમી એકાદશી, ષષ્ડિ, તૃત્યા અને ચતુર્દશી, એ જો પૂર્વ તીથીથી બંધાયેલી હોય, તો એમાં વ્રત ન કરવું જોઇએ. પરિવર્તિની તિથિથી મુકત હોય ત્યારે જ એમા ઉપવાસનું વિધાન છે. પહેલા દિવસે દિવસમાં અને રાતમાં પણ એકાદશી હોય ! તથા બીજા દિવસે માત્ર સવારે એક પ્રહર એકાદશી રહે.
English
Vrat Vaishthi Ekadashis Vrat is done on the day of Kirtik months Ekadashi during the Hemant season. This story is as follows. Yudhisthira said to Lord Krishna: "Lord! How did the full moon day become? Why is it considered sacred in this worldly life? How do you love the gods? "rnrnShri Krishna said, "Kuntinandan! It is a matter of ancient times. There was a demon named Moore in Satyuga. The Kalrupdhari Duryatma Mahasur also won Indra. It was terrible for a great, wonderful, rowdy, and deity. All the gods were defeated by them, they were scattered from heaven. Deities lost, fearing and fearing on the earth, one day all the gods went to Mahadevji, where Indra told Lord Vishwanath before all Lord Shiva. Indra said, "Maheshwar! These gods are being corrupted by heaven and are thinking of the Earth. Living with human beings does not adorn us. God! Show any remedy. Whose Gods Support? "rnrnMahadevji said: "Devraj! Wherever you are, the Lord Swaminarayan, Lord Narayana, Lord Shiva, Lord Shiva, Lord Shiva, Lord Shiva. They will do the welfare of you all. "Lord Shri Krishna says: Yudhishthira! Upon listening to Mahadevji, Param Shakti Devraj Indra went there with all the gods. Lord Gadadar was resting in the city of Sisarajar. Indra started his journey by joining hands with his hand. Indra spoke: Devadevvar! Thank you. God! You are the husband, you are the only one, you are the doer, you are the reason. You are the mother of all and you are the father of this world. O God! Hey Dajshwar! Refugee! Devas have been scared of this, they have not come here.rnrnLord! Winning all the gods in a demon named Mahabali Moore, who is very aggressive, has thrown him out of heaven. Gods and demons both praise you. Pundrikakas! These are the enemies of the demons. Madhusudan! Protect us Jagannath! All the gods have come under the protection of the monkey named Moore. Save us! Demonstrates demolition of demons! Protect usrnrnIn the past, Brahmas family had a great evil devil named Taljans. It was very terrible. His son Moore became famous for his name. It is also a great hero and awesome for Gods. Chandravati is a famous city. It is the place where he lives. The demon has defeated all the deities and removed them from heaven. He has placed one and the other Indra on the throne of heaven. In the fire, moon, sun, air and Varuna, he also made others. Janardan I am telling the truth. He has given all the places of the gods to others. He has devoted the deities to every place.rnrnAfter listening to Indras message, Lord Vishnu got very angry, he went with Chandubhai to meet God and saw that Dattatraya was roaring. And fearing it, all the gods are fleeing in the same direction. Seeing Lord Vishnu, the demon said, "Stand up .... Stand up! "The Lords eyes, listening to this challenge, turned red in anger. They said: "Hey miserable demon! If I tell these ghujas. "By saying this, Shri Vishnu started kicking the evil demons against his divine arrows. Pandunandan! After that, Shri Vishnu attacked Chakra on the Demon army. After that, the chorus of warriors went away in the face of death, "Then Lord Madhusudan! Badri Kaprm went away. There was a cave named Lion. The twelve yojana was long.rnrnPandunandan! The cave had only one door. Lord Vishnu fell asleep in it. Danav also entered the cave. There God should be asleep, he is very happy. He thought, "This is a god fearing demons. So soon they should be killed. "Yudhishrir! One such bride was revealed in the body of Lord Vishnu, where the demon was thinking. It was very tiny and beautiful, and was attached to a divine weapon. It was produced from the degree of Gods thighs. His strength and power were great. Yudhishthira! Danavaraj Moore saw the bride, thinking that the bride had fought the war and challenged the war for the war. The bride was clever in all sorts of warfare. The great goddess of the name of Moora, only the dust of the ashes, the dust of the ashes dawned. After the death of the god, God awoke. He asked if he saw the demon lying on the earth. "My enemy was very fierce and terrible. Who has killed this? "rnrnYour work has thrilled all the devotees of the people, and the gods. Therefore, like the boon in your mind, co-bona like wishes. Even though I am God, I will give you this blessing! " He said: "Lord! If you are happy, then I will give you the grace, the main in all pilgrimages, destroy the monuments, and give all kinds of achievements, Janardan! Those who worship you fast during my fast, they will achieve all the achievements! Madhav! Those who follow fasting, fasting or just eating a meal, and follow my vow, give them this, wealth, karma and salvation. "rnrnLord Krishna says: "Yudhishthira! Mahavrat Ekadashi was very pleased with such a blessing. The two parties are equally welfare oriented. Shukla and Krishna should not be separated from them. If there is a few Ekadashi in the Udayagraha, the entire Ekadashi in the middle and at the end, perhaps it is called "Trishwarsha" Ekadashi. It is very dear to God, if a Trishpara Ekadashi is fasted then fruit of one thousand Ekadashi is attained. Ashtami Ekadashi, Shashadi, Tartya and Chaturdashi, if pre-typed