Ekadashi Mahima – (યોગિની એકાદશી વ્રત કથા – જેઠ વદ – ૧૧ )
ગુજરાતી
યુધિષ્ઠિર. પૂછયું : “વાસુદેવ ! જેઠના કૃષ્ણપક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે. ? એનું વર્ણન કરો.” શ્રી કૃષ્ણ બોલ્યાઃ “નૃપશ્રેષ્ઠ ! જેઠના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગિની છે.
એમનો હેમમાલી નામનો એક યક્ષ્ સેવક હતો જે પૂજા માટે ફૂલ લાવતો હતો. હેમમાલીની પત્નીનું વિશાલાક્ષી હતું. એ યક્ષ કામપાશમાં બંધાઇને સદાય પોતાની પત્નીના આશકત રહેતો હતો. એ મોટા મોટા પાતકોનો નાશ કરનારી છે. સંસાર સાગરમાં ડુબેલા પ્રાણીઓ માટે આ સનાતન નૌકા સમાન છે.” અલકાપુરીના રાજાધિરાજ કુબેર સદાય શિવની ભકિતમાં તત્પર રહેનારા છે.
એક દિવસ હેમમાલી માનસરોવરથી ફૂલ લાવીને પોતાના ઘરમાં રોકાઇ ગયો અને પત્નીના પ્રેમપાશમાં ખોવાયેલ રહી જવાથી કુબેરના ભવનમાં ન જઇ શકયો. અહીં કુબેર મંદિરમાં બેસીને શિવનું પૂજન કરી રહ્યાં હતા. એમણે બપોર સુધી ફૂલ આવવાની રાહ જોઇ. જયારે પૂજાનો સમય વ્યતીત થઇ ગયો તો યક્ષરાજે કુપિત થઇને સેવકોને કહ્યું : યક્ષો ! દુરાત્મા હેમમાલી કેમ આવ્યો નથી ? ”
યક્ષોએ કહ્યું : “રાજન ! એ તો પત્નીની કામનામા આશકત થઇને રમણ કરી રહ્યો છે.” વાત સાંભળીને કુબેર ક્રોધિત થઇ ગયા અને તરત જ હેમમાલીને બોલાવ્યો. એ આવીને કુબેરની સામે ઊભો રહી ગયો. એને જોઇને કુબેર બોલ્યા. “ઓ પાપી ! અરે દુષ્ટ ! ઓ દુરાચારી ! તે ભગવાનની અવહેલના કરી છે. આથી કોઢથી યુકત અને પોતાની પ્રિયતમાંથી વિયુકત થઇને આ સ્થાનથી ભષ્ટ થઇ બીજે ચાલ્યો જા.”
કુબેરના એમ કહેવાથી એ સ્થાનેથી એનું પતન થયું. કોડથી આખુ શરીર પીડીત હતું. પરંતુ શિવપુજાના પ્રભાવથી એની સ્મરણ શકિત લુપ્ત ન થઇ. ત્યાર પછી એ મેરુગિરીના શિખર પર ગયો. ત્યા મુનિ માર્કન્ડેયજીના એને દર્શન થયાં.
પાપકર્મી યક્ષે મુનિના ચરણોમાં પ્રણામ કર્યા. મુનિ માર્કન્ડેયજીએ એને ભયથી કાંપતો જોઇને પૂછયું. “તને કોઢના રોગે કેવી રીતે ઘેરી લીધો?” યક્ષ બોલ્યોઃ “મુને ! હું કુબેરનો અનુચર હેમમાલી છું. હું દરરોજ માનસરોવરમાંથી ફૂલ લાવીને શિવપૂજન સમયેં કુબેરને આપતો હતો.
એક દિવસ પત્ની સહસવાસના સુખમાં ફસાઇ જવાના કારણે મને સમયનું ભાન જ જ રહ્યું આથી રાજા કુબેરે કુપિત થઇને મને શ્રાપ આપી દીધો. આથી હું કોઢના આંક્રાંત થઇને મારી પત્નીથી વિખુટો પડી ગયો. હે મુનિવર ! સંતોનું ચિત્ત સ્વભાવતઃ પરોપકારમાં લાગેલું રહે છે. એ જાણીન. મુજ અપરાધીને કર્તવયનો ઉપદેશ આપો.”
માર્કંડેયજીએ કહ્યું : “તે ાસચી વાત કહી છે. આથી હું તને કલાયણપ્રદ વ્રતનો ઉપદેશ આપું છું. તુ જેઠ માસની કૃષ્ણ પક્ષની “યોગીની” એકાદશીનું વ્રત કર. આ વ્રતના પૂણ્યથી તારો કોઢ દૂર થઇ જશે.” ભગવાન શ્રી કૃષ્ણ કહે છેઃ “રાજન ! માકંડેયજીના ઉપદેશથી એણે યોગિની એકાદશીનું વ્રત કર્યું. એનાથી એના શરીરનો કોઢ દૂર થઇ ગયો. આવ્રતનું અનુષ્ઠાન કરવાથી એ પૂર્ણ સુખી થઇ ગયો.”
“રાજન ! આ વ્રત એટલું શ્રેષ્ડ છે કે અઠયાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરવાથી જે ફળ મળે છે, એના સમાન ફળ યોગીની એકાદશીનું વ્રત કરનાર મનુષ્યને મળે છે. આ મહાત્મ્યને વાંચવાથી અને સાંભળવાથી મનુષ્ય બધાય પાપોમાંથી મુકત થઇ જાય છે.”
English
Yudhishthira. Asked: "Vasudev! What is the name of the Ekadashi that comes in the Krishna prakrp of Jetha? ? Describe it. "Mr. Krishna said:" Elegant! Yoginis name is Yogini, the name of Krishnas Ekadashi.
He had an eagle servant named Hammali, who brought flowers for worship. Hemmalis wife was a discoverer. He had been living with his wife for a while in connection with the yaksh workshop. It is destroying big beasts. Samsara is like this eternal boat for the submerged animals in the ocean. "Rajadiraj Kubera of Alakapuri is a devotee of devotion to devout Shiva.
One day Hemmali brought flowers from Mansarovar and stayed in his house and could not go to the Kubers house after being lost in the affection of his wife. Kubera was sitting here in the temple and worshiping Shiva. He waited till flowering till noon. When the time of worship was done, Yaksharaj became envious and said to the servants: Yaksha! Why did not the goddamn hamamali come? "
Yakso said: "Rajan! He is playing with the help of his wife. "After hearing the Kuber, he became angry and immediately called Hemmali. He came and stood in front of a kubber. Kubera spoke to him. "O sinful! Oh evil! O miserable! It has been invented by God. Thus, the leprosy and separation from his beloved will go away from this place and go away. "
Kuber said that it was a fall from that position. The whole body was suffering from the code. But with the influence of Shiva Puja, its memory power did not disappear. Then he went to the top of Merugiri. Tae Muni Mandandeya darshan happened.
Pamakkamy Yakshi worshiped the feet of Muni. Muni Markandeya asked him with a trembling fear. "How did you get the disease of leprosy?" Yaksh said: "Mun! I am Kumbars follower hammalali. I used to give flowers to the Kubera every day from Shishu Puja by bringing flowers from Mansarovar.
One day, because of the happiness of my wifes life, I realized the realization of time, and Raja Kubera cursed me by being miserable. So I fell apart from leprosy and separated from my wife. Hey Munver! The chit of the saints is inherently in love. Knowing it Preach duty to the criminal. "
Markandeya said: "He has spoken the truth. So, I teach you a karmic vow. Vow of Krishnas "Yogi" Ekadashi from the month of May. Your leprosy will be removed from this vow of fullness. "Lord Shri Krishna says:" Rajan! With the teachings of Makandeya, he vowed Yogini Ekadashi. This caused the leprosy of his body to be removed. He was happy to do the chanting of the jata. "
"Rajan! This vritt is so much better that in the eating of eighteen thousand Brahmins, the person who receives the fruit of Yogis Ekadashi is rewarded in the same way. By reading and hearing this greatness, human beings are free from all sins. "