Ganesh Chaturthi – (ગણેશ ચતુર્થી)
ગુજરાતી
ગણાધિપતિ ગજાનન શ્રી વિઘ્ન વિનાયક દેવ મંગલાયતન છે. હિન્દુ સંસ્કૃતિના ધર્મશાસ્ત્રોમાં કોઈ એવી વિધિ નથી જેમાં સર્વ પ્રથમ ગણપતિજીનું પૂજન ન થતું હોય. કોઈપણ કાર્યના શ્રીગણેશ કરતાં પહેલા જે ગણપતિજીના દ્વાદશ નામનું સ્મરણ કરે છે, તેને કોઈ વિઘ્ન નડી શકતા નથી. પંચાયતન દેવોમાં પણ ગણપતિનું આગવું સ્થાન છે. શિક્ષાપત્રીમાં પણ ભાદરવા સુદ-૪ના દિવસે વિશેષ પૂજનની આજ્ઞા છે.
શિવ પુરાણના કુમારખંડના વૃત્તાનુસાર ગણપતિ જન્મની કથા અતિરોચક છે. એકવાર ભોળાનાથ કૈલાસની ગુફાઓમાં તપશ્ચર્યા કરતા હતા. ત્યારે સખિઓએ પાર્વતીજીને આજ્ઞાનુ ગામી ગણ માટેની પ્રાર્થના કરી. થોડા સમય પછી સ્નાન સમયે માતા પાર્વતીએ સ્વશરીર પર લગાડેલા ઉબટનમાંથી એક શિશુની મૂર્તિ બનાવીને તેમાં ચૈતન્ય મૂક્યું.અને તેનું નામ વિનાયક રાખ્યું.સતિએ તેને દ્વાર રક્ષાની સેવા આપી.
સમય જતાં શિવજી તપશ્ચર્યાને વિરામ આપી પાછા પધાર્યા ત્યારે વિનાયકે દ્વાર પર રોકવા રકઝક કરી. શિવજીએ વિનાયકને ઉદ્ધત જાણીને તેનું મસ્તક છેદી નાંખ્યું. ત્યાં પાર્વતીજી આવ્યાંને આકુળ-વ્યાકુળ થઈ ગયાં. શિવજીને વાસ્તવિકતા નો ખ્યાલ આવતા દુઃખ થયું અને સદ્યો જાતશિશુનું શિર લાવવાનો આદેશ આપ્યો. હાથીના બચ્ચાનું મસ્તક મળ્યું તે દિવસથી વિનાયક ગજાનન (હાથીનામોઢાવાળા) થઈ ગયા. આ ગજાનનને પિતા ભોળાનાથે આશિષ આપ્યા કે, તારૂં સર્વકાર્યમાં સર્વ પ્રથમ પૂજન થશે.
આ ગજાનન શિવજીના નાના પુત્ર છે. તેમના મોટાભાઈનું નામ કાર્તિક સ્વામી છે. રિદ્ધિ-સિદ્ધિ નામની તેમને બે પત્નીઓ છે. તેમનું વાહન ઉંદર છે. પંચમવેદની ખ્યાતી ધરાવતા ‘‘મહાભારત’’ નું આલેખન પણ આ ગણપતિજીએ જ કરેલું છે. સત્સંગિજીવનમાં ગજાનનને વિષ્ણુનાં અવતાર તરીકે માન્ય કરવામાં આવેલ છે.
સંપ્રદાયના દરેક નાનાં મોટાં મંદિરોમાં પણ શ્રી ગણપતિ દેવની સ્થાપના કરવામાં આવે છે.
English
Shiva Bhagwan left his abode on Mt. Kailas in the Himalayas to meditate in a cave. Parvati’s friends suggested that she should have an attendant (gana) of her own because they were not pleased with Shiva’s ganas. Thus, she used her divine powers and bore a son. She named him Vinayak and instructed him to guard their home. When Shiva returned home, Vinayak did not allow him to enter.
After a brief argument, Shiva beheaded Vinayak with his trishul. When Parvati heard about this incident, she cried in despair over the loss of her son. As a means to console Parvati, Shiva sent his men to the forest and instructed them to retrieve the head of the first living creature they met. Shortly, his men returned with the head of a baby elephant. With his divine powers, Shiva placed the baby elephant’s head over his son’s body. In a matter of seconds, Vinayak came back to life. After this incident, Vinayak became known as Gajaanan, which stems from the root word ‘gaj’ meaning elephant.
Shiva blessed him with a boon and explained that people would first offer their love and devotion to Ganeshji before starting any auspicious activity. On Bhadra Sud 4, millions of Hindus in India and abroad take to the streets to celebrate this festival with processions, lively bhajans, and colorful festivities. In the Swaminarayan Sampraday, clay or plaster of paris is applied to the murti of Ganeshji on Ganesh Chaturthi and worshipped for ten days. The murti is submerged into a river or lake on Parivartini, or Jal Jhilani Ekadashi.
On Jal Jhilani Ekadashi, devotees observe nirjala, a waterless fast. Also on this day, traditional prasad items are distributed to devotees, which include chopped cucumbers and ladus (sweet balls of wheat, ghee, and sugar). Five pujas and five aartis are offered. After each aarti, the murti of Ganeshji is placed in a boat which sails around until the last aarti. After the last aarti, the murti of Ganeshji is submerged into the ocean.