Janavarnu Khanu
ગુજરાતી
જાનવરનું ખાણું
સોરઠ દેશને ગુણાતીતાનંદ સ્વામીએ સત્સંગના રંગથી રંગી નાખ્યો છે છતાં હજુ તેનો રંગ ણ લાગ્યો હોય તેવું પણ બન્યું છે. સોરઠ ધરાનું માળિયા (હાંટીના) ગામ છે.
ગામમાં રમો હાંટી રહેતો. દારુ પીતો , માંસ ખાતો,અનેક પાપ ક્રિયાઓ કરતો, હિંસા કરતા અચકાય નહી. કેવું અધમ જીવન! એક દિવસની વાત છે સદગુરુ શ્રીગુણાતીતાનંદ સ્વામી સોરઠ દેશના ગામડા ફરતા ફરતા રામા હાંટીના ગામમાં આવ્યા ગામના ચોરે ઉતારો કર્યો. કથા વાર્તા શરુ થઈ.
કથાની લોકો ઉપર ઘેરી અસર થઈ જીવન પરિવર્તન થવા લાગ્યા. રામો હાંટી સ્વામીજી પાસે આવીને બેસી ગયો સ્વામીજી બહુ ચતુર હતા. અમી ભરેલી મધુર તેની વાણી હતી. રામ ભાઈ ! મારે તમોને પૂછવું છે, તમારી પાસેથી જાણવું છે કે, આપણે લાડુ, સાટા, જલેબી વગેરે સિહને નાખીએ તો એ ખાય કે નહી ? ન ખાય સ્વામી ! એ તો એનું જ ખાણું ખાયને?
રામા હાટીએ ઉત્સાહથી જવાબ આપ્યો. તમે તો રામભાઈ સમજદારો છો જો જાનવર માણસનું ખાણુ ન ખાય અને માણસ જાનવરનું ખાણું ખાય એ કેવું કહેવાય? પશુ કરતા પણ માણસ અધમ? માણસની કોટીને ઉત્તમ કેમ ગણવી? જાનવરની સમજણ કરતા માણસની સમજણ ઓછી હોય એવું હું માંનું છું રામભાઈ હાટી અવાક બની ગયા હું શું સાંભળું છું? હું કેવી રીતે જીવું છું ? શું ખાઉં છું ? સ્વામી ! મને ક્ષમા કરો ! મને માફ કરો. મને માફ કરો.
તમે જે કહો છો એવો માણસ તો હું જ છું સ્વામી! આજથી હું નિયમ લઉ છું સદાચારનો માર્ગ સ્વીકારું છું, માનવને શોભે એવો વ્યવહાર કરવા માંગું છું, દારુ- માંસ છોડું છું. આપણા વર્તમાન દ્રવેલ માર્ગ ઉપર ચાલવા માંગું છું. સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને દંડવત સહ નમન કરી, અશ્રુભીનીઆંખે પ્રાયશ્ચિત કરવા લાગ્યો છે. ધન્ય છે સોરઠ ધરાના સત્સંગને સહજાનંદી રંગ લગાડનાર આવા સંતને.
English
Although the country of Solapur has been painted with the color of satsang, it has also become a color. Sorath is the village of Dhari (village).
Playing in the village Drinking alcohol, eating meat, doing many sins, does not make sense of violence. How shameful life is! One day, Shree Gunatitanand Swami Sorath, who was traveling in the villages of the country, came to the village of Rama Hanti, a thief of the village. The narrative story started.
Changes in life have changed over the people of the story. Swamiji came very close to Ramo Hanti Swamiji and was very clever. Ami-filled sweetness was his speech. Ram brother! I want to ask you, do you want to know that if we put laddu, satya, jalebi etc., would he eat or not? Do not eat! Is that the only food I eat?
Rama Hati responded enthusiastically. If you are a Rambhai pragmatic, then what is the name of the animal that does not eat human food and eat the animals food? Man is worse than animal? Why do you want to be a good man? I understand that the understanding of the animal is less, and I am in the midst of it. How do I live? What am I eating Lord! Forgive me! forgive me. forgive me.
I am the only person who is telling you, Lord! From today I am taking the rule, accept the path of goodness, I want to behave as a man, and leave liquor. I want to walk on our current path. Sadguru Shree Gunatitanand Swami has started to cooperate with Dandvat, initiating the tear gas shell. Blessed is such a saint who has sahajanandi painted the satsang of saoronga.