Janmashtami – (જન્માષ્ટમી)
ગુજરાતી
પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની ભરમાળ વચ્ચે જન્માષ્ટમી એ સૌથી વધારે મહત્વનો તહેવાર માનવામાં આવે છે. જન્માષ્ટમી એ ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે.
શ્રાવણ વદ આઠમના દિવસે સૃષ્ટિમાં સર્જાયેલા અંધકારને દૂર કરી ધર્મની સ્થાપના કરવા માટે પૂર્ણપૂરૂષોત્તમ ભગવાન શ્રી હરિ વિષ્ણુએ એમના આઠમા અવતાર તરીકે પૃથ્વી પર કૃષ્ણવતાર લીધો જેને આપણે કૃષ્ણ જન્માજન્મોત્સવ,ગોકુલાષ્ટમી અને જન્માષ્ટમી જેવા વિવિધ નામે ઉજવીએ છીએ. જન્માષ્ટમી દેશ-વિદેશમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગોકુલ, મથુરા, દ્વારિકા, ડાકોર જેવા શ્રી કૃષ્ણ ભગવાનના અતિ મહત્વના તીર્થ સ્થળોએ ભગવાનના દર્શનાર્થે ભક્તોની મોટી ભીડ ઉમટી પડે છે. સૌ કોઈ આંનદથી કાનૂડાના જન્મદિવસને ઉજવે છે.
શ્રી કૃષ્ણ જન્મ વિષે વાત કરીએ તો, ભગવાનનો જન્મ કારાવાસમાં થયો હતો. પૌરાણિક કથા પ્રમાણે મથુરા નરેશ કંસ પોતાની બહેન દેવકીના વિવાહ બાદ એને વળાવવા માટે જાય છે ત્યારે આકાશવાણી થાય છે કે દેવકીનું આઠમું સંતાન કંસના મૃત્યુનું કારણ બનશે. આ ભવિષ્યવાણી પછી કંસે ભયભીત બની પોતાની બહેન દેવકી અને બનેવી વાસુદેવને જેલમાં પૂરી દીધા. એક પછી એક એમ સાત સંતાનોનો કંસે વિનાશ કર્યો. ભગવાને દેવકીના આઠમા સંતાન તરીકે બરાબર રાત્રે 12 વાગ્યે જન્મ લીધો અને સર્વત્ર પ્રકાશ ફેલાયો. ભગવાને વાસુદેવને દર્શન આપી પોતાને ગોકૂળમાં નંદરાજને ઘરે મૂકી આવવા કહ્યું અને ભયંકર વરસાદ વચ્ચે વાસુદેવ ભગવાને ગોકૂળમાં મૂકી આવ્યાં. સવાર પડતા જ સમગ્ર ગોકૂળવાસીઓએ નંદરાજને ઘરે પૂત્ર જન્મની ખૂશીમાં ઉજવણી શરૂ થઈ અને સમગ્ર ગોકુળમાં ‘નંદ ઘેર આનંદ ભયો’નો નાદ ગૂંજી ઊઠ્યો. આ રીતે ભગવાનનો જન્મ કારાવાસમાં થયો અને તેમનો ઉછેર ગોકુળમાં નંદરાજને ઘરે માતા યશોદાની કોખમાં થયો.
જન્માષ્ટમી એ સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. જન્માષ્ટમીને દિવસે ઠેર-ઠેર મેળાઓ ભરાય છે. આપણા દેશના અને સંસ્કૃતિના લોકમેળાઓ પૈકી જન્માષ્ટમીના મેળાઓનું વિશેષ મહત્વ છે. જન્માષ્ટમી દરમિયાન લોકોના હૈયામાં અનેરો ઉત્સવ અને થનગનાટ જોવા મળે છે.
નંદ ઘેર આનંદ ભયો ,જય કનૈયા લાલ કી…..
હાથી ઘોડા પાલખી ,જય કનૈયા લાલ કી……
જય રણછોડ, માખણ ચોર….
મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે……
જેવા ભક્તિસભર નાદથી વાતાવરણમાં અનેરો આનંદ અને ઉત્સાહ સર્જાય છે. આ દિવસે ઉપવાસનું પણ ઘણું મહત્વ છે. ગામડું હોય કે શહેર દરેક જગ્યાએ લોકો કૃષ્ણ જન્મોત્સવના આ ઉત્સવમાં લીન જોવા મળે છે.કૃષ્ણ મંદિરોને શણગારવામાં આવે છે અને ઠેર ઠેર દહી હાંડીના કાર્યક્રમો અને રથયાત્રા પણ યોજાય છે. દહી હાંડી દરમિયાન બાળ કાનૂડા દ્વારા મટકી ફોડવાની પરંપરા છે જેમાં લોકો આનદ અને ઉત્સાહથી ભાગ લે છે. દેશમાં નાની નાની ગલીઓથી લઈને મોટા શહેરો સુધી દરેક જગ્યાએ આવા દહી હાંડીના કાર્યક્રમો યોજાય છે.બરાબર રાત્રે 12 વાગ્યે કૃષ્ણ કનૈયા લાલકી જયના જયઘોષ સાથે ભગવાનનો જન્મ દિવસ મનાવાય છે અને ઠાકોરજીને પારણે ઝૂલાવવામાં આવે છે. ભગવાનના વિવિધ પ્રકારે હિંડોળા પણ શણગારવામાં આવે છે.
ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સમયે પૃથ્વી પર ચારે બાજુ પુષ્કળ પાપકૃત્યો અને અધર્મ ફેલાયો હતો. અસુરોનો નાશ કરવા અને ધર્મનું સંસ્થાપન કરવા માટે શ્રી હરિ સ્વયં પૃથ્વી પર અવતર્યા. ભગવાને અધર્મનો નાશ કરી પૃથ્વી પર ધર્મની સ્થાપના કરી, ગાયો, બ્રાહ્મણો અને સાધુ-સંતોનું રક્ષણ કરી એમનો ઉદ્દેશ પૂર્ણ કર્યો. શ્રી કૃષ્ણ આ પૃથ્વી પર બધી જ કળાઓથી પરિપૂર્ણ થઈને અવતરિત થયા હતા. ભગવાનના આ અવતારને પરિપૂર્ણ માનવામાં આવે છે. તેમણે જે પણ કાર્યો કર્યા એ ઇતિહાસમાં મહત્વપુર્ણ કાર્યો તરીકે બધે ગવાય છે.
શ્રી કૃષ્ણ ભગવાનનું જીવન એ એક સંદેશ છે. ગીતામાં આપેલા એમના ઉપદેશ એ જીવન જીવવાની સાચી દિશા પ્રદાન કરે છે. પૃથ્વી પરથી બધા જ પાપીઓનો નાશ કરી દેવાના પોતાના ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા માટે તેમણે સામ-દામ-દંડ-ભેદ બધાનો જ ઉપયોગ કર્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણે કરેલી લીલાઓ અપાર છે. જ્યારે આ સૃષ્ટી પર અંધકાર છવાઈ જાય છે, ચારેબાજુ નિરાશાનું વાતાવરણ હોય છે, સંકટનો વરસાદ તૂટી પડે, દૂઃખના કાળા વાદળો છવાયેલા હોય ત્યારે ભગવાન પોતે જ જન્મ લે છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યુ હતું કે, “હે ભરતવંશી, જ્યાં અને જ્યારે ધર્મનું પતન અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે, તે વખતે હું સ્વયં અવતરૂ છૂં”
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥
English
Janmashtami is considered to be the most important festival among festivals in the holy month of Shravan. Janmashtami is celebrated as Lord Krishnas birthday.
On the eighth day of Shravan, on the eighth day, Puran Purushottam Bhagwan Hari Vishnu took Krishna as his eighth incarnation for the purpose of removing the darkness created in the universe, which we celebrate like Krishna birthdays, Gokulastami and Janmashtami. Janmashtami is celebrated with great fanatics in the country and abroad. A large crowd of devotees rises in the Lords view of Lord Krishnas sacred shrines like Gokul, Mathura, Dwarka, Dakor. Everyone celebrates the birthday of the lawful couple.
If we talk about Krishnas birth, God was born in the prison. According to mythology, when Mathura Naresh Kans goes after her sister Devkis marriage, it is said that the eighth child of the goddess will cause Kansas death. After this prophecy, he was scared to get his sister Devaki and Bapu Vasudev in jail. One after another destroyed seven children. God was born as the eighth child of Devaki at 12 oclock in the night and spread the light everywhere. God presented Vasudev to him and told him to bring Nandraj in his house and said that Lord Vasudev was kept in a gauntlet during the terrible rain. In the morning, the entire Gokhalwas started celebrating Nandrajs birth anniversary in the happiness of his birth, and the whole story of Nand Ghare Anand Bhayo got knocked down. In this way God was born in the prison and grew up in the house of Nandraj in Gokul, mother Yashodas kokh.
Janmashtami is celebrated with full faith and devotional enthusiasm. The festivals are full of horoscope on the day of Janmashtami. Among the folk musicians of our country and culture, Janmashtami fairs have special significance. During the Janmashtami, other festivals and Thanagnata are found in the presence of people.
Nand Ghare Anand Bhoi, Jay Kanaiya Lal Ki ... ..
Elephant Horse Plexi, Jay Kanaiya Lal Ki ......
Jay Ranchhod, the butter thief ....
Who is in the temple, King Rachhod is ......
Such devotional sounds create joy and enthusiasm in the atmosphere. Fasting is also very important on this day. Everywhere in the village or in the city, people are seen in this festival of Krishna Janmotsav. Krishna temples are decorated and on the eve of Dahan Handi programs and Rath Yatra also take place. During the Dahi Handi, there is a tradition of throwing a bowl through the childrens law, in which people take part in euphoria and enthusiasm. Dry hand sticks are organized everywhere from small rugs to big cities in the country.
It is believed that Lord Krishnas birth day is celebrated with Krishna Kanyeya Lali Jai Jayoghosh at 12 oclock at night and Thakorji is honored with puran. Hindalas are also decorated in different ways of God.
At the time of Lord Krishnas birth, there was a great deal of sin and sin on the earth. To destroy the demons and to establish religion, Shri Hari himself appeared on earth. God destroyed religion by establishing religion on earth, protecting cows, Brahmins and sadhu saints and fulfilling his purpose. Shri Krishna was fulfilled and fulfilled by all the arts on this earth. These incarnations of God are considered complete. Whatever he has done is sung everywhere as important functions in history.
The life of Shri Krishna God is a message. Their teachings in the Gita provide the true direction of living life. He used all the samadham-penalties for fulfilling his purpose to destroy all the sinners from the earth. The green lamps made by Lord Krishna are immense. When this universe is covered with darkness, there is an atmosphere of depression everywhere, the rain of breakage breaks down, and the black clouds of grief are covered when God Himself is born. In the Gita, Lord Krishna said to Arjuna, "I am incarnated at the time of the birth of Dharma and when there is a great conquest of religion,"
Often, this religion is a glamorous India.
Exhibitionism