Kirtan Vivechan : Avasar Avyo Ran Ramva (અવસર આવ્યો રણ રમવા)
ગુજરાતી
પૂર્વ ઈતિહાસ :-
ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી ઉમરેઠ થતા સામરખા ગામનાતળાવ પાસે આવીને વિશ્રામ કર્યો. આણંદ ગામના હરિભક્તોને એની ખબરપડતાં દોડતા આવી પહોંચ્યા અને તેમાંથી બ્રાહ્મણ આગેવાનો દિનકર, હરિશંકર વગેરે ભક્તો તો ‘આ વખતે તો અમારા આણંદમાં સાધુઓ સાથે રસકેરીનો થાળ જમીને પધારો તો જ જવા દઈએ.’ એમ કહીને શ્રીહરિનાં ચરણ પકડીને બેસી ગયા. બધી દિશાએથી હારેલા, હડધૂત થયેલા, માર ખાધેલા આણંદના વેરાગી બાવાઓ અને ધર્મગુરુઓ લાગ જોઈને બેઠા હતા કે સહજાનંદ સ્વામી એક વખત આણંદના બજારમાં પગ મૂકે તો પછી જોઈ લઈશું કે કેવા હેમખેમ બહાર નીકળે છે ! સાધુઓ એમાંના ઘણા વેરાગીઓને સારી રીતે જાણતા હતા એટલે તેમણે એક અવાજે કહ્યું : ‘મહારાજ ! આ વખતે આણંદમાં પગ મૂકવા જેવો નથી.
કેવળ માનહાનિ સિવાય કંઈ જ નહિ મળે.’ ‘માનહાનિ ?’ શ્રીજી મહારાજ જરા ચમકી થોડાક વિચારમાં પડી સંતોને જોઈ રહ્યા. ‘સાધુઓને વળી માન શું અને હાનિ શું?’ થોડી ક્ષણ સંતોને એમ જ જોઈ રહ્યા પછી શ્રીજી મહારાજે બ્રાહ્મણો તરફ જોઈ કહ્યું : ‘આટલો બધો આગ્રહ કરો છો તો બ્રાહ્મણોને થોડી ના પડાય ? અમે જરૂર આનંદપૂર્વક આણંદ આવશું અને રસરોટલીયે પ્રેમથી જમીશું.’ હરિભક્તો હરખના માર્યા જલદી જલદી આણંદ પહોંચી જઈ જમણની તૈયારીમાં વળગી ગયા અને સમય થતાં ઠાઠમાઠથી સામૈયું લઈ ગામને ગોંદરે વધાવવા આવ્યા. પરંતુ એમને ખબર ન પડી કે સ્વામિનારાયણ ભગવાનને સીધા, સોંસરવા, આણંદમાંથી જવા ન દેવા અસુરો મરણિયો નિશ્ચય કરીને બેઠા હતા.
શ્રીજી મહારાજની સવારી નીકળતી ત્યારે નિયમ એવો હતો કે સૌ પ્રથમ કાઠીઓ, રજપૂતો અને શસ્ત્રધારી પાર્ષદો આગળ ચાલતા તેમની પાછળ શ્રીહરિની માણકી થનગનતી ચાલી આવતી અને તેમની પાછળ સાધુઓ-હરિભક્તો ચાલતા હતા. આ વખતે શ્રીજીએ સૌની મોખરે પ્રથમ સાધુઓને રાખ્યા, તેમની પાછળપોતે રહ્યા અને પોતાની પાછળ દાદાખાચર, સુરાખાચર, અલૈયાખાચર, હેમંતસિંહજી, જોબનપગી અને ભગુજી વગેરેને રાખ્યા. સૌની આગળ મુનિમુક્તાનંદ અને બ્રહ્માનંદ મુનિ ચાલતા હતા.
અમદાવાદના સરખેજ રોજાથી લઈ સુરતના રૂસ્તમબાગ સુધી, અને તળ વડતાલ-ચરોતર માંય મુક્ત મુનિએ ખૂબ સત્સંગ ફેલાવ્યો હતો. આણંદનું ગોંદરું જેવું નજરે પડ્યું કે બુંગીઓ અને ઝાંઝરનું ઝઘડું થયું. રણવાદ્ય, તતુડું અને બુંગીઓ સાંભળી બ્રહ્મ મુનિએ મુક્ત મુનિના કાનમાં કહ્યું : ‘સ્વામી ! આ કાંઈ સામૈયાના મધુર સ્વરો લાગતા નથી.’ મુક્ત મુનિએ સ્વસ્થ રહી બ્રહ્માનંદ મુનિને કાનમાં વળતું કહ્યું : ‘એની આપણને શીચિંતા ? હજાર હાથનો ધણી પાછળ ચાલ્યો આવે છે એને ચિંતા હોય.’ એટલું કહી તેમણે પદ ઉપાડ્યું.
કિર્તન :-
અવસર આવ્યો રણ રમવા તણો, અતિ અમૂલ્ય નવ મળે નાણે;
સમજવું હોય તો સમજજો સાનમાં, તજી પ્રપંચ તક જોઈ ટાણે – ૧
મુનિ મન મધ્ય વિચાર એવો કરે, મોહશું લડે એ મર્દ કેવા;
પાખરિયા નર કૈંક પડ્યા ખરા, શૃંગી શશી સુરરાજ એવા – ૨
એવા તો કંઈકની લાજ લીધી ખરી, એક ગુરુદેવથી એ જ ભાગે;
તે ગુરુદેવ તો તાહેરી કોર છે, જડમતિ તોય નવ બુધ જાગે – ૩
કરી લે કામ રટ રામ ઉતાવળો, ગુરુતણી મોજ ગોવિંદ મળશે;
મુક્તાનંદ એ વચનમાં, મર્મ છે જાણે જેહ મદ મોહ ટળશે – ૪
અને સર્વ સાધુઓ તેને ઝીલતા આગળ ચાલતા રહ્યા. શ્રીહરિ શાંત રહી,સ્મિત કરતા માણકીને ચલાવી રહ્યા હતા. અચાનક ‘મવડી’ ‘મવડી’ એવી કિકિયારીઓ સાથે ક્યાંકથી ધૂળ અને ઈંટાળા સાધુઓ પર પડવા માંડ્યા. સાથે સાથે કાદવ અને ભૂંડી ગાળોનો વરસાદ પણ શરૂ થયો.
દાદાખાચર, સુરાખાચરતથા જોબનપગીએ તલવારો, ધનુષ ખેંચ્યાં – આજે દીકરાઓ જીવતા પાછા નહીં જાઓ એવી કાઠીઓ, પગીઓએ જોરથી બૂમો પાડી. શ્રીજી મહારાજે કાંકરિયાપર લડવા દીધા હતા એટલે આ વખતેય વેરાગીઓ સામે લડવા દેશે સમજી કાઠીઓ, રાજપૂતો આગળ વધ્યા ત્યાં તો શ્રીજી મહારાજનો ઊંચેથી અવાજ સંભળાયો : ‘ખબરદાર ! જે કોઈ તલવાર ઉગામે એ અમારો નથી.
એ અમારા સત્સંગની બહાર થશે.’ બધા એકદમ અટકી ગયા પરંતુ દાંત કચકચાવતા અને ધ્રૂજતે હાથે તલવારો મ્યાન કરતા કરતા સુરાખાચર અને અન્ય ક્ષત્રિયો, વેરાગીઓને જોઈને ગર્વથી મૂછે તાવ દેવા લાગ્યા. શ્રીજી મહારાજે ફરીથી બૂમ પાડી : ‘મૂછેતાવ દે તે વિમુખ, એ અમારો નહિ.’ ક્રોધમાં લાલચોળ આંખોવાળા કાઠીઓ ચૂપ થઈ શ્રીજીની પાછળ પાછળ ચાલવા લાગ્યા. ચારેકોરથી ધૂળ-ગાળો-કાદવ-ઈંટોનામાર ચાલુ રહ્યા અને શ્રીહરિએ મુક્ત મુનિને કિર્તન પદ ચાલુ રાખવા કહી આગળ ને આગળ ચાલવા માંડ્યા.પરંતુ ચારેકોરથી ધૂળ-કાદવ વરસતાં રહ્યાં.
ધૂળ, માટી અને કીચડથી મુક્તાનંદજી, બહ્મ્રાનદંજી, ગોપાલાનંદજી, નિત્યાનદંજી આદિ સતોં તથા દાદાખાચર, સુરાખાચર આદિ કાઠીઓ તથા જોબનપગી જેવા ભક્તો તથા સર્વે સંતો-હરિભક્તો ધૂળ-કાદવના થરોથી ખરડાઈ ગયા. ઈંટાળા-ઢેખાળાનાંય નિશાનો ચમકવા માંડ્યાં. સુરાખાચરે શ્રીહરિ પાસે દોડી જઈ દાબી રાખેલા ક્રોધને લઈ, બેઠા અવાજે કહ્યુઃ ‘મહારાજ ! મહારાજ ! સવા રૂપિયાની અમારી લાજ અત્યારે અડધા રૂપિયાથીયપડી ગઈ છે. સહેજ આજ્ઞા આપો તો.’ શ્રીજી મહારાજે ધૂળની મૂઠીઓ શરીર પર ઝીલતાં ધીમું હસતાં કહ્યું : ‘ના ખાચર, તમારી લાજ તો સવા રૂપિયાથી સવાસો રૂપિયા જેટલી ઊંચી વધી ગઈ છે.
ભજન કરતા આગળ વધો. કાંઈ બોલતા નહિ કે ક્યાંય અટકતા નહિ.’ વેરાગીઓની ધમાચકડીથી લોકોએ દુકાનો અને મકાનોનાં બારણાં બંધ કરી દીધાં હતાં. ધૂળ, કાદવ અને ગાળો વધુ ને વધુ ઊછળી રહ્યાં હતાં અને શ્રીજી મહારાજની કડક આજ્ઞાથી બધાંય અપમાન સહન કરતા સાધુઓ – હરિભક્તો ભજન કરતા કરતા કોઈ પણ પ્રકારનો પ્રતિકાર કર્યા વિના આગળ વધી રહ્યા હતા. આશ્ચર્યનું આશ્ચર્ય એ હતું કે માણકીની પાછળ હરિભક્તોના ઘોડા ય ચૂપચાપ આજ્ઞાધારક બની માર સહન કરતા ચાલી રહ્યા હતા. સાધુઓને લઈ શ્રીહરિ આણંદની બજારની આરપાર થઈને જેવા પ્રવેશ્યા હતા તેવા જ બહાર નીકળ્યા. ગાળો દેનારા ના ઘાંટા બેસી ગયા.
ધૂળ-ઈંટો નાંખનારાનાં બાવડાં કળવા લાગ્યાં. આણંદના હરિભક્તો ઢોરમાર ખાતા શરમના માર્યા ઘરમાં પેસી ગયા. ભગવાને આ વખતે ભગવાનપણું કેમ ન દેખાડ્યું ? કેમ જાતેય ધૂળ-ઢેફાં સહન કરતા રહ્યા ? દરેકને એનું આશ્ચર્ય થઈ રહ્યું હતું.હરિકૃષ્ણ મહારાજે પોતાના ભક્તોને અને ખાસ કરી સાધુઓને નિર્માનીપણાના તથા અક્રોધના જીવંત પાઠ ભણાવવા આમ કર્યું હતું. એમને જોવું હતું કે એમના સત્સંગીઓ ક્યાં સુધી એમની આજ્ઞામાં અને એમનાં વ્રતમાનોમાં ઝઝૂમી શકે છે.
શ્રીહરિ બાકરોલ થતા અટક્યા વિના વડતાલ આવી જ્ઞાનબાગમાં બધાની સાથે આમલા નીચે સભા ભરીને બેઠા. પૂનાથી તે પાટણ સુધીના કોઈ પણગામમાંથી જોબનપગી નીકળે તો તેના ડરના માર્યા લોકો ઘરમાં પેસી જાય એવા એક વખતના કાળઝાળ જોબનપગીને હોઠેથી ચૂપ પરંતુ આંખે મોઢે લાલચોળ ચહેરાવાળા જોઈ શ્રીહરિ હસતા હસતા પોતાના મોઢા પર થોડીક બાઝી ગયેલી ધૂળને ખેસથી સાફ કરતા બોલ્યા : ‘કાં ભક્તરાજ ! બોલો, કોણ જીત્યું ?’‘પ્રભુ ! એ હરામખોરો જીતી ગયા !’ જોબનપગી સહજ જ બૂમ પાડી ઊઠ્યા.પરંતુ તરત જીભ પર સંયમ મૂકી બોલ્યા : ‘ક્ષમા કરો મહારાજ ! આપણે ફોસી, હારી ગયા !’
‘હરિભક્તો !’ શ્રીજી મહારાજે હસતાં હસતાં કહ્યું : ‘આપણે હાર્યા નથી, આપણે જીતી ગયા છીએ. સંતાપ તો એ લોકોને થતો હશે કે મનની મનમાં જ રહી ગઈ. આપણે કોઈ પ્રકારનો સામનો ન કર્યો. આપણે તો અહીં નિરાંતે બેઠા કૂવાનું ઠંડું પાણી પીએ છીએ અને એ લોકો હજુય પોતાની જાત પર ઊંચાનીચા થતા હશે. ખૂબ મજા થઈ. કેમ બોલ્યા નહિ બ્રહ્માનંદ સ્વામી?’ ‘પ્રભુ! અમારા માથામાં આજે એવો ગુલાલ ભરાઈ ગયો છે કે બે દા’ડા સુધી નીકળશેનહિ. કેસર-ચંદન તો શરીરે ઘણાં ચોળ્યાં પરંતુ આજનું ચંદન કદી માણ્યું ન હતું,
આણંદનો આનંદ કદી નહીં ભુલાય. માગ્યા વિના કાદવનાં તિલક કપાળે ચઢી બેઠાં.’ આખી સભા હસી પડી. એવામાં બાકરોલના કરસનદાસ ગાડું ભરીને કેરીયો લઈને પાછળ પાછળ આવી પહોંચ્યા. શ્રીજી મહારાજે દરેકને એક એક કેરી આપતાં કહ્યું : ‘સત્સંગીઓ ! નિરમાનીપણું રાખવું એ આગમાં ચાલવા જેવું અઘરું છે. જે નિરમાની બન્યો તે નિશ્ચય અક્ષરધામનો અધિકારી બની જાય છે. રાગીને કે ત્યાગીને, કલ્યાણમાર્ગનું પ્રથમ દૃઢ પગલું નિરમાનીપણું છે. અમે જોતા હતા કે જે અમારા કહેવાય છે એ ક્યાં સુધી એને ટકાવી રાખે છે.આજના દિવસથી તમે તેને તમારી શક્તિ અને ભક્તિથી માપી લેજો. સંતની પ્રથમ પરીક્ષા નિર્માનીપણું છે. ગીતાજીએ કહ્યું છે ‘નિર્માનમોહા જિતસંગદોષા , અધ્યાત્મનિત્યા વિનિવૃત્તકામા:’ એવા મુમુક્ષુઓ પરમધામમાં જાય છે.’ એમ કહી બધાને કેરી ચૂસવાનો ઈશારો કરી પોતે કેરી ચૂસવા માંડ્યા.
English
Pre-history: -
Lord Shree Swaminarayan Mahaprabhuji came to Samarkha village and got rest after coming to the village. The devotees of Anand arrived in the village and came to meet him and the devotees of Dinkar, Harishankar, Brahmin leaders, from them, If this time, we should let the devotees get away with the help of the monks in our Anand. All the lost, frustrated, beaten and hungry Anands banners and teachers were sitting on their feet, that if Sahajanand Swami once laid a foot in Anands market, then he would see how he came out. The monks knew many of them well, so he said in a voice: Maharaj! This time it is not like footing in Anand.
Shreeji Maharaj was shocked at some thought and saw the saints. What is the harmony of the monks and what is the harm? After seeing the Saints in a moment, Shreeji Maharaj looked at Brahmins and said: If you insist on this, then do Brahmins do not get any help? We will be happy to come to Anand and I will eat with love. "Haribhaktas quickly reached Anand and reached to prepare for the preparations for the preparation of the meal and by the time of the pomp, he came to Gondur to raise the village. But they did not know that Lord Swaminarayan had decided to die directly from Goddess Anand.
The rule was that when Shreeji Maharaj was going out of the house, the first Kaliyas, Rajputs and the Shastri Pahras were running behind them, followed by Mr. Hariris humble background, and the monks followed him. At this time, Shriji kept the first monks at the forefront of the others, kept them behind and kept the Dakshakti, Surakha, Aliyakkharta, Hemant Singhji, Jobpanipi and Bhuji etc. behind them. Munimputanand and Brahmanand Muni walked in front of everyone.
From Sarkhej Rosa of Ahmedabad to Rustombagh of Surat, and to the Vardal-Charotra of Tork, the Free Muni spread many satsangs. Anand got a glimpse of Gondi that there was a rift between the bungas and the zonas. The Brahma Muni, listening to the rapture, tartu and bungas, said in the ears of the free person: Swamiji! It does not seem to have any sweet vowels of Samayya. Free Muni was healthy and said to Brahmanand Muni in the ear: Do you worry us? Thousands of hands are behind, they are worried. They say that they took the position.
Kirtan: -
It was an opportunity to play the desert; It is very priceless;
If you want to understand, understand, in San, see the chance of being a snake
The mind will meditate on the mind;
Phechariya KNK Kanka Kyaaaaa, Shrunyi Shashi Surarajaaa - 2
It has taken something like this, thats the same with a Gurudev;
That Gurudev is the Taheri Corps, even if the arithmetic wakes up to nine Mercury - 3
Rama will be working hard, guruttani will go to Govind;
Muktanand is in the word, there is no doubt that Jihad will avoid mood - 4
And all the monks walked ahead of him. Shrihari remained silent, running a smiling man. Suddenly, dirt and brick muds began to fall on the monks with such gimmicks, Mawdi. As well as the mud and dark spell of rain also started.
Dadubhakta, Sankrantratha and Jobpanji swords, Dhanush stretched - Today, Kathi, who have no sons to go back to living, cried loudly. Shreeji Maharaj had fought on Kankaria, so this time, he would fight against the transgressors. Understand that when Rajputs proceeded, Shreeji Maharaj heard a loud voice saying: Awakening! Whoever raises a sword is not ours.
It will go out of our satsang. All stopped completely, but the beauty and other Kshatriyas, who started shouting with swords on their teeth and scurrying with teeth, proudly feared to see the taxpayers. Shreeji Maharaj once again shouted: It is not ours, it is not ours. The red-eyed rugs of the anger started to chase after Shriji. The dirt-mud-dirt-intensity marshal was started from four quarters and Shriharri started moving ahead to keep the free radical position of Kirtan, but he continued to move forward.
Dry, clay and vapor, Muktanandji, Bahramandanji, Gopalanandji, Nityanandji, Adi Sants and devotees like Dakshakti, Surakhsar, Kathiya and Jobpanipi, and all the saints and devotees were swallowed by dust-mud slurry. Brick-and-pecker marks started to shine. Surakhachar ran towards Shrihari and took the wrath of the suppressed, satya voice said, Maharaj! What! Our loss of rupee rupees has now fallen to half a rupee. Shreeji Maharaj smiled slow down on his body and said, No food, your loss has increased from Rs. 100 to Rs. 100 / - as high as Rs.
Proceed to worship Do not speak anything, do not stop anywhere. The people of the shops, shops and houses were closed by the tragedy. The dust, the mud and the densities were getting more and more, and with strict orders of Shreeji Maharaj, all the monks who were humiliated - the devotees were moving forward without any resistance from worshiping. Surprise was the surprise that the horses of Haribhas were silent on the back of their moods. Take out the monks, Shrihari went out of Anand as soon as they entered through the market. The sloganeers of the slaves went to the bottom.
Dust-brick haircuters started shaking. Anands devotees went to the house of the goddess of shame. Why did not God show this to God at this time? Why did you keep yourself drenched in dust? Everyone was amazed at it. Harikrishna Maharaj made his devotees and especially the monks