મકરસંક્રાંતિ (Uttarayana)
ગુજરાતી
સામાન્ય રીતે ગ્રહોના અધિપતિ સૂર્યનારાયણની ગતિ ‘પૂર્વ દિશાથી’ ઉદય થઇ ‘પશ્ચિમ દિશા’ માં અસ્થ થવાની હોય છે. પરંતુ પોષ માસમાં જયારે સૂર્યનારાયણ, ઉત્તર દિશા તરફ થઇ ‘ધનું’ રાશીમાંથી ‘મકર’ રાશિમાં પ્રવેશે છે, ત્યારે મકરસંક્રાંતિ થાય છે. આ પર્વને ‘ઉત્તરાયણ’ પણ કહે છે. જે લગભગ ૧૪ જાન્યુઆરી ની આસપાસ આવે છે.
પૌરાણિક મહત્વ :-
- પૌરાણિક કથા અનુસાર, આ દિવસે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુનો આત્મજ્ઞાન સંવાદ થયેલો.
- માન્યતા છે કે, પતિતપાવનીમાં ગંગાજી રાજા ભગીરથના અથાગ પ્રયાસથી જેષ્ટ શુક્લ દશમી (જેઠ સુદ -10 ગંગાદશેરા)ના દિવસે પૃથ્વી પર અવતરણ થઇ સગર વંશના ૬૦૦૦૦ પિતૃઓનો મોક્ષ કરી ગંગાસાગરમાં વિલીન થયા ત્યારથી મકરસંક્રાંતિના પર્વે ગંગાસાગરમાં સ્નાનનો વિશેષ મહિમા છે.
- જયોતિષશાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં સૂર્યપૂજા-ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે, આ દિવસે સૂર્યનું લાલ પુષ્પોથી પૂજાનું વિશેષ વિધાન છે.
- મહાભારતના યુધમાં, ઈચ્છા મૃત્યનો વરદાન પ્રાપ્ત હતું જેને એવા ગંગાપુત્ર પિતામહ ભીષ્મે દેહ ત્યાગ કરેલો,
- મકર સંક્રાતિને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આ પર્વમાં જપ-તપ આદિથી ત્રિવિધ તાપ શમન થાય, તીર્થ સ્નાનથી પાપકર્મ નિવૃત્તિ અને મોક્ષ પ્રાપ્તિ અને દાન કરવાથી સર્વ મનવાંછિત શુભકામનાઓની સીધી તથા ગ્રહ-નક્ષત્રદોષ, પિતૃદોષ, આદિ કષ્ટનું નિવારણ, આદિ ફળની પ્રાપ્તિ થાય તેવો મહિમા છે.
- આ પર્વેમાં સુવર્ણ-રજત-આદિ ધાતુ, હીરા-માણેક આદિ રત્નો, અશ્વ-હાથી-ગૌ આદિ તથા તલ, ગોળ, ઘી, ખીચડી આદિ અન્ન, રેશમી-ઉની વસ્ત્ર, વિવિધ પ્રકારના ફળ, શાસ્ત્ર, રથ, વગેરે દાન અનેક ઘણું ફળ આપનાર થાય છે. શાસ્ત્ર મત અનુસાર, “ददाति प्रति गृहाति, अदातुः फ़ल् भिक्षुकः”, એટલે દાન કરનારને ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે અને દાન ન કરનાર ને દરિદ્રતા રહે છે.
- મકરસંક્રાંતિ એ ભારતનો કૃષિ તહેવાર છે. ભારતના અલગ અલગ રાજ્યોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે.
- પ્રાચીનકાળથી સૂર્યઉપાસનાનું મહત્ત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. આર્યો સૂર્યતત્ત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા.
ઉજવણી :-
- મકરસંક્રાતિને શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. ઉત્તર ભારતમાં આ દિવસ દાનનો તથા યમુના, ગંગા અને સરસ્વતીમાં સંગમ એવા પ્રયાગરાજ તથા અન્ય તીર્થોમાં સ્નાન કરવાનો મહિમા છે. તથા અડદ, ચોખા, સોના, કપડા અને અન્ય ચીજોનું દાન એ ઉજવણીનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
- મહારાષ્ટ્રમાં, વિવાહિત મહિલાઓ અન્ય પરણિત મહિલાઓને કપાસ, તેલ અને મીઠાનું દાન કરીને આ શુભ દિવસની ઉજવણી કરે છે.
- બંગાળમાં લોકો સ્નાન કર્યા પછી તલનું દાન કરે છે .ગંગાસાગર ખાતે દર વર્ષે મકરસંક્રાંતિનો વિશાળ મેળો પણ યોજાય છે. લોકો ચોખાનો લોટ, નાળિયેર અને ગોળ વડે “પીઠે” નામની વિશેષ મીઠાઇઓ બનાવે છે.
- તમિળનાડુમાં આ દિવસ પોંગલ તરીકે ઉજવાય છે. અને આ વિસ્તારમાં ૪ દિવસ સુધી પોંગલની ઉજવણી કરાય છે.
- ગુજરાતમાં ખીચડી વગેરે અન્નદાન અને ધર્મિક સ્થાનોમાં વિશેષ પૂજા દાન કરવામાં આવે છે તથા લોકો પોતાના ઘરની અગાશીઓ પર એકત્ર થઇ ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે.
- પંજાબમાં આ દિવસને લોહરી તરીકે ઉજવાય છે. અને તેમાં મોટા તાપણા કરી મમરા અને ધાણી ઉછાળી તેની ઉજવણી કરે છે.
- ભારત સરકાર દ્વારા મકર સંક્રાતિને પણ રાષ્ટ્રીય તહેવારોમાં ગણવામાં આવ્યો છે.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહત્વ :-
- સંપ્રદાયના બંધારણીય ગ્રંથ ‘શ્રીમદ્ સત્સંગીજીવનમાં’ સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણે મકરસંક્રાંતિનો મહિમા સમજાવતા આજ્ઞા કરી છે કે,“चत्वारिंशतु घटिका मकरे सङ्क्रमाद्र्वेः, स्नानार्चापुण्यकर्मादौ ग्राह्याः प्रोक्ता महर्षिभिः” મકર રાશિમાં સૂર્યના સંક્રમણથી આરંભીને ચાલીશ ઘડી પુણ્યકાળ, સ્નાન, દાન. પૂજન આદિકમાં મહર્ષિઓએ પ્રશસ્ત કહ્યો છે.
- આ પવિત્ર દિવસે સંપ્રદાયના મુખ્ય મંદિરોમાં આ દિવસે ભગવાન સનમુખ રંગબેરંગી અને વિવિધ આકૃતિ વાળી પતંગો સજાવવામાં આવે છે, તદુપરાંત આ દિવસે, સૂર્ય મકર રાશીને પામતાં ભગવાનને નૈવેદ્યમાં વિશેષ તલના લાડુઓ અને ખીચડી નિવેદન કરવામાં આવે છે, આ ઉપરાંત ભાવિક ભક્તો દ્વારા યથા શક્તિ દાનનો પણ ઘણો મહિમા છે અને સંપ્રદાયમાં હરિભક્તો દ્વારા ‘જોળી ઉત્સવ’ ઉજવી ભક્તોનું દાન એકત્રિત કરી સદ્કાર્ય માટે ઉપયોગ કરવામાં આવે છે.
- ભગવાન શ્રી હરિએ વચનામૃતમાં વડતાલ-૪ માં, ઉત્તરાયણના પતંગ ઉત્સવનું દ્રષ્ટાંત દઈને, ભગવાનના સ્વરૂપમાં વૃતિ રાખ્યાની રીત સમજાવતા કહે છે કે “પછી જેમ છોકરા પતંગને ઉડાડે છે તેવી રીતે મૂર્તિરૂપી પતંગને પોતાની વૃત્તિરૂપી જે દોરી તેણે કરીને મૂર્તિને ઊંચી ચઢાવે અને વળી પાછી હેઠી લાવે અને અડખે-પડખે ડોલાવે, એવી રીતે યોગકળાએ કરીને જ્યારે સચેત થાય ત્યારે વળી પાછી મૂર્તિને નાસિકાને અર્ગે ધારે ને ત્યાંથી ભ્રુકુટીમાં લાવીને હૃદયને વિષે મૂર્તિને ઉતારે અને અંતરને વિષે સાક્ષીરૂપ જે મૂર્તિ અને બહારની મૂર્તિ એ બેયને એક કરે…,”
English
Normally, the motion of Suryanarayana (Lord of the Planets) has to rise in the east and set in the west. However, in the month ‘Posh’ (January), when Suryanarayana enters the Capricorn zodiac from the Sagittarius zodiac towards the north, Makar Sankranti takes place. This festival is also called Uttarayan which falls on January 14.rnMythological significance :-
- According to Hindu mythology, on this day, the self-knowledge dialogue of Lord Shiva and Lord Vishnu took place.
- It is believed that due to the untiring efforts of King Bhagirath, Patitpavani Gangaji (river) descended to earth on the day of Jyeshta Shukla Dashami (Ganga Dashera) and merged into Gangasagar, after blessing 60,000 ‘pitru’ of the Sagar dynasty.
- According to astrology, worship of the Sun with red flowers has a special significance on this Sankranti.
- In the Mahabharata, Gangaputra Pitamah Bhishma, who was blessed with the boon of ‘Ichcha Mrutyu’ (death at own’s will), selected this day to depart from this world.
- Makar Sankranti is considered to be an auspicious occasion. Sins committed through action and speech are forgiven on this day by chanting the name of God. One can also be relieved from sinful deeds by taking a bath in holy rivers in order to help them attain salvation. Furthermore, by giving alms, one’s desired wishes are directly fulfilled with glory.
- Donation of precious metals, gems, food, clothing, and scriptures brings blessings upon the donor. According to the scriptures, “ददाति प्रति गृहाति, अदातुः फ़ल् भिक्षुकः”,the giver gets the best fruit and the non-giver gets poverty.
- Makar Sankranti is also an agricultural festival of India. This day is also associated with the harvest in different states of India.
- The worship of the sun has been important since ancient times. The word kite is used for the sun in the Rig Veda, the oldest scripture in the world. The Aryans have been worshiping the solar system since ancient times.
Celebration :-
- Makar Sankranti is celebrated as the beginning of auspicious time. This celebration is celebrated differently in different cultures. In North India, this day is one of charity and taking a bath in ‘Sangam’ or ‘Prayag’- the union of Yamuna, Ganga, and Sarasvati. Donations of urad (dal), rice, gold, and clothes are also an important part of the celebration.
- In Maharashtra, married women celebrate this auspicious day by donating cotton, oil and salt to other married women.
- In Bengal, people donate sesame seeds after bathing. A huge Makar Sankranti fair is also held every year at Gangasagar. People make a special dessert called "Peethe" with rice flour, coconut, and jaggery.
- In Tamil Nadu, this day is celebrated as Pongal. In this region, Pongal is celebrated for 4 days.
- In Gujarat, special pujas are offered in religious places and donations of money and grains are made. People gather on the roofs of their houses and enjoy flying kites.
- In Punjab, this day is celebrated as Lohni. It is celebrated with a great bonfire and by distributing puffed rice and popcorn.
- Makar Sankranti is also considered as a national festival by the Government of India.
Importance in Shri Swaminarayan Sampradaya :-
- Explaining the glory of Makar Sankranti, Lord Shri Swaminarayan Himself has commanded in the constitutional and sacred scripture ‘Shrimad Satsangi Jivan’ that "Chatvarinshatu ghatika makare sankramadrv , snanarchapunyakarmadau grahya: prokta maharshibhi:" -> Starting from the transition of the Sun in Capricorn, forty ‘Ghadi’ (24 min = 1 ghadi) is of Punyakalam. Maharishis have said that this period is exalted for holy bath and pujan.
- On this holy day, the temples of the Sampraday are decorated with colorful and variously shaped kites in the presence of the Lord. Moreover, on this day, when the Sun turns into Capricorn, special sesame laddu and khichdi are offered to the Lord. There is also an aspect of devotees giving special donations on this day. Devotees within the sect celebrate Joli Utsav by collecting donations from other devotees to use it for good deeds.
- In Vachanamrut Vadtal-4; Lord Shri Swaminarayan explains how to keep vrutti on Bhagwan by using an Uttaryan analogy. He says, “Then, just as a child flies a kite, he would fly a kite in the form of Bhagwan’s murti with a string in the form of his vrutti. He would make it rise upwards, then bring it down again, and then make it sweep from side to side. Using his yogic powers in this way, when he becomes alert, he would again observe the murti at the tip of his nose, and from there he would bring it between his eyebrows, and then he would draw it into his heart.”