History of Manki Ghodi – (માણકી ઘોડીનો ઇતિહાસ)
ગુજરાતી
માણીગર માવાની જીવન સંગીની બનીને પોતાનું જીવન કુસુમ શ્રીહરિના ચરણે સમર્પિત કરનાર માણકી ઘોડીની કથા અતિ ચમત્કારી છે. પશુયોનિમાં જન્મ લઈને મુક્તોની પંક્તિમાં સ્થાન મેળવનાર માણકીની કથા આ પ્રમાણે છે.
જસદણમાં કાઠી દરબારને ત્યાં એક દૈવી ઘોડી હતી. સારાએ કચ્છ-કાઠીયાવાડમાં સુપ્રસિદ્ધ થવા લાગી હતી. કચ્છમાં એક મિયાણો હતો અને તે અઠંગ ચોર હતો. આ જાતવાન ઘોડી ચોરી લાવવાની તીવ્ર ઇચ્છા જાગી પરંતુ કાઠીને ત્યાં કડક બંદોબસ્ત હોવાથી એ ઇચ્છા મનમાં જ રહી ગઇ. સમય જતા તે મિયાણાનો અંતકાળ આવ્યો… અને તેમનો જીવ કોઇ રીતે જતો ન હોવાથી, તેમના દિકરાએ પુછયુ ત્યારે કહ્યું કે મારી એક ઇચ્છા અધુરી છે. તે ઘોડી ચોરવાની વાત કરી અને તેના દિકરાએ પ્રતિજ્ઞા કરી તે કામ હું પુર્ણ કરીશ ત્યારે તેનો જીવ છૂટ્યો.
બાદમાં તેમનો પુત્ર જસદણ દરબારને ત્યાં નોકરીએ રહી ઘોડી સાચવતો અને વિશ્વાસ પ્રાપ્ત કરી, મોકો મળ્યે તે ઘોડી ચોરીને કચ્છ તરફ જતો રહ્યો. એક દિવસ ઘોડીને દરિયા કિનારે ઘાસ ચારવા મુકી હતી ત્યારે દરિયામાંથી એક દેવતાઇ જળઘોડો બહાર આવ્યો અને આ ઘોડી સાથે સંગ કર્યો, એના સંગથી એ ઘોડીને અગિયાર મહિને એક વછેરી જન્મી એ જ આપણી માણકી.
માણકી ઘોડી બહુ રૂપાળી અને સર્વ ગુણ સંપન્ન હતી. અશ્વવિદ્યાની ભાષામાં ઘોડીની 36 ખામીઓ બતાવવામાં આવી છે. પણ આ માણકીમાં એ એકેય ખામી ન હતી. ભુજનાં રાજાને આ માણકી ઘોડી વિષે ખબર પડતા તેણે મિયાણા પાસેથી માણકી અને તેની મા એ બન્નેને ખરીદી લીધા. કચ્છમાં રાજાનાં ફટાયા કુંવરની દીકરી મીણાપુરમાં આવ્યા ત્યારે તેમણે કુંવરીને પહેરામણીમાં માણકી ઘોડી આપી દીધી.
આ માણકીના વખાણ મહારાજે સાંભળ્યા ને સુરાખાચાર પાસે તપાસ કરાવી. ભેંસજાળના કાયાજી બાપુ સુરાખાચરના મિત્ર કાયાજી મીણાપુરના મનુભાને ઓળખતા તેથી અષાઢી સંવત્ ૧૮૬૮ શ્રાવણ સુદ સાતમને દિવસે સુરાખાચર અને કાયાજી મહારાજને લઈ મીણાપુર ગયા. મહારાજ મનુભાના ફળીયામાં પ્રવેશ્યા કે માણકીને જુગ જૂની ઓળખાણ હોય તેમ હણહણતી આવકાર દેવા લાગી. માણીગર અને માણકીની ચાર આંખો એક થઈ અને એ અબોલ પ્રાણીની આંખમાંથી ટપટપ આસું ખર્યા.
મહારાજે ઝટપટ માણકી પાસે જઈ માથે જમણો હાથ મૂક્યો. કેશવાળી સવારી ને માણકીને હૈયે શાતા વળી ગઈ. મનુભા હાજર ન હતા પણ તેમની દશ વર્ષની નાની દીકરીએ મહારાજને જોયા અને વંદન કરી કહ્યું ‘‘બાપુ ઘેર નથી પણ શા માટે આવ્યા છો એ તો કહો.’’
અમારે આ માણકી સ્વામિનારાયણ ભગવાનને આપવી છે. ત્યારે મનુભાની નાનકડી દીકરી મોંઘીબા કહે એમાં શું? ભગવાનને જોઈતી હોય તો હું આપું. એમ કહી માણકીની સરક ઝાલી મહારાજ પાસે લાવ્યાને મહારાજ તથા માણકીને ચાંદલો કર્યો. પછી પગે લાગી માણકી મહારાજને અર્પણ કરી. મહારાજ એમના ઉપર રાજી થઈને ૬૦ રૂપિયા અને સાકરની પ્રસાદી આપીને કહ્યું મોંઘીબા! તમે બહુ મોંઘા થશો. રાજ રાણી થશો. એમ કહી આર્શીર્વાદ આપ્યા. સમય જતા મોંઘીબાના લગ્ન ગોંડલ નરેશ સંગ્રામસિંહબાપુ સાથે થયા હતા.(હાલનું ગોંડલનું સ્વામીનારાયણ મંદીર, મોંઘીબાએ સ્વખર્ચે બંધાવેલ છે.)
માણકી દેવતાઈ ઘોડી હતી. માણકી મહારાજની મરજીને જાણીને જ ચાલતી. અલબેલા ઘણી વાર માણકી નચાવતા અને જાતજાતની ઠેક, કળા, ગતિ, મરોડ, કૂદાન વગેરે બતાવતા અને ગરૂડની ગતિનો મદ હરી લે તેમ માણકી ચાલતી. “ગરદ લાજ લોપી માણકી એ સોઈ” કહીને પ્રેમાનંદ સ્વામીએ તેની ગતિની પ્રશંસા કરી છે. કુદરતી કોપ કે ધાડા – ધીંગાણા જેવો કોઈ માઠો બનાવ બનવાનો હોય તો ચાલીસ દિવસ અગાઉ તે માણકી ને ખબર પડી જતી.
માણકીને કોઈ શેતાન સ્પર્શ કરે તો તેની શેતાનિયત દૂર થઈ જતી અને તેના હૃદયમાં ભક્તિના અંકુર ફૂટી જતા. શ્રીજી મહારાજ અંતર્ધાન થયા પછી માણકીએ અન્ન જળ છોડી દીધા હતા. વ્હાલાના વિરહમાં ઝૂરતી આ અશ્વિનીએ મહારાજના 13માને દિવસે દેહ છોડી દીધો! માણકીની દફન વિધિ લક્ષ્મીવાડીમાં જ્યાં કરેલી તે સ્થળે સ્મૃતિ ઓટો હાલ મોજુદ છે.
માણીગર માવાને મન વ્હાલી થઈને સદૈવ તેમને દેશ-દેશાંતર વિચરણ કરાવનાર માણકીના ચરણોમાં કોટિ કોટિ વંદન…
English
The story of Manu Ghali, dedicated to the life of Satyarri, is considered to be extremely amusing. According to the story of the man who took birth in the animal kingdom and took the position of the bearers in the line of beers.Jasdans cottage had a beautiful knob, he stole a mud of Kachchh, but he did not come in the hand. After that, Miyans son Jasdan came and escaped to Kutch in a Jodadan house as a horse and stole the horse. One day, when he brought this horse to sea shore, he sat on horseback and sat on it. There was a god of water coming out of the sea and associated with this mare. Our mother, who was born on the eleventh month, was born to a colony.
With this foster bought Ani Ma in Bhuj Rao. Raos son was murdered by Kunwars daughter, who was married to Manubhas son. So Rao got rid of Rao in her pocket.
Praise of this man is heard by Maharaj listening and sculpting. A friend of Bipashaajal, Kajyaji Bapu Surakhachar. On the seventh day, on the seventh day, on the seventh day, on the seventh day of the year, Suryakshtra and Kaji Maharaj went to Meena. Maharaj went into Manuvas flute, and he started receiving a welcome recognition as Jog was an old acquaintance. The four eyes of Manisha and Manaki were united, and they snapped from the eye of an athletes animal.
Maharaj immediately went to Mani and placed his right hand in front of me. "Im sorry." The person was not present, but his ten-year-old daughter saw Maharaj and said, Even if Bapu is not there at home, tell him why he came.
We have to give this maternal honor to Lord Swaminarayan. What does that mean? If God wants me, I will give it. It is said that after the birth of his wife Zali Maharaj, he gave a new face to Maharaj and Maneki. Then he bowed down to Mata Maharaj. Maharaj was pleased with him and gave him 60 rupees and said, Praise him! You will be very expensive. Raj will be the queen. Saying archery. Over time, Mohanibaba got married to Gondal Naresh Sangram Singhji.
The mani was goddess. Only after knowing the wishes of Maneki Maharaj. Albea often performs mamaki and shows different types of tricks, art, motion, quarrel, coupling etc. and the speed of eagle motions is going on. Praemanand Swami praised his speed by saying "necklace lapi lapi mani soi soi". If there is any serious incident like natural crap or scuffle, forty days ago, she would know about Manaki.
If a devil touches a man, his devilish behavior disappears, and his bodily gems disappear in his heart. After the disappearance of Shriji Maharaj, Manaki left the food water. The Ashwini, who is in love with her, has left her body on the day of her thirteen! Smriti Auto is present at the place where the funeral ceremony was performed in Laxmiwadi.Im not sure if Im going to