મત્સ્ય અવતાર – (Matsya Avatar)
ગુજરાતી
મત્સ્ય અવતાર
મત્સ્ય અવતાર ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર છે
માછલીના રૂપમાં અવતાર લઈને ભગવાન વિષ્ણુએ એક ઋષિને બધાંજ પ્રકારના જીવજંતુ એકત્રિત કરવાં માટે કહ્યું અને પૃથ્વી જયારે જળમાં ડૂબી રહી હતી. ત્યારે મત્સ્ય અવતારમાં ભગવાન વિષ્ણુએ એ ઋષિની નાવની રક્ષા કરી હતી. એનાં પશ્ચાત જ બ્રહ્માજીએ પુન: જીવનનું નિર્માણ કર્યું
એક બીજી માન્યતા અનુસાર એક રાક્ષસે જયારે વેદોને ચોરી જઈને સાગરના પેટાળમાં છુપાવી દીધાં. ત્યારે ભગવાન વિષ્ણુએ મત્સ્ય રૂપ ધારણ કરીને વેદોને પ્રાપ્ત કર્યા અને એમને પુન: સ્થાપિત કર્યા !!!
મત્સ્ય અવતારની કથા
એક વાર બ્રહ્માજીની અસાવધાનીનાં કારણે એક બહુજ મોટાં દૈત્યે વેદોને ચોરી લીધાંએ દૈત્યનું નામ હયગ્રીવ હતું. વેદોના ચોરાઈ જવાના કારણે જ્ઞાન લુપ્ત થઇ ગયું !!!ચારેબાજુએ અજ્ઞાનતાનો અંધકાર ફેલાઈ ગયોઅને પાપ અને અધર્મની બોલબાલા થઇ ગઈ
ત્યારે ભગવાન વિષ્ણુએ ધર્મની રક્ષા માટે મત્સ્ય રૂપ ધારણ કરીને હયગ્રીવનો વધ કર્યો અને વેદોની રક્ષા કરી !!!!
ભગવાને મત્સ્યનું રૂપ કેવી રીતે ધારણ કર્યું.એની વિસ્મયકારી કથા આ પ્રમાણે છે
કલ્પાંતની પૂર્વે એક પુણ્યાત્મા રાજા તપ કરી રહ્યા હતાંરાજનું નામ સત્યવ્રત હતું. સત્યવ્રત પુન્યાતમાં તો હતો જ , પણ સાથે સાથે એ ઉદાર હૃદયનો પણ હતોપ્રભાતનો સમય હતોસૂર્યોદય થઇ ચુક્યો હતો.સત્યવ્રત કૃતમાલા નદીમાં સ્નાન કરી રહ્યો હતો
એમણે સ્નાન કરીને તત પશ્ચાત જ્યારે તર્પણ માટે અંજલીમાં જલ લીધું. તો અંજલિમાં જળની સાથોસાથ એક માછલી પણ આવી ગઈ. સત્યવ્રતે માછલીને નદીના જળમાં છોડી દીધી
માછલી બોલી —–
” રાજન જળના મોટાં મોટાં જીવો નાનાં નાનાં જીવોને મારીને ખાઈ જાય છે અવશ્ય કોઈ મોટો જીવ મને પણ મારીને ખાઈ જશે.કૃપા કરીને મારાં પ્રાણોની રક્ષા કરો!!!”સત્યવ્રતના હૃદયમાં દયા ઉત્પન્ન થઇએમને એ માછલીને જળભરેલાં કમંડળમાં નાંખીત્યાં જ એક આશ્ચર્યજનક ઘટના બની
એક રાતમાં માછલીનું શરીર એટલું બધું ગયું કે કમંડળ એનાં રહેવાં માટે નાનું પડયું !!! બીજા દિવસે માછલીએ સત્યવ્રતને કહ્યું .” રાજાન મારા રહેવા માટે કોઈ બીજું સ્થાન શોધોને !!!કારણકે મારું શરીર બહુજ વધી ગયું છે.મને હરવાં જોઈએ ફરવાં જોઈએ.આમતેમ ઘુમવા જોઈએ
એમાં મને બહુજ કષ્ટ પડે છે.સત્યવ્રતતે માછલીને કમંડળ માથી કાઢીને પાણીથી ભરેલાં મટકામાં નાંખી દીધી !!!આહિયા પણ માછલીનું શરીર રાત ભરમાં જ માટલાંમાં એટલું બધું વધી ગયું કે એને રહેવાં માટે એ જગ્યા પણ નાની પાડવા લાગી !!!!
બીજે દિવસે માછલી પુન: સત્યવ્રતને બોલી —–
” રાજન મારાં રહેવા માટે કયાંક બીજી જગ્યાએ પ્રબંધ કરોને !!!કારણકે માટલું પણ હવે મારે રહેવાં માટે નાનું પડે છે.ત્યારે સત્યવ્રતે એ માછલીને પકડીને બાહાકાઢી અને એને એક સરોવરમાં નાંખી દીધી.એ સરોવર પણ માછલીને નાનું પડવાં લાગ્યું.એનાં પછી સત્યવ્રતે માછલીને નદીમાં અને ત્યાર બાદ એને સમુદ્રમાં નાંખી દીધી.
આશ્ચર્ય … સમુદ્ર માં પણ માછલીનું શરીર એટલું બધું વધી ગયું કે એ સમુદ્ર પણ માછલીને રહેવા માટે નાનો પડવા માંડયો.અત: માછલી પુન: સત્યવ્રતને બોલી .“રાજાન …… આ સમુદ્ર પણ મારાં રહેવાં માટે ઉપયુક્ત નથી.મારાં રહેવાની વ્યવસ્થા ક્યાંક બીજે કરો તો સારું !!!”
સત્યવ્રતની પ્રાર્થના
હવે સત્યવ્રત વિસ્મિત થઇ ઉઠયો.સત્યવ્રતે આવી મોટી માછલી ક્યાંય પણ જોઈ નહોતી.એ વિસ્મય ભરેલા સ્વરે બોલ્યો .‘ મારી બુદ્ધિને સાગરમાં ડુબાડી દેવાવાળા આપ કોણ છો ?
આપનું શરીર જે ગતિએ પ્રતિદિન વધતું જ જાય છે એને દ્રષ્ટિમાં રાખીને વિના કોઈ સંદેહ કર્યે એ કહી શકાય એમ છે કે આપ અવશ્ય પરમાત્મા છો !!! જો આ વાત સત્ય છે તો કૃપા કરીને એ બતાવો કે આપે મત્સ્યનું રૂપ કેમ ધારણ કર્યું છે ”
સાચેસાચ એ શ્રી હરિ જ હતાં !!!!
શ્રી હરિનો આદેશ
મત્સ્ય રૂપધારી શ્રીહરિએ ઉત્તર આપ્યો કે” રાજન …….. હયગ્રીવ નામક દૈત્યએ વેદો ચોર્યા છે.જગતમાં ચારે દિશાઓમાં અજ્ઞાન અને અંધકાર ફેલાયેલો છે.મેં હયગ્રીવને મારવાં માટે મત્સ્યનું રૂપ ધારણ કર્યું છે !!!આજથી સાતમાં દિવસે પૃથ્વી પ્રલયના ચક્રમાં ફરી જશે, સમુદ્ર ઉભરાઈ જશે.ભયાનક વૃષ્ટિ થશે !!!!આખી પૃથ્વી પાણીમાં ડૂબી જશે !!
જળની અતિરિક્ત કશુજ દ્રષ્ટિગોચર નહીં થાય.તમારી પાસે એક નાવ પહોંચશે !!!તમે બધાં અનાજો અને ઔષધિઓનાં બીજો સાથે લઈને સપ્ત ઋષીઓ સાથે એ નાવમાં બેસી જજો. હું એ સમયે તમને પુન: દેખાઈ પડીશ અને આપને આત્મતત્વ નું જ્ઞાન પ્રદાન કરીશ !!!
સત્યવ્રત એ જ દિવસથી શ્રી હરિનું સ્મરણ કરતાં કરતાં પ્રલયની પ્રતીક્ષા કરવાં માંડયા. સાતમાં દિવસે પ્રલયનું દ્રશ્ય ઉપસ્થિત થઇ ગયું. સમુદ્ર પણ પોતની સપાટીની બહાર ઉભરાઈ ગયો.ભયાનક વૃષ્ટિ થવાં માંડી.થોડીક જ વારમાં આખી પૃથ્વી પર પાણી પાણી થઇ ગયું.સંપૂર્ણ પૃથ્વી જલધિજલ બની ગઈ.
એજ સમયે એક નાવ દેખાઈ પડી.સત્યવ્રત ૭ ઋષિઓ સાથે એ નાવમાં બેસી ગયા.એમણે એ નાવમાં ઋષિઓની સાથે અનાજો અને ઔષધિઓના બીજ પણ લઇ લીધાં.
આત્મજ્ઞાન
નાવ પ્રલયના સાગરમાં તરવા માંડી પ્રલયના એ સાગરમાં એ નાવ સિવાય બેજે ક્યાંય કશું જોવાં મળતું નહોતું.મત્સ્યરૂપી ભગવાન પ્રલયના સાગરમાં દેખાઈ પડયા.સત્યવ્રત અને સપ્ત ઋષિગણ મત્સ્યરૂપી ભગવાનની પ્રાર્થના કરવાં લાગ્યાં.
” હે પ્રભુ આપ જ સૃષ્ટિના આદિ છો , આપજ પાલક છો અને આપ જ રક્ષક છો. દયા કરીને અમને પોતાનાં શરણમાં લઇ લો. અમારી રક્ષા કરો.સત્યવ્રત અને સપ્ત ઋષિઓની પ્રાર્થના પર મત્સ્ય રૂપી ભગવાન પ્રસન્ન થઇ ઉઠ્યા.એમણે પોતાનાં વચન અનુસાર સત્યવ્રતને આત્મજ્ઞાન પ્રદાન કર્યું.એમણે બતાવ્યું ”
દરેક પ્રાણીઓમાં હું જ નિવાસ કરું છું.ન કોઈ ઊંચ છે, ન કોઇ નીચ બધાં જ પ્રાણીઓ એક સમાન છે.જગત નશ્વર છે.નશ્વર જગતમાં મારાં અતિરિક્ત કશુંજ કયાંય પણ નથી.જે પ્રાણી મને બધામાં જોઇને જીવન વ્યતીત કરે છે.એ અંતમાં મનેજ આવીને મળે છે.
હયગ્રીવ વધ
મત્સ્યરૂપી ભગવાન થી આત્મજ્ઞાન પામીને સત્યવ્રતનું જીવન ધન્ય થઇ ગયુ. એ જીવતે જીવત જ જીવન મુક્ત થઇ ગયાં.પ્રલયનો પ્રકોપ શાંત થઇ ગયો પછી મત્સ્ય રૂપી ભગવાને હયગ્રીવને મારીને એની પાસેથી વેદો છીનવી લીધા.ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને પુન : વેદ આપી દીધાં.
આ રીતે ભગવાને મત્સ્ય રૂપ ધારણ કરીને વેદોનો ઉધ્ધાર તો કર્યો. પણ સાથે સાથે સંસારના પ્રાણીઓનું પણ કલ્યાણ કર્યું.ભગવાન આવીજ રીતે સમય સમય પર અવતરિત થતાં હોય છે અને સજ્જનો તથા સાધુઓનું કલ્યાણ કરતાં હોય છે. આવા મત્સ્ય અવતારધારી ભગવાન વિષ્ણુને મત્સ્ય જયંતી ચૈત્ર સુદી ત્રીજનાં દિવસે નમન જ હોય ને !
English
Fish Avatars
Fish incarnation is the first incarnation of Lord Vishnu
By taking incarnation in the form of fish Lord Vishnu asked a sage to collect all kinds of insects and the earth was submerged in water. In the fateful night, Lord Vishnu protected the boat of Rishi. After this, Brahma ji created life again
According to another belief, when a monster stole the Vedas and hid in the oceans ocean. Lord Vishnu took the Vedas and took the Vedas and reinstated them !!!
Fisheries story
Once the Brahmas inadequacy was stolen, the name of the deity was Hygrave. Due to the stolen of the Vedas, the knowledge has become extinct !!! The darkness of ignorance spread all over and the sin and disgrace became unbearable.
Lord Vishnu took fishery as a fisherman for the protection of religion and killed Hidayat and saved the Vedas !!!!
The wonderful story of how God took the form of a fisherman
Prior to Kalantan, a Pinyatma king was making a penance. Rajs name was Satyavrat. Satyavrat was in the priesthood only, but at the same time it was also a generous heart. It was a time of sunrise. Satyavrat Kirtamala was bathing in the river.
After bathing and after that, he took a bath in the homage for the purpose. There was an ocean of water, as well as a fish. Satyavrat left the fish in the river water
Speaking fish -
"Rajan The big creatures of the water kill me small creatures. Of course, no big life will eat me too. Please protect my progeny .
One night the body of the fish was so large that the bundles became small to live in it !!! The next day, the fish said to Satyavrat. "Rajan should find another place to live in. Because my body has grown so much. I should roam it. I should roam it.
There is a lot of trouble in me. I have removed the fish from the bowel and placed it in a water filled vessel. Ahaia is also the body of the fish in the night, so much so that the quantity of food has increased so that it can also shrink the place to stay !!!!
The next day, the fish spoke again to the truth -
"Rajan should be managed in another place for me to stay. For the sake of eating, I now have less time to stay." Satyavrat then caught hold of the fish and put it in a lake. The lake also fell into the lake. After this Satyavrat passed the fish in the river. And then he threw it into the sea.
Surprisingly, the fishs body grew so much in the ocean that even the ocean began to fall short for the fish. The fish again said to the truth. "Rajan ... this sea is not suitable for my living. Good !!! "
Satyavrats prayer
Now, Satyavrat got overwhelmed. Saatvrat did not see any such big fish anywhere. Who said, My intellect is immersed in the sea?
It is possible to say that you are absolutely paramatma in your body, without any hesitation, keeping in mind the speed that goes on increasing every day. If this is true, please show that you have assumed the form of a fisherman "
Sachechch was just Shree Hari !!!!
Mr. Hareens command
The fisherman said, "Rajan ...... .. has stolen the Vedas." The world has ignorance and darkness in all four directions. I have taken fishery to kill Hygriveda. From today onwards, the earth will return to the cycle of the Earth, the sea Its going to be overwhelming. The whole world will be submerged in the water !!
You will not be able to get rid of any other thing. You will get a booze. If you take all the grains and other medicines together, sit in the boat with the sages. I will reappear at that time and will give you the knowledge of the truth !!!
Satyavrat started from the same day to recite Shree Hari and look at the flames. On the seventh day the scene of the spleen has appeared. The sea also flows out of its surface. It is about to be seen as rainy. Water has become water on the entire earth. Once the whole earth becomes watery. Once a navel appeared. They also took seeds of cereals and medicines.
Self-realization
There was nothing seen anywhere except the navel in the sea of flames floating in the sea of navy pralyana. God appeared in the sea in the sea. Satyavrat and Satyavrat and Satish Rishigans started praying for Goddess Matsya.
"O Lord, you are the creator of the creation, you are our guardian and your protector. Please take us to your refuge by mercy. Save us. On the prayer of the holy and holy Rishis, the festive God was pleased. He gave Satyavrat with self-realization as per his promise. He showed "
In every animal I live in the same place. No one is tall or not all the lower animals are the same. The world is mortal. I do not have anything else in the world. The creature shows me life in every way. In the end, Get.
Hayagrewa
Satyavrats life has been blessed by attaining Self-realization through a fisherman god. After life became silent, the life of the life became silent. After the death of the goddess, the God smashed the Vedra and took away the Vedas from it. Lord Vishnu gave revenge to Brahma.
In this way the Lord took the form of a fisherman and raised the Vedas. But also welfare of the worldly life. God is incarnated from time to time and is well-disposed towards the gentlemen and the monks. Such a fisherman, Lord Vishnu, should give birth to the birth anniversary of Chaitra, on the third day.