Parmatmani Pooja – (પરમાત્માની પૂજા શા માટે?)
ગુજરાતી
ઉપકારી એવી એક નિર્જીવ વસ્તુને કે પશુને કે સામાન્ય માનવીને પણ આદરે આપીએ છીએ, તો દરરોજ પ્રકાશ પાથરતા, ઝળહળતા સૂર્યનો શું આપણા જીવન પર ઉપકાર નથી? મુક્ભાવે પ્રકાશ આપે છે, ચેતના આપે છે. વૃક્ષોનું, ધાન્યોનું પોષણ કરતા ચંદ્રમાનો પણ આપણા પર ઉપકાર છે.
જળ એ તો જીવન છે. વરસાદનો પણ આપણા પર કેટલો ઉપકાર! તો શું આ પ્રાકૃતિક બળોને આપણે આદર નહી આપીએ? અને એ સર્વ પ્રાકૃતિક બળોના આધાર, સંચાલક એવા પરમાત્માને આપણે આદર નહી આપીએ? આદર સન્માન આપીશું જ. એજ તો પૂજા છે. ઉપકારી પ્રત્યે અપકારી થવાનું, કૃતઘ્ની થવાનું આપણને પરવડે તેમ નથી એટલે જ પૂજા કરીએ છીએ.
ભગવાનના, પરમાત્માના અગણિત ઉપકારો પ્રતિ કૃતજ્ઞ વ્યક્ત કરવા માટે જ પરમાત્માની પૂજા કરીએ છીએ.પૂજા આપણને પ્રેમ કરતા શીખવે છે. પૂજાથી ઉપકારના ઋણનો ભાર અંશત: ઊતરે છે.
પૂજાથી જીવનમાં સદગુણોની વૃદ્ધી થાય છે. પૂજા આપણને જીવન આપે છે. પૂજાથી કૃતાર્થતા પ્રગટે છે.
English
If you give a lifeless life to animals or even ordinary humans, then do not you have the light of day, the sun shining, our life is not thankful? Makes light on love, gives consciousness, gives consciousness. Trees, nutritional monks, are also thankful to us.rnrnWater is life. How grateful we are for the rain! So do not we respect these natural forces? And we do not respect Paramatma, the administrator, who is the support of all the natural forces? We will honor respect only. The same is worship. We are worshiping them because we are not allowed to become degraded to the favor of God.rnrnParmatma is worshiped only to express gratitude to God, the countless blessings of Paramatma. Pooja teaches us to love. The debt burden of worship is partly due to the debt burden.rnrnPuja increases virtue in life. Puja gives us life. Virtue is manifested by worship.