Parshad Ratanji – (પાર્ષદ રતનજી)
ગુજરાતી
‘‘માન વિનાની ભક્તિ તો રતનજી તથા મીયાજી જેવા કોઈક જ કરતા હશે પણ બધાથી માનનો સ્વાદ મુકી શકાતો નથી’’
શ્રીજી મહારાજના મુખકમળમાંથી જેમના વિષે પ્રશંસાના શબ્દપુષ્પો સરી પડ્યા, તે રતનજીભાઈ સાવરકુંડલાનાં વતની હતા. જેમણે પોતાનું જીવન સેવાયજ્ઞમાં આહુત કર્યુ. તેવા નિખાલસ, નિર્માની પાર્ષદ રતનજી શ્રીજી મહારાજના અંગ રક્ષક હતા. જીવનની પાંગરતી વયમાં જ તેમને ભક્તિનો રંગ લાગી જતા જ્ઞાનદૃષ્ટિ વિશાળ બની ને પ્રભુની કૃપા એમના ઉપર ઉતરી. ભક્તિમાંથી ઉદય પામેલો પ્રભુ પ્રત્યેનો પ્રેમ એમનું સમગ્ર જીવન રંગી ગયો અને શ્રીજી મહારાજના હજૂરી પાર્ષદ થયા. સ્વાતિ નક્ષત્રમાં પડતા વરસાદના બુંદને મીન અધર ઝીલે તેમ શ્રીજી મહારાજની આજ્ઞાને અધર ઝીલીને શબ્દશઃ તે આજ્ઞાનું પાલન કરતા.
એકવાર દૂર દેશના સત્સંગીઓ ગઢપુર દર્શને આવ્યા તે જ્યારે જવા તૈયાર થયા ત્યારે મહારાજે રતનજીને કહ્યુંકે ‘‘ગામની ભાગોળ સુધી વળાવવા જાઓ. ભાગોળ આવે ત્યારે ઉભા રહેજો.’’ સારુ મહારાજ કહીને રતનજી હરિભક્તો સાથે ચાલ્યાને ભાગોળે આવી છેલ્લે સૌને જય સ્વામિનારાયણ કહ્યા. હરિભક્તો ચાલતા થયા અને રતનજી ત્યાં જ ઉભા રહ્યા અને માળા ફેરવવા લાગ્યા. શાંજ પડી ગઈ છતાં ત્યાંથી ખસ્યા નહિ. સાંજની સભામાં જ્યારે મહારાજે પૂછ્યુંકે ‘‘રતનજી કેમ દેખાતા નથી! ત્યારે બીજા પાર્ષદો કહે એ હરિભક્તોને વળાવવા ગયા પછી આવ્યા જ નથી. ત્યારબાદ શ્રીહરિની આજ્ઞાથી બે પાર્ષદો તપાસ કરવા ગયા તો ભાગોળે ઉભા ઉભા માળા ફેરવતા જોયા એટલે બોલાવી લાવ્યા.
ષહારાજ કહે રતનજી કેમ ત્યાં ઉભા રહ્યા હતા. મહારાજ આપની આજ્ઞા હતી કે ‘‘ભાગોળે ઉભા રહેજો એટલે ઉભો રહ્યો’’ મહારાજ હસ્યા અને પ્રશંસાના પુષ્પો વેરતા કહ્યું કે રતનજી કેવા વચન પાલક છે.
ખબડ મતારાની લડાઈમાં રતનજી હતા. તે ભયંકર યુધ્ધમાં રતનજીનાં હાથનું કાંડું કપાઈ ગયું હતું. પોતે ખૂબ શૂરવીર હતા મહારાજની સેવા કરી અપાર પ્રસન્નતા મેળવી હતી.
મુશ્કેલીઓના મહાસાાગરમાં પણ મરજીવા બની મહારાજની મૂર્તિના મહાસુખના મંગલ મોતી મેળવનાર પાર્ષદ રતનજીના ચરણોમાં કોટિ કોટિ વંદન…
English
"Devotional worship is done by some like Ratanji and Meiyag, but not everyone can be respected."
From Shreeji Maharajs mouthpiece, the words of praise came about, he was a native of Ratanji Bhai Savarkundla. Who invented his life service provider. Such generous, architectural scholar Ratanji was the bodyguard of Shreeji Maharaj. In the age of life, he became a devotee of devotion, and the Gnan Vidhi became enormous and Lords grace descended on him. His love for God rose from devotion filled his entire life and Shreeji Maharaj became the ruler of the world. Shreeji Maharajs command, according to the order of Shreeji Maharshi, literally obeys the order of rain falling into the Swati constellation.
Once the nations Satsangs came to see Garhpur, when they were ready to go, Maharaj said to Ratanji, "Go to get to the front of the village. Standing in the middle of the footsteps. By saying Saru Maharaj, Ratanji walked with Haribhak, and he got divorced and finally called Jai Swaminarayan. Harbhakas walked and Ratan ji stood there and turned the beads. Even though the shaun did not move from there. At the evening meeting, when Maharaj asked, "Why do not you see Ratanji? Then the second parshar says that he did not come after attacking the devotees. After that, two pilgrims went to investigate Sriharris orders, then Bhagol brought the standing of the standing wreath and called for calling.
Shree Maharaj said why Ratanji was standing there. Maharaj was your command that if he stood up, he would stand up. Maharaj laughed and laughed at the flowers of praise and said, "What is Ratanjis promise?"
Rattanji was in a fight for a turbulent vote. Ratanjis arm was cut off in a terrible battle. He was very brave himself and took great pleasure in serving Maharaj.
It is very important that you do not have to worry about.