Parshad Shree Kubersingh – (પાર્ષદ શ્રી કુબેરસિંહ)
ગુજરાતી
શ્રીહરિના અંગ રક્ષક છડીદાર પાર્ષદશ્રી કુબેરસિંહ ભક્તરાજ અમદાવાદ ના વતની હતા. તેઓએ પોતાના અમૂલ્ય જીંદગીના સુવર્ણ સમયને શ્રીહરિની સેવામાં સમર્પિત કરી દિધો હતો. રાત્રી દિવસ તેઓ સત્સંગ સંતો અને શ્રીહરિની સેવામાં જ વીતાવતા. સ્વભાવે નિડર શરીરે ખડતલ અને વહિવટની આગવી કોઠાસૂજ ધરાવતા આ ભક્તરાજનો અવાજ બૂલંદ હતો. એટલે જ્યાં જ્યાં શ્રીજીની સવારી નીકળે ત્યાં તેઓ આગળ છડી પોકારતા.
આગવી વ્યવહાર કુશળતા, નિખાલસતા અને સમર્પણ ભાવનાના પ્રતાપે અમદાવાદ દેશના જ નહિ સમગ્ર સંપ્રદાયના સર્વ પ્રથમ મંદિર નિર્માણના કાર્યમાં આ ભક્તરાજશ્રીને ખૂબ જ મોટી સેવાની તક મળેલી. તેમના આગવા વ્યક્તિત્ત્વથી સ્વયં અંગ્રેજ અધિકારી ઓ પણ તેમને સન્માન ભરી દ્રષ્ટિએ નિહાળતા, તેથી શ્રીહરિ જ્યારે જ્યારે અમદાવાદ પધારે અને ગવર્નરને મળવાનું હોય ત્યારે મધ્યસ્થી અને સંદેશા વાહકની જવાબદારી ભરી સેવા આ કુબેર સિંહ ભક્ત જ બજાવતા.
તેમની રજૂઆત કરવાની કળા અને વાક્છટા સૌને હા પડી જાય એવી આગવી અને અનોખી હતી પરિણામે અમદાવાદ મંદિર નિર્માણની જગ્યા મેળવવાથી લઈને બાંધકામ સુધીની તમામ કાર્યવાહિ ઓમાં અંગ્રેજ કચેરીને લગતી કાર્યવાહી ઘણી જ સરળ થઈ પડતી.
આમ વર્ષો સુધી શ્રીહરિના પાર્ષદ તરીકે રહીને સેવા કરનાર ભક્તરાજને શ્રીહરિએ અંતમાં અમદાવાદ મંદિરમાં કોઠારી પદે નિયુક્ત કરેલા અને વર્ષો સુધી તેમણે સેવા કરેલી એવું જાણવા મળે છે.
English
Shreeharis bodyguard was a resident of Pardashshree Kubar Singh Bhaktiraj, Ahmedabad. They dedicated their golden days of precious life to the service of Sri Lahiri. They spent the night in the service of satsang sants and shrihari. The voice of this Bhaktaraj, who had a strong and handsome body of self-realization, was very bullish. So where they rode out of Shreeji, they cried forward.
This Bhaktrajashree has a very big service opportunity in the work of the first temple of the entire nation, not only in the country of Ahmedabad but in the spirit of pragmatic, intuitive, open and devoted spirit. Self-educated person also saw himself in terms of honoring him, so when Mr. Ahmadabad is going to meet and the Governor is to meet the intermediaries and the messengers service, the service of this Kubber lion devotee.
The art and gesture of their presentation was so prominent and unique that due to the fact that the procedure related to the British office in making all the proceedings from the construction of the Ahmedabad temple building to the construction office would be very easy.
Thus, Bhaktrajar, who has been serving as a pilgrim to Sriharri for many years, is known to have been appointed as a Kothari in the last house of Ahmedabad temple and he has served for years.