Calgary : Murti Pratishatha Mahotsav | Satsang Vicharan – CANADA | June 2024
કેનેડાની ધરતી પર વડતાલ દેશનું સૌ પ્રથમ નુતન મંદિર
વડતાલધામ શ્રી સ્વામિનારાયણ હિન્દુ ટેમ્પલનો ભવ્યાતિ ભવ્ય મુર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ધામધુમથી સંપન્ન થયો…
આ મહોત્સવ પ્રસંગે પંચ દીનાત્મક શ્રીમદ ભાગવત દશમ સ્કંધ કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ગઢડા મંદિરના કો. શા. સ્વામી શ્રી ઘનશ્યામવલ્લભદાસજીએ વક્તાપડદે બિરાજી ગીત સંગીતના તરંગો સાથે સુમધુર શૈલીમાં કથામૃતનું રસપાન કરાવ્યુ હતું
જેમાં શ્રી કૃષ્ણજન્મોત્સવ, નંદ ઉત્સવ, રાસ ઉત્સવ, ગોવર્ધન લીલા ઉત્સવ આદિ ઉત્સવોના આયોજન સાથે ઉત્સવ દીપી ઉઠ્યો હતો અને કેલગરીયામાં રહેતા ભાવિકોએ આ ઉત્સવ-કથાનો પાંચ દિવસ સુધી લાભ લીધો હતો.
આ સાથે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયસ્ય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદીના ભાવઆચાર્ય પ.પૂ. 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીએ પરિવાર સહિત પધારી મંદિરમાં બિરાજમાન ભગવદસ્વરૂપોની મુર્તિ પ્રતિષ્ઠાનું વિધાન કર્યું હતું. અને સાથે આશીર્વાદ આપતા કહ્યું હતું કે આ મંદિરમાં બિરાજમાન ભગવાન તમારા સૌના મનોરથ પૂર્ણ કરશે અને તમે પણ દર શનિ – રવિ અહિ મંદિરમાં આવી સત્સંગ કરજો અને વિદેશની ધરતી પર રહી સંતાનોને સારા સંસ્કાર આપવાનું શ્રેષ્ઠ માધ્યમ આ મંદિર બની રહેશે.