SVG Charity : Cyclone Biporjoy Relief Work Started – Vrutalye Viharam, Godhara || 15 June 2023
સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવેલા વાવાઝોડામાં અસરગ્રસ્તો માટે ગોધરા શહેરના વૃત્તાલય વિહારમ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા 10,000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા,જેની નોંધ લઈ મુલાકાતે આવ્યા જિલ્લા કલેકટર શ્રી આશિષ કુમાર
તાજેતરમાં રાજ્યનાં પશ્ચિમ ભાગે આવેલા સૌરાષ્ટ્ર અને કચ્છનાં ભાગોમાં બિપોરજોય વાવાઝોડું ત્રાટક્યું છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ વૃત્તાલય વિહારમ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે વડતાલ ગાદીના સમર્થ આચાર્ય પ પૂ ધ ધુ ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદ મહારાજની આજ્ઞાથી તેમજ પ પૂ ધ ધુ ૧૦૮ ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્ર પ્રસાદ મહારાજના માર્ગદર્શન મુજબ ચેરિટીનાં માધ્યમથી સંભવિત અસરગ્રસ્તો તેમજ રેસ્કયું ટીમ માટે ૧૦ હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા, ગાંઠીયા, બૂંદી અને તીખી પૂરી સહિત પાણીની બોટલ સાથેના ફૂડ પેકેટ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સેવા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ ના યુવાનો ,મહિલાઓ અને હરિભકતો દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા,મોડીસાંજ તૈયાર કરાયેલા આ ફૂડ પેકેટ ત્વરીતપણે સૌરાષ્ટ્ર અને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવશે. અને આ સેવાકીય કાર્ય ની નોંધ લઈ પંચમહાલ જીલ્લા કલેકટર શ્રી આશિષ કુમાર તેમજ ભાજપ ના જીલ્લા મંત્રી શ્રી પરેશ ચૌહાણ અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના રજિસ્ટર શ્રી અનિલ સોલંકી સાહેબ એ મુલાકાત લીધી હતી