Godhra : Sewa Sanman Samharo | June 2021
આજરોજ રાજપૂત સમાજ ની વાડી ની બાજુમાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર વૃતાલય વિહારમ ખાતે શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી ટ્રસ્ટ (SVG) અને શ્રી લક્ષ્મીનારાયણ મહિલા મંડળ દ્વારા વડતાલ ગાદી ના પ. પૂ ધ. ધૂ 1008 આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ અને ભાવિ આચાર્ય પ. પૂ 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ અને મહિલાઓ ના ગુરૂપદે બિરાજતા તપોનિષ્ઠ પ. પૂ અ.સૌ માતૃશ્રી ગાદીવાળા ની આજ્ઞા આશીર્વાદ થી લાલીરાજા શ્રી ઉર્વશીકુંવરબા બાબરાજા ના વરદ હસ્તે કોવિડ મહામારી દરમ્યાન ગૌધરા નગર ના વિવિધ સંસ્થાઓ જેમ કે રાષ્ટ્રીય સેવિકા સમિતિ (Rss) , વિશ્વહિન્દુ પરિષદ, લાયન્સ કલબ અને સામાજિક મહિલા કાર્યકરો નું અભિનંદન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું જેમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કુ. કામિનીબેન જી.સોલંકી , તેમજ શ્રીમતી રૂચાબેન મહેતા શારીરિક કાર્યવાહ નડિયાદ વિભાગ તરીકે હાજર રહી ને પ્રસંગોપાત ઉદબોધન કર્યું હતું અને અંતમાં પ. પૂ બાબરાજા શ્રી એ આશીર્વચન આપ્યા હતા.