Ishwariya : Swaminarayan Mandir Khat Muhrat || 11 March 2024
ઈશ્વરીયા નૃતન શ્રી સ્વામિનારાયણ મંદિર ખાત મુહુર્ત
આ પ્રસંગે વડતાલથી ખાસ પરમ પૂજ્ય 108 ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજીમહારાજશ્રી ઉપસ્થિત રહી ખાત મુહુર્ત વિધિ કર્યો હતો.
સાથે ઈશ્વરીયા ગામનાં ભારત સરકાર નાં મંત્રી શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય ઉપ દંડક શ્રીકૌશિકભાઈ વેકરીયા,શ્રી દિલીપભાઈ સંઘાણી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મંદિરના માર્ગદર્શન શા.સ્વા. શ્રી ઘનશ્યામવલ્લભદાસજી, તથા શ્રીએસ.પી.સ્વામી, સ્વામી શ્રીચંદ્રપ્રકાશદાસજી સહિત સંતો,પાર્ષદો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઈશ્વરીયા ગામ અને આજુબાજુના ગામના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.તેમજ અમરેલી વિસ્તારનાં રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.