Kashi : Rashtriy Shodh Sangosthi and Alankaran Samaroh || 17 Dec 2023
કાશીની સુપ્રતિષ્ઠિત ‘અખિલ ભારતીય વિદ્વત પરિષદ’ દ્વારા પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર શ્રી ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીનું વિશિષ્ઠ સન્માન.*
કાશી ખાતે સ્થિત સુપ્રતિષ્ઠિત સંસ્થા ‘અખિલ ભારતીય વિદ્વત પરિષદ’ દ્વારા તાજેતરમાં ‘રાષ્ટ્રીય શોધસંગોષ્ઠી એવં વિદ્વદ્ અલંકરણ સમારોહ’ યોજાયો. જેમાં સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અને સંવર્ધન તેમજ માનવ કલ્યાણના કાર્યમાં, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિશ્વર પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર શ્રી ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી દ્વારા કરાયેલ સંનિષ્ટ પ્રયાસો અને વિશિષ્ટ યોગદાન બદલ, તેઓશ્રીનું ‘તપોધનભાસ્કર’ ઉપાધિ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું. વિદ્વત પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રો.જયશંકરલાલ ત્રિપાઠી, રાષ્ટ્રીય મહાસચિવ શ્રી કામેશ્વર ઉપાધ્યાય સહિત સમગ્ર ભારતના વિવિધ સ્થાનોથી ઉપસ્થિત અનેક પ્રબુદ્ધ વિદ્વાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં, પ. પૂ. આચાર્ય મહારાજશ્રીના પ્રતિનિધિ રૂપે, પ. પૂ. ભાવિઆચાર્ય લાલજીશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીએ આ સન્માન સ્વીકાર્યું હતું.