Shree Vraj Falgotsav|| Vrundavan || 2025

તીર્થધામ વૃંદાવનમાં શ્રી વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પ.પૂ. ૧૦૮ ગોસ્વામી શ્રીકુંજેશકુમાર મહોદયશ્રીના ૪૫માં જન્મોત્સવ તેમજ વ્રજ ફાગોત્સવ અને છપ્પનભોગ મનોરથના દિવ્ય પ્રસંગમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયસ્ય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠસ્થાનના ભાવીઆચાર્ય પ.પૂ. ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર સંપ્રદાય વતી પૂ. મહારાજશ્રીને મંગલ વધાઈ આપી હતી. આ પ્રસંગે વલ્લભકુલ અને ધર્મકુળનું સુંદર મિલન થયું હતું અને જુના પ્રસંગો વાગોળી એકામ્તાભાવના દર્શન થયા હતા.