Surat : Shakotsav | 6 March 2022
અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી પીઠાધિપતિ પ.પૂ. 1008 આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાના અને આશીર્વાદથી તેમજ પ.પૂ. 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ માર્ગદર્શન હેઠળ શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ – સુરત તેમજ શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ – સુરત દ્વારા આયોજીત સુરતને આંગણે તા. 06/03/2022, રવિવારના રોજ “શાકોત્સવ દ્વિશતાબદી વર્ષ” અંતર્ગત મહા-શાકોત્સવ ઉજવાયો હતો.
આ મહોત્સવમાં માનનીય ગુજરાત ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ – બગદાણા(BJP), ડો.સુરેન્દ્રજી જૈન ( કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી વિશ્વ હિન્દૂ પરિષદ), શ્રી વી.ડી.ઝાલાવાડિયા (ધારાસભ્ય – સુરત), પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા તેમજ રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ હાજરી આપી હતી……..
શ્રી રામજન્મ ભૂમિ મંદિર નિર્માણ કાર્યમાં શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ – વડતાલ (SVG) દ્વારા 11 લાખ રૂપિયોનો ચેક માનનીય ગુજરાત ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, શ્રી હર્ષ સંઘવી (ગૃહમંત્રી – ગુજરાત), પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ – બગદાણા(BJP) તેમજ રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ.પૂ.108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના વરદ હસ્તે ડો.સુરેન્દ્રજી જૈન ( કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી વિશ્વ હિન્દૂ પરિષદ)ને અર્પણ કરવામાં આવ્યો….
200 વર્ષ પહેલાં સ્વયં ભગવાન સ્વામીનારાયણે પોતાના હાથે રિંગણાંનું શાક બનાવીને ભક્તોને ખવડાવ્યું હતું ત્યારથી આ પરંપરા છે. સુરતમા દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે પ.પૂ. 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ભક્તોને શાકોત્સવનો મહિમા સમજાવ્યો હતો.
આ શાકોત્સવમામાં 1લાખ થી વધારે હરિભકતોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો..