Surat : Shree Ghanshyam Bal Mandal || 14 March 2023
ભગવાન શ્રી સ્વામિનારાયણના નવમાં વંશજ એવા વડતાલ દેશ ગાદીના ભાવિ આચાર્ય પરમ પૂજ્ય લાલજી શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના જન્મોત્સવ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી(SVG)દ્વારા સંચાલિત શ્રી ઘનશ્યામ બાળ મંડળ – સુરત દ્વારા બાળકોમાં બાળપણથી જ માનવતા મહેકતી થાય તેમજ દરેક જીવ પ્રત્યે દયાભાવના જાગે તેવી જાગૃતિ માટે ઉનાળા ની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને સહાયરૂપ થવા માટે 500 થી વધારે પક્ષીઓ માટેના કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ દરેક બાળકો કુંડાઓની પોતે જ સાર સંભાળ લેવાની જવાબદારી માટે પ્રતિજ્ઞાબદ્ધ બન્યા હતા.