Surat : Vivah Sanskar Mahotsav | 25 Nov 2024
સુરત શહેરને આંગણે શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ-વડતાલ (SVG) તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા યોજાશે ભવ્ય સર્વજ્ઞાતિ વિવાહ સંસ્કાર સમારોહ
૫.પૂ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી સનાતન આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદ અને આજ્ઞાથી તેમજ પ.પુ.૧૦૮ શ્રી ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ-વડતાલ (SVG) તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ-સુરત દ્વારા તા. ૨૫/૧૧/૨૦૨૪ ના રોજ સર્વજ્ઞાતિ સમૂહ વિવાહ સંસ્કાર સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહલગ્નોત્સવમાં ૧૫ દિકરીઓના સમૂહમાં નહીં પણ પોતાના જ ઘર આંગણે પ્રેમ અને હેત સાથે ના લગ્ન સમારોહ જેવી અનુભૂતિ સાથે નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે.
આ લગ્ન સમારોહ માં દીકરીઓને ૧૩૬ કરતા વધારે વસ્તુ કરિયાવર માં ભેટ આપવામાં આવ્યો છે
આ સમૂહ લગ્ન સમારોહમાં 150 થી વધુ સ્વયમ સેવકો છેલ્લા 15 દિવસ થી સેવા કરી રહ્યા છે.
સુરત શહેરને આંગણે શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ-વડતાલ (SVG) તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા વૃંદાવન ફાર્મ અન્નપૂર્ણા હોટલ ની પાછળ કેનાલ રોડ કોસમાડા ખાતે વિવાહ સંસ્કાર સમારોહમાં સંતો-મહંતોની સાથે સાથે વડતાલધામથી ભાવિ આચાર્ય લાલજી મહારાજ આશિર્વાદ આપવા પધાર્યા હતા.
પરિવાર માટે સંતાનના લગ્ન એક મોટો ઉત્સવ હોય છે. પરંતુ, મોંઘવારીમાં લગ્ન ઉત્સવ એ ખૂબ ખર્ચાળ છે. રૂઢિગત માન્યતાઓ, ખોટા રીતરિવાજો, ફેશન અને દેખાદેખીને કારણે મોટા ખર્ચા થાય છે. જમણવાર, ડેકોરેશન, બેન્ડવાજા, અને ઘરેણાની ખરીદી સહિતની લાંબી યાદી હોય છે. આ ખર્ચા માટે ગરીબ કે મધ્યમ વર્ગને માથે દેવું કરવું પડે છે. એક અંદાજ પ્રમાણે 80 ટકા લગ્નમાં વર તથા કન્યાના પિતાએ માથે દેવું કરી પ્રસંગ કરવો પડે છે. આ મોંઘવારી અને મર્યાદિત કમાણીમાં લગ્ન માટે માથે કરેલું દેવું વર્ષો સુધી ચૂકતે થતું નથી. વ્યાજ અને દેવાંના ટેન્શનમાં પ્રગતિ રૂંધાય છે. સામાજિક પ્રશ્નો ઊભા થાય છે. પરિણામે પરિવાર સુખી થવાને બદલે ઢસરડા કરતું થાય છે. લોકો લગ્ન પાછળ ખોટા ખર્ચા ન કરે તથા સામાજિક જાગૃતિ લાવવા માટે શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ-વડતાલ (SVG) તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવની શરૂઆત કરી છે. ખરેખર સમૂહલગ્નોત્સવ એ સામાજિક જાગૃતિ માટે એક શ્રેષ્ઠ માધ્યમ છે.