SVG Charity : Corona (COVID-19) Relief Work By Raghuvir Vadi, Vadtal
કોરોના મહામારી સામે મહાસંગ્રામમા ભગવાન શ્રી સ્વામિનારાયણના શ્રી ધર્મકુળ પરિવાર ના શિરોમણિ પ. પુ. ધ.ધુ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી, પ.પુ માતૃશ્રી અને બંને પ.પુ. લાલજી મહારાજશ્રી, પુ બહેનબા વગેરે સમસ્ત પરીવાર, માનવતાના ધર્મ ને અનુસરી સ્વયં સેવા કાર્યમાં અગ્રેસર રહી સમસ્ત સત્સંગ માટે અને સમાજ માટે ઉદાહરણ પુરુ પાડેલ છે.
રઘુવીર વાડી ખાતેથી આણંદના મા. કલેક્ટરશ્રીની ઓફીસ સાથે સંકલન કરી જરૂરીયાત મંદો ને ફુડ-કીટ અને સેનેટાઇઝર વિતરણ કરવા મા આવ્યું. આ કાર્યમા વડતાલ વાડીના ઘનશ્યામ સ્વામી, જ્ઞાન સ્વામી સર્વ મંગલ સ્વામી, પાર્ષદો અને LNDYM વડતાલ ના યુવાનો અને બહેનો એ સંપૂર્ણ શ્રદ્ધા થી સેવા કરી.