SVG Charity : Emergency Food Distribution During Cyclone Tauktae in Veraval - Gujarat | 18 May 2021 - Swaminarayan Vadtal Gadi - SVG

SVG Charity : Emergency Food Distribution During Cyclone Tauktae in Veraval – Gujarat | 18 May 2021

વેરાવળ સોમનાથમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ વડતાલ ગાદીના પ.પૂ.ધ.ધૂ આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ.૧૦૮ લાલજીમહારાજ શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ની પ્રેરણાથી LNDYM ના યુવાનો દ્વારા તાઉ-તે વાવાઝોડામાં (Cyclone Tauktae) અસરગ્રસ્તોના ભોજનની વ્યવસ્થાના ભાગરૂપે તાત્કાલિક ધોરણે રસોડું શરૂ કરી દેવામાં આવ્યું હતું. ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં સુક્કો નાસ્તો, શાક-પુરી, પાણીની બોટલ સાથે પ્રસાદરૂપ ભોજનના પેકેટ (Emergency Food Distribution During Cyclone Tauktae) તૈયાર કરવાની કામગિરિ શરૂ છે. અત્યારે એક હજાર ફુડ પેકેટ તૈયાર થઈ ગયા છે.

પ.પૂ.૧૦૮ લાલજીમહારાજ શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના એક આહવાનથી LNDYM ના યુવાનોએ આ સેવાનો અવસર માની. જે જેટલું કરી શકે તે તેનું સૌભાગ્ય કહેવાય તેમ ગણીને રાહતકાર્યોનાં કામમાં લાગી ગયા છે.